લેપટોપ સાથેની મારી રિલેશનશીપ

એક દિવસ અમારા ‘લેપટોપ બાપુ’ ટેબલ પરથી પડી ગયા. પણ પડતા વેત જ ડાઈરેક્ટ ઉભા થઇ ધૂળ ખંખેરી ચાલવા માંડ્યા. મતલબ કે રીસ્ટાર્ટ થઇ ને પાછું જેમ હતું એમ ચાલવા માંડ્યું. રાતે શટડાઉન કરીને સુઈ ગયો. માણસ ને જેમ મુંઢમાર લાગે અને દુખાવો સવારે થાઈ એમ લેપટોપનો દુખાવો પણ સવારે દેખાણો. સવારે ‘હાર્ડ ડિસ્ક રીડ નથી થતી કે મળતી નથી’ એવી એરર સાથે ચાલુ થવાની જ ના પાડી દીધી. થોડી વાર રીસ્ટાર્ટ કરી ટ્રાઈ કરી પણ બધું વ્યર્થ. બેક ધૂંબો પણ મારી જોયો કદાચ પાંસળીઓ સરખી થઇ જાય … પણ એ નાં જ ચાલ્યું.
પછી ગુગલ દેવનાં શરણે ગયા, બીજા પુરાણા લેપટોપથી ઘણું સર્ચ કર્યું પણ કઈ ફેર નાં પડ્યો. પછી ફેસબુકમાં પ્રોબ્લેમ પોસ્ટ કર્યો, કોઈ ઈન્ટેલીજેન્ટને કદાચ ખબર હોઈ!! મોટા ભાગનાં એવું માનતા કે ‘નવી હાર્ડડિસ્ક લેવી પડશે’ મતલબ ઓછામાં ઓછો પાંચ હઝારનો ફટકો. એક ભાઈ તો તેની પાસે પડેલી બે ત્રણ અઠવાડિયા વાપરેલી હાર્ડ ડિસ્ક ‘સસ્તા ભાવે’ વેચવા પણ તૈયાર થઇ ગયા.
અત્યારે લેપટોપની બોવ જ જરૂર, લેપટોપ વગર ચાલે એમ નોતું. આજના જમાનામાં એકવાર જમવાનું ન મળે તો ચાલે પણ મારા લેપટોપ વગર તો મને ચેન ના પડે! બધાનાં કેવા પ્રમાણે જલ્દીથી આજુબાજુમાં ક્યાંક દવાખાનું ગોતી ને રીપેર કરાવી આવો. હવે ઓળખાણમાં રીપેરવાળો ગોતવો કયાં? અને ઉપરથી ડર કે એ લોકો નવી હાર્ડડિસ્ક નાખવાનુંજ કહેશે (એ શું કામ રીપેર કરવાની મહેનત કરે!!) અને પાછી મને થોડી હવા કે આપણે ‘કમ્યુટર એન્જીનીયર’ બનીને તો જોઈએ. અને બાપદાદા ના સંસ્કારો કે એક વાર તો આપણે પોતે ટ્રાઈ કરી જ લેવી!!
થોડા દિવસ માટે લેપટોપને બાજુમાં મૂકી દીધું. વિચાર્યું કે ટાઈમ મળશે ત્યારે કરશું. જુનું લેપટોપ વાપરવા કાઢયું. પણ મને ચેન નહીં. એની યાદમાં મારી દાઢી વધી ગઈ કેમ કરતું ચેન ના પડે. એક દિવસ વાત વાતમાં ખબર પડી કે પેનડ્રાઈવથી લેપટોપ ચાલુ થઇ શકે અને ડેટા પાછો મળી શકે. પેનડ્રાઈવથી કર્યું સ્ટાર્ટ, ચાલ્યું તો ખરૂં પણ હાર્ડ ડિસ્ક જ નોતું બતાવતું . પછી ‘યા હોમ કરી પડો ફત્તેહ છે આગે તમારી’, 15-20 સ્ક્રુ ખોલી હાર્ડ ડિસ્ક જ કાઢી જોઈ, અને પછી લગાવી, ટ્રાઈ કર્યું ..ચાલ્યું ….ડેટા મળી ગયો. પછી ફોરમેટ મારવામાં કઈ ડર ના હતો. ફોરમેટ ચાલુ કર્યું પણ નાં ચાલ્યું ‘હાર્ડ ડિસ્ક ડેમેજ છે એવું બતાવે’, આખરે આખી હાર્ડ ડિસ્ક અલગ અલગ રીતે ફોરમેટ મારી જોઈ અને અંતે ચાલી ગયું અત્યારે મસ્ત ચાલે છે, ખાઈ પી ને મોજ કરે છે !! આમ મારી અને મારા લેપટોપની રિલેશનશીપ મને એના વગર બિલ્કુલ ના ચાલે!!

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *