ફરી રાજકુવરી ફસાઈ!

એક દિવસે મહારાજાએ તે રાજકુંવરી પાસે લગ્નની ફરી વાત છેડી. પણ એ સાંભળતાંજ રાજકુંવરી તો હેબતની મારી બેભાન થવા પછી મહારાજા તો તેની સારી વ્યવસ્થા કરી તે ફરી ન ગભરાઈ જાય તે ખાતર, ચાલી ગયા હતા.

રાજકુંવરી શુધ્ધિમાં આવતાં તેને એક વિચાર સુજ્યો કે તેણે આ રાજાની પરણવાની વાતને ટાળવા કંઈ તદબીર કરવી. તેને લાગ્યું કે તે જો ઘેલી થઈ જવાનો ઢોંગ કરશે અને જરા તરા મારફાડ કરવાના તોફાન કરશે તો મહારાજા તેને ઘેલી ધારી લઈ તેને પરણવાનો વિચાર તજી દેશે.

તુરત જ કુંવરીએ તે વિચાર અમલમાં પણ આણ્યો તે તો હકીમ સામે અને બીજી સાદીઓ સામે, જાણે એકાએક ભૂત ભરાયું હોય તેમ, દાંત કચકચાવી ચીસો પાડવા લાગી અને જે હાથમાં આવ્યું તે છૂટુ ફેંકવા માંડી!! સૌ ગભરાઈ જઈ નાઠા. પછી હકીમે જઈ રાજાજીને ખબર કરી, કુંવરી તો ગાંડી થઈ ગઈ છે.

કાશ્મીર મહારાજા, એ વાત સાંભળી, ઘણાજ દિલગીર થયા. તેણે ઘણા હકીમોને ભેગા કર્યા. પણ રાજકુંવરીએ તોફાન કરી કોઈ પણ વૈદ કે હકીમને પોતાની પાસે આવવા દીધો નહીં. સૌની ખાત્રી થઈ ગઈ કે રાજકુંવરીનું મગજ ખસી ગયું છે. અને કોઈ તેની પાસે જશે તો તે તેને જરૂર મારી બેસશે એમ સૌને બીક લાગી.

ધીમે ધીમે આખા કાશ્મીર દેશમાં રાજાની મહેમાન રાજકુંવરી ઘેલી થઈ જવાની વાત ફેલાઈ ગઈ. દેશે દેશના હકીમો આવ્યા. પણ મારફાડ સિવાય બીજું કાંઈ તે કુંવરી કરતી નહીં. કોઈબી દવા તે લેતી નહીં. અને ખાવાનું પણ ઘણીવાર ફેંકી દેતી કેમ કે તેના મનને તેમાં દવા નાખ્યાનો વહેમ આવતો હતો. તે તાજા ફળો માત્ર ખાતી. તાજુ દુધ નજર આગળ ગાય દોહવડાવી તે પીતી. પાણી પણ તાજું કુવામાંથી કાઢી તે પીતી. આમ ઘણા દિવસો સુધી તેના ઢોંગ ચાલુ રહયા. મહારાજાએ આખર આ ઘેલીને પરણવાની આશા પણ છોડી દીધી.

આમ ઢોંગથી ઉભા કરેલાં દુ:ખમાં તે રાજકુંવરીનું શરીર બહુ નખાઈ ગયું અને તેનું રૂપ પણ ઘણું ઉડી ગયું.

