તેહમુરસ પાદશાહ

દેબબંદ તેહમુરસની ત્રીસ વરસની પાદશાહી હતી. અવસ્તામાં ‘તખ્મઉ‚પ’ અને પહેલવીમાં ‘તખ્મો‚પ’ તરીકે ઓળખાયો છે. ફારસી લેખકોએ હોશંગનો દીકરો કહે છે. પણ બુન્દહિશ્ન પ્રમાણો હોશંગના દીકરાનો દીકરો ‘વીવંધન’નો પુત્ર હતો અને જમશેદનો મોટોભાઈ હતો. એ પાદશાહ ‘દીવબન્દ’ અવસ્તા ‘દએવબિશ’ નામે જાણીતો હતો. કારણ એણે દેવોને જેર કર્યા હતા. તેહમુરસે રામ ઈઝદની બંદગી કરી માંગ્યુ હતું કે ઓઝોરેમંદ યઝદ, આ મુરાદ અને બક્ષ તે ‘તમામ દેવો, જાદુગરો અને પરીઓને જેર કરનાર થાઉ.’ અવસ્તામાં એને ‘અઝીનવાઓ’ એટલે હથિયારબંદ કહેલો છે. તેણે સેપાહાન (એસ્ફહાન) નામનું શહેર બાંધ્યું હતું એ પાદશાહના રાજય અમલમાં મોટો દુકાળ પડયો હતો. ત્યારે તવંગરોને ફરમાસ્યું હતું કે દિવસમા એક જ વેળા ખાઈ ગરીબોને બીજી વેળનું ખાણું (જમણ) મુફલિસો ને આપવું. રોજા (ઉપવાસ) રાખવાનો રિવાઝ એના વખતથી ચાલુ થયો હતો.

એના વખતમાં મરકીનો રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે લોકો પોતાના ગુજરેલાં વ્હાલાઓની લાકડા, પથ્થરની અને સોના ‚પાની મૂર્તિ બનાવી ગુજરાન ચલાવતા હતા. તેણે મર્વ અને બલ્ખનો શહેરો વસાવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *