હસો મારી સાથે

જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો…

વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’

આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’

સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’

***

લાલુભાઈ હજામની દુકાને ભનુભા દાઢી કરાવવા ગયા…

હજામને કીધું: લાલ્યા… ગાલમાં ઘણા ખાડા છે, ત્યાં વાળ રહી જાય છે, બરાબર દાઢી બનાવજે.

લાલ્યો: અરે બાપુ કાઈ ચિંતા કરોમાં, આ લ્યો લાકડાની ગોટી, જે બાજુ દાઢી કરૂ એ બાજુ ભરાવી રાખજો.

ભનુભાએ લાકડાની ગોટી બેઉ ગાલમા ફેરવીને લાલ્યાએ મસ્ત દાઢી બનાવી દીધી. બાપુ ગાલના ખાડા સાફ થઇ ગ્યા. બાપુ ખુશ થઇ ગયા ને કીધુ ઈ તો બધુ બરાબર પણ ગોટી ગળી ગયો હોત તો?

લાલ્યો હસતા હસતાં કહ્યું, એમાં શું, સવારે આવી ને પાછી આપી જવાની, ઘણા પાછી આપી ગ્યા છે.

આ સાંભળી….બાપુ ચાર દિ’ થી કોગળા કરી કરી ને થાકી ગ્યા છે..

Similar Posts

  • કમળો

    કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…

  • નવી આશાઓ લઈ આવ્યું નવું વર્ષ

    નવું વર્ષ આખા વિશ્ર્વમાં જુદા જુદા દિવસોમાં ઉજવવામાં આવે છે, અને ભારતના જુદા જુદા પ્રદેશોમાં પણ નવું વર્ષ જુદા જુદા સમયે શરૂ થાય છે. પરંતુ અંગ્રેજી કેલેન્ડર મુજબ, જાન્યુઆરી 1લી એ નવા વર્ષની શરૂઆત માનવામાં આવે છે. 31 ડિસેમ્બરના રોજ એક વર્ષ પૂરૂં થતાં, નવું અંગ્રેજી કેલેન્ડર 1લી જાન્યુઆરીથી શરૂ થાય છે. તેથી, આ દિવસને…

  • Yazdi Tantra Elected New ZCBL Chairman

    The community’s leading Tech-guru and entrepreneur, Yazdi Tantra, has been elected the new Chairman of the Zoroastrian Co-operative Bank Ltd (ZCBL) in the Board Meeting held on 30th March, 2021. He succeeds former Chairperson Homai Daruwala, who will now continue her association with the bank in the capacity of a Director. Phillie Karkaria, who was…

  • European Band ‘Prague Queen’ Presents Tribute Concert For Freddie Mercury

    .   Mumbaikars will ‘Break Free’ on 5th and 6th October, 2018, with International Tribute Band – PRAGUE QUEEN – performing at Mumbai’s Rang Sharada (Bandra) as a tribute to the legacy of Singer, Songwriter, international music prodigy, aapro Freddie Mercury (Farrokh Bulsara), best known as the lead vocalist of the rock band, QUEEN. Fourth…