શાહ ઝેનાની ઓરત બેવફા નીકળી!

શાહ ગુસ્સાથી ગાંડો થઈ બખાર્યો કે અફસોસ હજુરતો મે સમરકંદમાંથી મારૂં કદમ પણ ઉઠાવ્યું નથી તેટલામાં આ બેવફા ઓરતે પોતાના ખાવિંદથી સરફેરવ્યું ને એક કમીના ગુલામને પોતાનો પ્યાર આપવાને હિંમત કીધી છે તેથી એ બન્ને નાકાપોને તેઓના કરતુકતની સજા કરવી સજાવાર છે એમ બોલીને પોતાની આબદાર શમોર કહાડી એકજ ઝટકે તે બે પાપીઓના તનના ચાર ટુકડા કરી નાખ્યા અને બેહદ ધિકકાર સાથ તેઓ તરફ ફરીને જોવા વગર તે જેવો બેમાલુમ આવ્યો હતો તેવોજ ગુપચુપ ત્યાંથી ચાલ્યો ગયો
બામદાદ થતાંજ શાહ ઝેનાને પોતાની મુસાફરી શરૂ કીધી અને મંજલ દર મંજલ કુચ કરતા તેઓ હિન્દ સરજમીનની રાજધાની કે જ્યાં શાહ શેહરીયાર રાજ ચલાવતો હતો તે જગાએ આવી પહોંચ્યો. શાહ શહેરીયારને આ ખુશ ખબર પહોંચી કે તે તરત જ પોતાના બહોળા લાહુલશ્કર, અમીર ઉમરાવ તથા અમલદારો સહિત શહેર બહાર આવ્યો અને પોતાનાં બહોળા મેદાનમાં લશ્કરની બે બાજુએ સફ સમારી તેમાં પોતાના ઘોડે સ્વાર લશ્કરને પહેલા રાખી તેની પાછલ પાયદળ લશ્કરને એવી તો રોનકદાર રીતે ગોઠવ્યું કે ગોયા એક મોટા ધોરી રસ્તાવાળું એક મોટું શહેર ત્યાં તુરત જ ઉઠી ઉભું થયું હોય તેમ લાગ્યું. શહેરની મોટી ભાગોળ આગળથી તે લશ્કરની સફ વચનો મોટો રસ્તો ખાલી મુકીને સમારવામાં આવી. જેવો શાહ ઝેનાન એક નાકાથી શહેરમાં દાખલ થવાને તે લશ્કરી દબદબાવાલા મેદાનને નાકે આવી પુગો કે શાહ શેહરીયાર તે ભાગોળ આગળથી સામો એસ્તેકબાલ લેવા નિકલ્યો. બન્ને નાકેથી ધીમી ચાલે બન્ને બીરાદર સામસામા ચાલી આવ્યા ને લશ્કરી સફની અધવચે એક થયા કે બન્ને બીરાદરો પોતાનં સ્વારીના ઘોડા પરથી ઉતરી પડયા અને ઘણે વર્ષે મળ્યાથી જે ખુશાલી તેઓને ઉપજી તેથી તેઓ પાઉપ્યાદા થતાંજ એકમેકને બગલગીરી કરી પડયા અને તેઓને આવી દિલોજાનીથી ભેટતા જોઈને લશ્કરે તથા પ્રજાએ ખુશાલીના એવાતો પોકારો ઉઠાવ્યા કે તેથી ગોયા આસમાન પણ ધ્રુજવા લાગ્યું. પોતાના બીરાદરને મળવાથી શાહ ઝેનાન ઘણો ખુશ થયો પણ પોતાની ઓરતની બેવફાઈ તેના મનમાંથી નિકળી નહીં, ને તેની યાદથી શાહ ઝેનાનના ચહેરા પર એટલી તો અસર થઈ કે શાહ શેહરીયારને તે માલમ પડયા વગર રહી નહીં. તેને પોતાના ભાઈના દિલને રિઝવવા સારૂં દર રોજ નવી નવી તરેહની ગમતો શોધી કાઢી અને દરરોજ રચના ભરેલી જીયાફતો આપવા માંડી પણ તેની સર્વે કોશેશ તેના ભાઈના શિકારગાહમાં શિકાર કરવા નીકળ્યો ત્યારે શાહ ઝેનાને માંદગીનું બહાનું કાઢી પોતાના ભાઈની સાથે જવા ના પાડયું, આથી શેહરીયાર ઘણો દલગીર થયો અને પોતાના બીરાદરને એકલો મૂકી પોતે શિકારે ગયો.
શાહ ઝેનાન પોતાના ઓરડામાં એક બારી કે જ્યાંથી હેઠળનો ભાગ દેખાતો હતો તે બારી આગળ ગમગીન મને આવી બેઠો.
(ક્રમશ)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *