હાઇટેક યુગમાં દાદા-દાદીની વાર્તાઓ વિસરાઇ

‘ચાલો ચિન્ટુ બેટા ઉંઘવાનો સમય થયો હવે રમવાનું છોડો અને હાથ-પગ ધોઇ ઘરમાં આવો…’ દાદીમાનો વહાલયભર્યો અવાજ સંભળાતો અને હરખાતો, મલકાતો ચિન્ટુ ઘરમાં દોડી આવતો, હાથપગ ધોઇને પહોંચી જતો દાદીમાના ખોળામાં અને કાલી ભાષામાં કહેતો
‘દાદીમા….દા…દી..મા મને વાલતા (વાર્તા) કહો ને ?”
અને દાદીમા ‘એક હતો ચકો અને એક હતી ચકી’ કહી વાર્તાનું કથન કરતા ચકાભાઇથી હાથીભાઇ અને પરીઓના દેશ સુધીની વાર્તા સાંભળતા સાંભળતા નાનકડો ચિન્ટુ આરામથી નિંદ્રાધીન થતો.
આ દ્રશ્યો બે દાયકા પહેલા ના છે. જમાનો ફાસ્ટ બનતા દાદા-દાદી સાથેનું સંયુક્ત પરિવાર વિભક્ત થતા આજનો ચિન્ટુ હવે મમ્મી પપ્પાની જોડે રહેવા લાગ્યો છે. તેથી તેનું વાતાવરણ પણ વિસરાવા માંડયું છે. કારણ મમ્મી પપ્પા મોંઘવારીના ચક્રવ્યુહમાં કમાવા માટે દોડતા હોઇ સાંજે થાકીને લોથપોથ થઇ ઘરે આવે ત્યારે ચિન્ટુભાઇને હાથીભાઇ કે ચકાભાઇથી રૂબરૂ કરાવી શકતા નથી. તેથી મોબાઇલ ફોન કે કોમ્પ્યુટર પર ગેમ્સ કે કાર્ટુન ફિલ્મ જોવા બાળકને પ્રેરે છે.
મોબાઇલ અને વોટસ એપ કે ફેસબુકના જમાનામાં ફેસ ટુ ફેસ બદલે આ ‘ઇલેકટ્રોનિક્સ ડિવાઇસીસ’ દ્વારા વાતો કરવાનું સહુ પસંદ કરવા લાગ્યા છે. ત્યારે કયા કથનનું પંચ તંત્ર, ચકા ચકી, અકબર બિરબલ, મિયાં ફુસકી જેવા અમર પાત્રો દાદા-દાદી કે
નાના-નાનીના બોખલા મોઢામાંથી રસસભર રીતે સાંભળવાનું શક્ય બનતું નથી.
એમ જોવા જઈએ તો આધુનિકતાના પ્રભાવ હેઠળ વાર્તા હજુ સાવ વિસરાઇ નથી કેટલાક સંવેદનસભર યુવાનોએ ફેસબુક પર વાર્તા લખવાનું શરૂ કર્યું છે. એક જમાનામાં વાર્તાઓને પુસ્તકો દ્વારા સાચવવામાં આવતી. ત્યારે આવા આધુનિક સાધનો ન હતા તેથી એક ગૃપ ભેગુ મળીને આમને સામને આ રીતે વાર્તા લખતા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *