શું તમે તમારા સંબંધની કદર કરો છો?

સંબંધ અને ઝાડના છાડવા બન્ને એક જેવા હોય છે જો તમે એને સંભાળવાનું ભૂલી જાઓ તો બન્ને સુકાઈ જાય છે.
મોડી રાતના કોઈપણ જાતની કટકટ વગર મારા મનપસંદનું શાક બનાવી મારી રાહ જોતી મારી મમ્મીની કીંમત મને ત્યારે સમજમાં આવી હતી. મે કેટલું સહેલાઈથી કહી દીધું કે હું બહારથી જમીને આવ્યો છું. આજે નોકરીના લીધે હું ઘરથી પહેલીવાર દૂર આવ્યો છું. પોતાના કપડા જાતે ધોઈ રહ્યો છું અને દરરોજ જમવાનું બહાર કાચુ-પાકું જમી રહ્યો છું, ત્યારે સમજાયું માની રાહ જોવાની આદત અને પછી મે આપેલો જવાબ એને કેવો લાગ્યો હશે. પરંતુ તેણે મને કોઈ દિવસ ફરિયાદ નથી કરી. આ વખતે સૌ પ્રથમ ઘરે જઈને માની માફી માંગીશ. આમ કહેતા જેહાનની આંખો ભીની થઈ ગઈ. અસલમાં પોતાની આસપાસ સુવિધા અને સુરક્ષામાં રહેતા લોકો પોતાના કમ્ફર્ટ જોનમાં રહેતા હોય છે તમે હમેશા એમના પ્રયાસોને નજર અંદાજ કરતા હો છો કે આ તો તેમનું કર્તવ્ય છે. આવું જ એક સાદુ ઉદાહરણ પતિનું પણ હોઈ શકે છે. જેમની પત્ની વરસોથી તેમની દિનચર્યાનો હિસાબ જે જમવાનું બનાવી આપવાથી ઓફિસના માટે કબાટમાંથી કપડાં કાઢી આપવાથી હાથમાં ટિફીન સાથે રૂમાલ આપવા સુધી કરતી હોય છે. દર મહિને આપેલા પૈસામાંથીજ ઘર ચલાવતી બાળકોને સ્કુલમાં મૂકવા અને સાથે લાવવાના કાર્યની સાથે લાઈટનું બીલ ભરતી પત્ની કોઈને ફરિયાદ નથી કરતી. પતિને પણ ત્યારે પોતાની પત્નીની કદર નથી હોતી.
અને આ માટે કોઈ કોઈ વાર દાળમાં મીઠું વધારે કે ઓછું હોય, શર્ટનું બટન નથી સિવ્યું જેવું બોલીને ઓફિસનો ગુસ્સો પત્ની પર ઉતારતા હોય છે. સાંભળવાની શક્તિ ઓછી થઈ જતા વૃધ્ધ પિતાનું જોરથી બોલવાનું તમારી ચીઢનું કારણ બની શકે છે. પણ તમે એ જ ભુલી જાવ છો કે એ પિતા છે જે તમને તાવ આવતા આખી આખી રાત તમારી પાસે બેસે છે. તમારી દરેક જરૂરત પૂરી કરે છે.
શું મતલબ છે જ્યારે સમય જતો રહે છે પછી તમને તમારા લોકોની કદર કરો છો. ત્યારે કોઈ મતલબ નથી રહેતો. આજથી જ નકકી કરો ઘરમાં મમ્મી, પપ્પા, ભાભી, બહેન, ભાઈ તમારા ઘરમાં કામ કરતા તમારા નોકરો પણ કેમ ના હોઈ તેમનો આભાર જરૂર માનજો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *