મન ભરીને જીવો, મનમાં ભરીને નહી

એક 6 વર્ષનો ભાઈ અને એની 8વર્ષની બહેન… બંને ભાઇ બહેન બજારમાં ફરવા નીકળ્યા છે…નાનો ભાઈ છટાથી આગળ ચાલે છે અને બહેન પાછળ છે. થોડી થોડી વારે ભાઈ પાછળ જોતો જાય છે કે બહેન આવે છે કે નહીં.

રમકડાની એક દુકાન આગળ બહેન ઊભી રહી જાય છે. ભાઈ નજીક આવી ને પૂછે છે, ‘કેમ, તારે કાંઇ લેવુ છે?’

બહેને ઢીંગલી સામે આંગળી ચીંધીને બતાવ્યું… ભાઈએ બહેનની આંગળી પકડી અને એક વડીલની અદાથી બહેનને એ ઢીંગલી હાથ મા આપી.. બહેન ખુબ જ ખુશ થઇ.

કાઉન્ટર પર બેઠેલો વેપારી આ ભાઈ બહેનને બહારથી જોતા હતા અને ભાઈના માસુમ વડપણને નીરખીને મનમાં મુસ્કુરાતા હતા.

કાઉન્ટર પાસે આવીને ચાર વર્ષનો એ બાળક બોલ્યો, ‘આ ઢીંગલી નુ શું છે?’

જીવતરને ઘોળીને પી ગયેલા એ વેપારીએ કહ્યું, ‘તમારી પાસે શું છે?’

બાળકે ચડ્ડીના ખીસ્સામાંથી સમુદ્રના છીપલા કાઢ્યા અને કાઉન્ટર પર મુક્યા.. પેલા વેપારીએ એ જ માર્મિક હાસ્ય સાથે બાળક ઉપર અમીભરી દ્રષ્ટિ કરી અને જેમ રૂપિયા ગણે એમ છીપલા ગણ્યા.

બાળકે કહ્યું, ‘કેમ ઓછા છે?’

વેપારી કહે, ‘ના આમાંથી તો વધશે’

વધેલા છીપલા ફરી ખીસ્સામાં નાખી અને ઢીંગલી રમાડતાં એ બાળકો તો જતાં રહ્યાં.. પણ એના ગયા પછી વેપારીને એના માણસે પૂછ્યું, ‘આવી કિંમતી ઢીંગલી તમે છીપલાના બદલામાં આપી દીધી?’

વેપારી એ કહ્યું, ‘ભાઈ, આપણે મન આ છીપલા છે…એને મન તો એની સંપતિ છે… અને અત્યારે એને ભલે ના સમજાય પણ એ મોટા થશે ત્યારે તો એને સમજાશે નેે કે છીપના બદલે આપણે ઢીંગલી લઈ આવેલા… ત્યારે એ મને યાદ કરશે… અને એ વિચારશે કે દુનિયામાં સજ્જન માણસો પણ છે.’

કંઈક ઈચ્છાઓ અધૂરી હોય છે,

જિંદગી તોયે મધૂરી હોય છે,

દ્રાક્ષ ખાટી દર વખત હોતી નથી,

જીભ પણ ક્યારેક તૂરી હોય છે,

લીમડાના પાન મેં પણ ચાખ્યા છે, માણસના બોલ કરતા મીઠા લાગ્યા છે,

જિંદગી રોજ મને શીખવે કે, જીવતા શીખ, એક સાંધતા તેર તૂટશે, પણ સીવતા શીખ..

‘મન ભરીને જીવો, મનમાં ભરીને નહી.’

Similar Posts

  • From the Editors Desk

    Keep The Faith! Dear Readers, Jamshedi Navroz graces us this year amidst some gloom, some cheer, some gratitude, some fear. As the dreaded Coronavirus sets its foot more definitively in India, the next two weeks will prove crucial in knowing the real extent of its deadly spread. Which is why, more than ever, we need…

  • સોદાગરની ઓરત રીસાણી! જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    14th March – 20th March, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્ર જેવા મોજીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમારા મનની નેક મુરાદ પૂરી થઈને રહેશે જે પણ કામ કરશો તેમાં બીજાની મદદની જરૂર નહીં પડે. નાની મુસાફરી કરી મનને આનંદ થશે. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. થોડી મહેનતથી વધુ મેળવી…

  • Father-Son Duo Secure Big Wins At National Bodybuilding And Fitness Championship 2022-23

    The dynamic father-son duo – 52-year-old Jehangir Randeria and 23-year-old Kaiwan Randeria – continue their magnificent winning streak in the field of bodybuilding, this time scoring top places in the ‘3rd National Bodybuilding Competition & Fitness Championship 2022-23’, organised by ABAM (Amateur Bodybuilders Association of Maharashtra), on 8th and 9th of April, 2023, at Sanjay…