હસો મારી સાથે

અમેરિકામાં મારો કાર્યક્રમ સેનજોસમાં હતો. મે કહ્યું: સેનજોસેમાં કાર્યક્રમ છે એટલે ત્યાંનો આયોજક મને કહે, સેનજોસે નહીં પણ સેનહોજ બોલવાનું. અમેરિકામાં જેનો ઉચ્ચાર હ કરવાનો. મેં કહ્યું હવે ભૂલ નહીં થાય. એક દિવસ આયોજક મને કહે, ફરી પાછા અમેરિકા કયારે આવશો? મેં કહ્યું કે, આવતા હૂન-હુલાઈમાં આવીશ.

***

મુંબઈ મેં એક ભાઈને પૂછયું કે મારે સાન્તાક્રુઝ જવું છે, એટલે મને કહે તમારે વાંદરા થઈને જવું પડશે. મે કહ્યું કે, તો જવું જ નથી કારણ વાંદરામાંથી માણસ બનતા હજારો વરસ લાગ્યા હવે ફરી વાંદરા થવું નથી. જો કે વાંદરામાંથી માણસ બનતા ભલે હજારો વરસ લાગ્યા પણ માણસમાંથી વાંદરો બનતા માણસને એક મીનીટ પણ લાગતી નથી.

***

નેતાજીએ ડ્રાઈવરને કહ્યું, કાર હું ચલાવીશ, ડ્રાઈવરએ જવાબ આપ્યો, સાહબ તો હું કારમાંથી ઉતરી જઈશ. નેતાજી બોલ્યા કેમ? તો ડ્રાઈવરે જવાબ આપ્યો આ કાર છે સરકાર નથી જે ભગવાન ને ભરોસે ચાલી જાય.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *