હસો મારી સાથે

ભૂકંપ થતા એક જાડી સ્ત્રી પલંગ પરથી નીચે પડી એટલે તેના પતિએ પૂછયું કે ભૂકંપ થયો એમાં તું પડી કે તું પડી એમાં ભૂકંપ થયો?

***

એક પ્રવાસી વિમાનની બારીમાંથી નજર કરીને કહે, માણસો તો મકોડા જેવા લાગે છે. બાજુવાળો કહે, એ મકોડા જ છે. હજુ વિમાન ઉપડયું જ નથી.

***

મમ્મી: જો બેટા, દરિયામાં નહાવાનું નથી.

દીકરો: પણ પપ્પા તો નહાય છે,

મમ્મી: પપ્પાનો તો પચાસ લાખનો વીમો છે.

***

પુસ્તક અને પત્નીમાં તફાવત ઘણા છે. પુસ્તક બોલતું નથી પત્ની મૂંગી રહેતી નથી. પુસ્તક અડધી કીંમતે મળે છે. પુસ્તકને ભંગારમાં આપી શકાય છે. પ્રવાસમાં પત્નીના બદલે જો પુસ્તકને સાથે રાખો તો ખર્ચ અડધો આવે ને મઝા બમણી આવે છે તથા પુસ્તક વાચતા કંટાળો આવે તો બીજાના હાથમાં પકડાવીને સૂઈ જવાય છે. પુસ્તક એક કરતા વધારે વસાવી શકાય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *