પાદશાહ કયુમર્સ

આ પાદશાહને અવસ્તામાં ‘ગયમરેથન’ અને પહલવીમાં ‘ગયોમર્ત’ કહે છે. અવસ્તા પ્રમાણે તેમણે પહેલવહેલી દાદાર અહુરમઝદની શીખામણ સાંભળી હતી. તે ઈરાનનો સૌથી પ્રથમ રાજવી હતો. કેટલાક ગ્રંથકારો તેને દુનિયાનો સર્વથી પ્રથમ માનવી (આદમ) તરીકે ઓળખે છે. જો કે ફિરદૌસી તેને ઈરાનના પહેલા પાદશાહ તરીકે ઓળખાવે છે. કેટલાક તેને ‘ગીલશાહ’ પણ કહે છે. તે કયાં જમાનામાં પૈદા થયો તેનો કોઈ ચોકકસ ઉલ્લેખ મળતો નથી. કેટલાક તેને ઈ.સ. પૂર્વે 900 વરસ થયેલાનું જણાવે છે. એક અંગ્રેજ લેખક તેને પેશદાદીઆન વંશનો સ્થાપક ગણાવે છે. ફારસી લેખના મંતવ્ય મુજબ તેને દેમાવંદ, એસ્તખ્ર અને બલ્ખ શહેર વસાવ્યા હતા. કયુમર્સનો ચહેરો એટલો નૂરમંદ હતો અને શરીર કદાવર બાંધાનું હતું. તેને જોઈને જંગલી જનાવરો પણ ગભરાતા. પાદશાહ તથા તેના તખ્તને નમન કરવાની પ્રથા તેના અમલ દરમ્યાન થઈ હતી. આ પાદશાહનો કાર્યકાળ 30 વરસનો મનાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *