રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબે માતા પાસે એક મજબૂત તેજ ઘોડો માંગ્યો. તેણીએ તેની આગળ ઘણા ઘોડાઓ રજૂ કીધા. તેમાં, રૂસ્તમ સમનગાન શહેરમાં આવ્યો હતો તે વખતનો તેના રખશની બુનનો જે એક ઘોડો હતો તે તેને પસંદ આવ્યો. અફ્રાસીઆબને ખબર પડી કે સમનગાનના પાદશાહની બેટીને પેટે રૂસ્તમ એક બેટો અવતર્યો છે જે બાપના કરતાં જોરાવર છે અને તેના હોઠ ઉપરથી હજુ દુધનો વાસ આવે છે, તેટલા તે ઈરાન ભણી જવા માગે છે.

તેથી તેણે હોમાન અને બારમાન નામના પોતાના બે નામીચા સરદારોને પોતાની આગળ બોલાવ્યા અને કહ્યું કે ‘તમો સોહરાબ આગલ જાઓ અને તેને તુરાની લશ્કરીની મદદ આપવા કહી તેની સાથે ઈરાન ભણી જાઓ.

હવે પેલી બાજુ તમો એવું કરજો કે એ બેટો પોતાના બાપને કોઈ રીતે મળે નહી અને ઓળખે નહીં, અને બેઉ બાપ દીકરાઓ એકમેક સાથે લડે. બેમાંથી કોઈપણ એક માર્યો જશે તેમાં મને લાભ છે. જો બેઉ સાથે મળશે તો મારા તુરાનના મુલકને જીરોજબર કરશે.’ તે બેઉ પહેલવાનો  અફ્રાસીઆબનું નામું લઈ સોહરાબ આગળ ગયાં. સોહરાબે તે વાંચ્યું અને અફ્રાસીઆબની મદદ કબૂલ રાખીને તેના બેઉ સરદારોને પોતાની સાથે રાખ્યા.

જ્યારે સોહરાબ એમ તૈયાર થઈ ઈરાન જવા નીકળ્યો ત્યારે તેહમીનાએ પોતાની આગળ પોતાના ભાઈ જીન્દે રજમને બોલાવ્યો, કે જેણે ઘણીક લડાઈઓ જોઈ હતી. તેણીએ તે ભાઈને કહ્યું કે ‘ઓ રોશન રવાનના પહેલવાન! આ નવજવાન પહેલવાન સાથે હું તુંને મોકલું છું, કે જ્યારે આ નામવર (બેટો) ઈરાન તરફ જઈ પહોંચે, અને દલેર પહેલવાનો પાદશાહ આગળ જઈ પહોંચે, ત્યારે તું આ નામાંકીત બેટાને તેના બાપને દેખાડજે (એટલે ઓળખાવજે)’ એમ ફરમાવી, તેહમીનાએ જવાન સોહરાબની સાથે પોતાના ભાઈને મોકલ્યો. હવે સોહરાબ કુચ કરતો કરતો ઈરાન ગયો. તેણે ઈરાનની સરહદ ઉપર જંગ મચાવી હતી તેથી સઘળા ઈરાનીઓ તેનાથી ધાસ્તી ખાઈ ગયા હતા. તેથી કૌસ પાદશાહે સોહરાબ સાથે લડવા લાયક રૂસ્તમ સીવાય બીજા કોઈ પહેલવાનને જોયો નહીં. તેણે રૂસ્તમને જાબુલસ્તાનથી તેડાવ્યો અને તેની સાથે લશ્કર લઈ તે સોહરાબની સરદારી હેઠળના તુરાની લશ્કર સામે ગયો. એક રાત્રે જ્યારે બેઉ લશ્કરોએ સામા સામી છાવણી નાખી હતી ત્યારે રૂસ્તમ સોહરાબની છાવણી તરફ ગયો એવા વિચારથી કે ‘જોઉં કે સોહરાબ, જેની બધાઓ તારીફ કરે છે તે કેવા દેખાવનો દલેર મરદ છે!’ એવા વિચારથી તે છુપો છુપો સોહરાબના તંબુ આગળ ગયો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • Vada Dasturji Khurshed Performs Jasan at ZAC

    On 3rd September, 2017, Vada Dasturji Khurshed Dastoor performed a Jasan at the ZAC (Zoroastrian Association of California) Atashkadeh in Orange City, Southern California, along with ZAC’s officiating priest – Zarrir Bhandara; President of North American Mobeds Council (NAMC) – Er. Ardaviraf Minocherhomji; Minoo Katrack, Dr. Khusro Unwalla, Fariborz Shahzadi and Zerkxis Bhandara. The jasan…

  • શિરીન

    પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું. ‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’ એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું. ‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’ ‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ…

  • Your Moonsign Janam Rashi This Week –
    22 January – 28 January 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા દરેક કામની અંદર રુકાવટ આવતી રહેશે. રાહુને તમારી તબિયતને બગાડી દેતા વાર નહીં લાગે. ખાવા-પીવા ઉપર ખૂબ જ ધ્યાન આપજો, નહીં તો એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. ડોક્ટરની પાછળ ખર્ચ કર્યા બાદ સંતોષ…

  • Numero Tarot By Dr. Jasvi

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times brings you Dr. Jasvi’s column on her unique Numero-Tarot monthly readings, based on your month of birth: [/otw_shortcode_info_box] January (Lucky No. 19; Lucky Card: Sun): Victory is on the cards. You know where your destiny lies but are in search of the path. It is up to you to select the…

  • ફ્રૂટક્રીમ

    સામગ્રી: 40 ગ્રામ હેવી ક્રીમ અથવા ફ્રેશ મલાઈ, 70 ગ્રામ સાકર, 1 મધ્યમ કદનુું કેળુ, 1 મધ્યમ કદનું સફરજન, 1 કેરી, 100 ગ્રામ દ્રાક્ષ, 6-7 કાજુ, 6-7 બદામ. રીત: ક્રીમ અથવા મલાઈમાં સાકરને મિક્સ કરીને ફીણી લો. મલાઈને મિકસરમાં અથવા તો બીટરથી પણ ફીણી શકાય છે. ફીણતી વખતે એક બાબતનું ધ્યાન રાખવું કે મલાઈને એટલી…

  • Nazneen Contractor Makes History As First South-Asian Lead In Hallmark Film: ‘The Christmas Ring’

    Indian-born Canadian actor, born to Parsi parents, Nazneen Contractor, known for her roles as ‘Layla Hourani’ in ‘The Border’ and as ‘Kayla Hassan’ in ‘24’, recently made history for being the very first person of Indian and South Asian descent, to play the lead role in a Hallmark movie, namely, ‘The Christmas Ring’ which aired…