મહારાજાએ ગામેગામ પેગામ મોકલેલા તેથી ઘણા દેશોના લોકોને રાજકુંવરીના ગાંડપણની વાતની જાણ થઈ ગઈ હતી. મુસાફરો પણ એ વાતથી ઠામઠામ વાકેફ થતા હતા. પેલા ઈરાનના શાહજાદાએ હિંદુસ્તાન આવતાંજ રાજકુંવરીના ગાંડપણની વાત સાંભળી. તેમજ ઘોડાના માલેકના મોતની પણ ખબર જાણી. તેની બારીક તપાસ પરથી  પૂરતી ખાતરી થઈ કે એ ખુબસુરત ઘેલી રાજકુંવરી જે કાશ્મીરમાં હતી તે બીજી કોઈજ નહીં પણ તે પોતે જેને ઈરાન લઈ ગયેલો તેજ બંગાલની રાજકુંવરી હતી અને તે કરામતી ઘોડો પેલોજ ઉડાણ ઘોડો હતો કે જે ઉપર તે ચઢી પોતે બંગલામાં ઉતરેલો અને ત્યાંથી રાજકુંવરીને લઈ તે ઈરાન ગયો હતો.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09th May – 15th May, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી ચંદ્રની દિનશા ચાલશે. ગામ પરગામ જવાના ચાન્સ મલશે. તમારા મનની નેક મુરાદ પુરી થશે. ઘરવાલાને ખુશ રાખી શકશો. નવા કામ મલશે. નવા મિત્રો મલશે. થોડી મહેનત કરવાથી ફસાયેલા નાણાં પાછા મેળવી શકશો. દરરોજ 34મુ નામ  ‘યા બેસ્તરના’ 101વાર ભણજો….

  • અહુરા મઝદા સાથેનો આપણો સંબંધ

    કેટલીક ધાર્મિક પરંપરાઓમાં, ઈશ્ર્વરને ડરામણા દેવત્વ તરીકે (ઈંગ્લિશ શબ્દકોશમાં ગોડ ફીયરિંગ આ વિશેષણ બહુ સામાન્ય છે) અથવા સ્વામી (લોર્ડ) કે માલિક તરીકે જોવામાં આવે છે. જો કે, આપણી ઝોરાષ્ટ્રિયન પરંપરામાં અહુરા મઝદાથી ન તો ડરવાનું છે અને ન તેઓ એવા માલિક જેને પ્રસન્ન કે ખુશ કરવાના છે. ઝોરાષ્ટ્રિયન દીનમાં સર્વોચ્ચ દેવત્વને ‘ફ્રિયા’ અર્થાત મિત્ર અથવા…

  • આપણા કુવાઓમાં દૈવી શક્તિઓ

    આપણા પવિત્ર કુવાઓમાં ભરાયેલું પાણી અહુરા મઝદાની અદ્રશ્ય શક્તિઓથી આશીર્વાદ તથા શક્તિ પામેલું હોય છે. આપણો જરથોસ્તી ધર્મ વહેતા પાણી (સ્થિર પાણીની વિરુદ્ધ) ના ઉપયોગનો આનંદ માણે છે જેના પર સૂર્યના કિરણો પડે છે, જેનો ઉપયોગ ધાર્મિક વિધિઓ માટે કરવામાં આવે છે. વહેતા પાણીના બે સરળતાથી ઉપલબ્ધ સ્રોત કુવાઓ અને નદીઓ છે. કૂવો વહેતા પાણીનો…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    31 December – 06 January 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારૂં માથું ઠેકાણા પર નહીં રહે. રોજ બરોજના સીધા કામોને પુરા કરવામાં મુશ્કેલીઓ આવશે. ખાવા પીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. માથા પરનો બોજો વધી જશે. લેણયાત તમને પરેશાન કરવામાં કોઈ કસર નહીં મુકે. દરરોજ…

  • |

    Film Review: SHOPLIFTERS

    Winner of the coveted Palme D’or at last year’s Cannes Film Festival, and directed by the redoubtable Hirokazu Kore-eda, ‘Shoplifters’ is an affecting and poignant tale of the Shibatas, an impoverished joint family – none of them blood-related – who makes ends meet by indulging in shoplifting in supermarkets. Patriarch Osamu Shibata (Lily Franky) has…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    27th February – 05th March, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ગામ-પરગામથી મનને આનંદ મળે તેવા સમાચાર જાણવા મળશે. નાની મુસાફરી કરી શકશો. તમારા કામ સાથે બીજાના કામ પૂરા કરવામાં મદદગાર થશો. 13મી એપ્રિલ સુધી મનગમતી ચીજ વસ્તુ વસાવી શકશો. નાણાકીય મુશ્કેલી નહીં આવે. શુક્રની કૃપાથી તબિયતમાં સારો સુધારો…