કાસની રાણી સોદાબે

કૌસ પાદશાહ પોતાના બાપ કેકોબાદ પછી ઈરાનની ગાદી ઉપર આવ્યો. ગાદી ઉપર આવતાંજ તે તુમાખી અને નાદાન માલમ પડયો. કહે છે કે એક દિવસ જ્યારે પાદશાહ શરાબમાં જરા ચકચુર હતો. ત્યારે એક દેવ યાને એક બૂરો આદમી, એક ગવૈયા (રામશરણ) તરીકે તેની દરબારમાં આવ્યો અને પોતાના ખુશ ગાયનથી પાદશાહને ખુશ કરવા માગ્યો. પાદશાહે પરવાનગી આપી. તેણે ‘બરબત’ નામના વાજીંત્ર ઉપર, સુંદર શરોદોથી માજીનદરાનના મુલકની સીફતમાં એવું તો સુંદર ગાયન ગાયુ કે કે પાદશાહ તેથી ખુશી થયો, અને તુરત તે ગાયનમાં વર્ણવેલો માજીનદરાનનો મુલક, પોતાના કબજામાં લાવવાનો વિચાર કીધો. તેના દરબારીઓએ અને તેઓના આગ્રહથી જાલેજર જે એ સબબ માટે ખાસ જાબુલસ્તાનથી આવ્યો હતો, તેણે તેને ઘણો વારયો કે ‘એ મુલક ઘણો ખરાબ છે, અને દેવોનું મથક છે, તેથી એક ગવૈયાના ગાયન ઉપર લોભાઈ ત્યાં જવું નહીં.’ પણ તેણે કોઈનું કહ્યું માન્યું નહીં, અને માજીનદરાન ઉપર ચઢાઈ લઈ ગયો. માજીનદરાનના પાદશાહે પોતાની કુમકે ‘સફેદ દેવ’ને બોલાવ્યો, અને તેના જાદુઈ બળથી ઈરાનીઓનો નાશ થયો અને કૌસ ત્યાં બંદ પડયો બંદમાંથી તેણે જાલ ઉપર નામુ લખી પસ્તાવો કરી તેની મદદ માગી. જાલે પોતાના બેટા રૂસ્તમને ત્યાં જવા કહ્યું. દેવોના એવા બૂરા મુલકમાં નહીં જવાને રોદાબેએ પોતાના બેટાને સમજાવ્યો. પણ આ એક ‘ફરજનો અવાજ’ છે, માટે ખોદા નેગેહબાન થશે, એવા વિશ્ર્વાસથી રૂસ્તમ, ત્યાં જવાના બે રસ્તામાંથી એક ટુકો રસ્તો જેમાં હફતખાન તોડતો સેતાબ ગયો અને સફેદ દેવને મારી માજીનદરાન જીત્યું અને કૌસ પાદશાહને છૂટો કીધો.

આ મુશ્કેલીમાંથી હજી છુટયો નહીં કે કૌસે મકરાનના મુલકના કિનારા ઉપરથી વહાણોમાં સ્વાર થઈ, બરબરીસ્તાન (બારબરી)ના મુલક ઉપર હુમલો કીધો, અને પછી હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમાવરાનના મુલક ઉપર હુમલો કરી તે જીતી લીધો. ત્યાં કોઈએ આવીને હમરાવરાનના પાદશાહની બેટી સોદાબેની તારીફ કીધી, કે લાગલો તેણીની સાથે પરણવાને તેણે વિચાર કર્યો તેણે એક દાનવ આદમી પાસે તેણીના હાથ માટે માગુ મોકલ્યું. હમાવરાનના રાજાએ તે માગુ કબૂલ રાખ્યું, પણ તે પોતાની રાજીખુશીથી નહી, પણ આનાકાનીથી કારણ કે તેણે જાણ્યું કે જો  તે તે કબૂલ નહીં રાખશે તો કૌસ તેના મુલકને પાયમાલ કરશે. પોતાની બેટી સોદાબેની મરજી પુછતાં, તેણી તો ઈરાન નામીચા પાદશાહની રાણી થવાને ખુશી થઈ. ત્યારે હમાવરાનના રાજાએ પોતાના તરીકા મુજબ પોતાની બેટીને કૌસ સાથે પરણાવી આપી પણ તેણે દગાથી કૌસને બંદીવાન કરવાનો વિચાર કર્યો. તેણે કૌસને એક  દિવસ પોતાન મહેમાન તરીકે પોતાના મહેલમાં બોલાવ્યો. સોદાબે કૌસ પાદશાહ માટે પોતાના બાપના વિચાર જાણતી હોવાથી પોતાના ખાવિંદને તે તેડું નહીં કબૂલ રાખવાને સમજાવ્યો, પણ તે ફોકટ. કૌસ અને હમાવરાનના રાજાએ તેને દગાથી બંદીવાન કીધો. તેણે તેની સાથે તેના સરદારો ગેવ, ગોદરેજ, તુસ, ગુરગીન અને જગે શાવરાનને પણ બંદીવાન કરી એક બુલંદ પહાડ ઉપરના કિલ્લામાં તેઓને બંધ કીધા.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04 February – 10 February 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આજથી તમને શુક્રની દિનદશા ભરપુર સુખ આપીને રહેશે. શુક્રની કૃપાથી તમારા મોજશોખ પાછા વધતા જશે. અધુરા રહેલા કામો આવતા 70 દિવસમાં પુરા કરીને રહેશો. શુક્રની કૃપાથી બહારગામ જવાના ચાન્સ મળતા રહેશે. તમારા જીવનમાં અપોજીટ સેકસ તરફથી મદદ મળશે. નાણાકીય બાબતમાં સારા સારી…

