રૂસ્તમની બાનુ તેહમીના

સોહરાબ મિજલસ સમારી બેઠો હતો. તેનો દેખાવ જોઈ રૂસ્તમ અજબ થઈ ગયો કે એ કોઈ ઘણો દલેર મરદ છે. એવામાં સોહરાબનો મામો જીન્દે રજમ મિજલસમાંથી જરૂરના કામ સર બહાર આવ્યો. તેણે અંધારામાં કોઈ મરદને ઉભેલો જોયો તેથી તેની આગળ ગયો અને કહ્યું કે ‘તું કોણ મરદ છે? અંધારામાંથી રોશનીમાં આવ અને તારો ચહેરો દેખાડ.’ રૂસ્તમે ગુપચુપ તેની ગરદન ઉપર એક મજબૂત મુકકો એવી તો જોશથી મારી, કે તુરત તેનો જાન નીકળી ગયો. આ મુજબ તેના મરણ પામવાથી સોહરાબ અને તેના બાપ વચ્ચે ઓળખાણ કરાવનાર મરદ જતો રહ્યો.

પછી ત્યારપછી સોહરાબે પોતાના બાપનો તંબુ ઈરાનીઓની છાવણીમાંથી પારખી કાઢવાની અને રૂસ્તમને પિછાણવાની ઘણી કોશેશ કીધી પણ તે ફોકટ ગઈ અને તેનું પરિણામ આ આવ્યું કે બેઉ બાપ બેટાઓ એકમેકને પિછાણ્યા વગર લડયા અને તેમાં પેહલી કુસ્તીમાં રૂસ્તમ હાર્યો અને બીજીમાં સોહરાબ હાર્યો. જેવો સોહરાબ જમીન ઉપર પડયો કે રૂસ્તમે તેની છાતીમાં ખંજર ભોંકી દઈ તેને મારી નાખ્યો. મરતાં મરતાં સોહરાબે અફસોસ કીધો અને કહ્યું કે ‘જ્યારે તું જમીન ઉપર પડયો અને હું તુંને મારી નાખવા નીકળ્યો ત્યારે તે મને કાકલુદી કરી ‘મરદની ત્રણ ચોંટ’ એવી કહી અટકાવ્યો અને હું જમીન ઉપર પડતાં તે મને એકદમ મારી નાખ્યો છે. પણ ફીકર નહીં. મારો બાપ રૂસ્તમ જ્યારે આ વાત જાણશે ત્યારે તે તુંને પાણીની પાતાળમાંથી કે આસમાનની બુલંદીમાંથી શોધી કાઢી મારો કિનો લેશે.’

સોહરાબના આ સખુનો સાંભળી રૂસ્તમ ચોંક્યો અને જાણ્યું કે તેના પોતાને હાથે તેનો બેટો માર્યો ગયો છે. તેણે ઘણીક જારી અને વિલાપ કીધો અને સોહરાબને લાગેલા કારી જખમનો ઈલાજ કરવા માટે નોશ દારૂ લેવા પોતે શાહ કૌસ આગળ દોડયો. પણ તેટલામાં તો સોહરાબે પોતાનો મીઠો જાન પોતાના કિરતારને સોપ્યો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • Know Your Bombay

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you interesting facts about our beloved Bombay! Explore this city’s amusing history and get to know why and how so many streets and places got their names with KYB![/otw_shortcode_info_box] Aarey Milk Colony: Situated in Goregaon in suburban Mumbai, the landmark Aarey Milk Colony (AMC) was established in 1949, inaugurated by…

  • પતંગનો પર્વ એટલે ઉત્તરાયણ

    મકરસંક્રાંતિ એ ભારતનો કૃષક તહેવાર છે. ભારત અને એશિયાનાં અન્ય દેશોમાં પણ આ દિવસને પાકની લણણી સાથે જોડવામાં આવ્યો છે. સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશીમાંથી મકર રાશીમાંસ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે 14 જાન્યુઆરીની…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17 December – 23 December 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલશે. હાલમાં ફેમીલી મેમ્બરની ડિમાન્ડ પુરી કરવામાં સફળ થશો. આ અઠવાડિયામાં નાણાકીય બાબતની અંદર સારા સારી હોય તો ઉધાર લીધેલા પૈસા પાછા આપી દેજો. ગુરૂની કૃપાથી તબિયતમાં સારા સારી રહેશે. ફેમીલીમાં વધુ સારા સારી થાય તે માટે…

  • Caption This – 8th August

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at editor@parsi-times.com by 19th August, 2020. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous vein, which…

  • મા તો મા હોય!

    એક બહુ જ મોટા ડોક્ટરની આ વાત છે. તેઓ એક જાણીતા, માનીતા, અને લોકપ્રિય ડોકટર હોય છે. એક દિવસે નિરાંત હતી. ડો. પતિ-પત્ની શાંતિથી બેઠા હતા તેઓની વાતો ચાલતી હતી.ત્યાં શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ મળવા માટે આવે છે. ડો. અને એમના પત્નીએ સૌને આવકાર્યા. પત્ની સરભરાની વ્યવસ્થા માટે અંદર ગયાં.શહેરની જુદા-જુદા ક્ષેત્રની ટોચની હસ્તીઓ જોડે મહત્ત્વની…