  • શિરીન

    પછી અંતે એક નિવેડો પર તે કમનસીબ બાળા આવી ગઈ. મોલી કામાનાં ભર ઉંઘમાં પડયા પછી તેણી તે જવાનનાં રૂમમાં જઈ તે રકમ ઉછીની માગી શકે અને ત્યારે આખી જિંદગીજ તે જવાનની વાઈફની કમ્પેનિયન તથા તેનાં છોકરાંઓની ગવરનેસ બની તેણી તે પૈસા પાછા ભરી આપશે, કે એ ખ્યાલેજ તેણીનાં ચેરીઝ જેવા હોટ વડે એક નીસાસો…

  • અર્દીબહેસ્ત મહિનો સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચાર

    ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરમાં બીજો મહિનો અને ત્રીજો દિવસ અર્દીબહેસ્ત છે. તે ખૂબ મહત્વનું છે કારણ કે અર્દીબહેસ્ત એ અહુરા મઝદાના સત્ય, ઈશ્ર્વરી હુકમ અને ઉપચારનું દૈવી લક્ષણ છે. અર્દીબહેસ્ત એ અહુરા મઝદાનું સત્ય, ન્યાયીપણું અને દૈવી હુકમ છે. જેની સાથે અહુરા મઝદાએ આ બ્રહ્માંડની રચના કરી અને તેને ટકાવી રાખી છે. અર્દીબહેસ્ત એ અમેશાસ્પન્દ (મુખ્ય પાત્ર)…

  • ડો. સાયરસ પૂનાવાલાને પદ્મ ભૂષણ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા

    પારસી ટાઈમ્સ એ જણાવતા રોમાંચિત છે કે ડો. સાયરસ એસ. પૂનાવાલાને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત પદ્મ ભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. અમે સમુદાય વતી ડો. સાયરસ પૂનાવાલાને આ પ્રસિદ્ધી માટે અને પારસી ગૌરવનો ધ્વજ સતત ઊંચો લહેરાતો રાખવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવીએ છીએ! તેમની યશ કલગીમાં વધુ એક ગૌરવપૂર્ણ પીંછ ઉમેરતા અને વિશ્વભરમાં પારસી…

  • વેલેન્ટાઈન ડે સ્પેશિલ

    દાદા: આખો દિવસ મોબાઈલ…!! ફેસબુક …કંટાળતો નથી? શું દાટયું છે એમાં ? પૌત્ર: દાદા, એક કામ કરો, તમે તમારા જુના ફ્રેન્ડઝ શોધો દાદા: અરે એ બધાય મારી સાથે ત્રણ-ચાર ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું …? પૌત્ર: દાદાજી, ટ્રાય તો કરો…ને 78 વરસની ઉંમરે રમણલાલનું ફેસબુકમાં ખાતું ખુલ્યું… અડધા કલાકમાં રૂમાલજી ઠાકોર, ત્રીભોવન ભટ્ટ,…

  • ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

    ‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ…