સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

પોતાના રાજધાની શહેરના મુલકથી પેલી બાજુના છેક ચીનના દરિયા સુધીનો મુલક, એક રેશમી કપડાં ઉપર લખત લખી સીઆવક્ષને સોંપ્યો અને આખા મુલકને લગ્નની ખુશાલીમાં જયાફત આપી. નજદીક અને દૂરનાં જેબી કોઈ લોકો આવે, તેઓ માટે ખાણું અને શરાબ તૈયાર હતા. તેઓ ખાતાં અને પીતાં અને વળી પોતાની સાથે જેટલું લઈ જઈ શકાતું તેટલું લઈ જતાં. વળી પાદશાહે બંદીખાનાના દરવાજા ખુલ્લા કરી ઘણાક બંદીવાનોનો છોડી મેલ્યા. એક વર્ષ દહાડો સુધી એમ સીઆવક્ષ પોતાની મોહોરદાર ફીરંગીઝ સાથે કેટલોક વખત રહ્યો. પછી અફ્રાસીઆબે તેને કેહવડાવ્યું કે ‘તારૂં આ શહેર, મારા શહેરથી ઘણું દૂર છે, માટે તું નજદીકમાં આવી રહે. ત્યારે તે પાદશાહના શહેરની નજદીક આવ્યો અને ત્યાં સીઆવક્ષ ગર્દ નામનું સુંદર શહેર સ્થાપી તેમાં પોતાની ફીરંગીઝ સાથે રહ્યો.
એક વખત પીરાન ફરતો ફરતો સીઆવક્ષના આ નવા મહેલ તરફ આવ્યો અને તે મહેલની ખુબસુરતી જોઈ ખુશી થયો અને જ્યારે શાહ અફ્રાસીઆબ આગળ ગયો, ત્યારે એ શહેરની તારીફ કરવા લાગ્યો. એક વખતે પાદશાહ અફ્રાસીઆબે પોતાના ભાઈ કસરેવઝને સીઆવક્ષનું આ નવું શહેર જોવાને સીઆવક્ષ માટે કેટલીક ભેટ સોગાદ આપી મોકલ્યો. કસરેવઝ આ સુંદર શહેર જોઈ ખુશી થયો પણ તે ખુશી સાથે તેના મનમાં સીઆવક્ષ માટે અદેખાઈનો આતશ બરપા થયો. એક વખત સીઆવક્ષ સાથે કસરેવઝે મિત્રાચારીભરી રીતે લડાઈના હુન્નરો અજમાવી જોવાની માંગણી કીધી. પણ સીઆવક્ષે તે ના પાડી કે પાદશાહના નામવર ભાઈ જેવા શાહજાદા સાથે હું એમ હરીફાઈ કરૂં નહીં. પછી તે કસરેવઝના સરદારો સાથે કેટલીક રમતો રમ્યો અને તેમાં જીત પામ્યો. તેથી પણ કસરેવઝને તેનાં જોર અને હુન્નર માટે અદેખાઈ લાગી. ત્યાર પછી થોડોક વખત રહી તે અફ્રાસીઆબ આગળ પાછો ગયો અને ત્યાં સીઆવક્ષ કંઈ આગળના જેવો નથી. થોડો વખત થયો તેની આગળ ઈરાનનો કાસદ આવ્યો હતો અને વળી ચીન અને રૂમથી પણ કાસદો આવ્યા છે. તે કૌસ પાદશાહની સલામતી લે છે. વળી લશ્કર ભેગું કરે છે. તું જાણે છે કે ઈરાન અને તુરાન વચે આતશ અને પાણીના જેવી જાદૂઈ છે મારી ફર્જ છે તેથી આ વાતથી મેં તુંને વાકેફ કર્યો છે. વળી કસરેવઝે ફીરંગીઝ માટે પણ ખોટુ સમજાવ્યું કે ફીરંગીઝ પણ બીનમોહતાજ થઈ પડી છે. વળી લશ્કર પણ સીઆવક્ષને ચાહે છે અને તું જાણે ગોવાળશ વભરનો ભરવાડ છે. આ સઘળી સમજાવટથી પાદશાહ ચિંતાતુર થયો તેણે વિચાર કર્યો કે સીઆવક્ષને પોતાની આગળ તેડાવી, પોતે તેની વર્તણુંક તપાસવી. તેથી તેણે કસરેવઝને કહ્યું કે તું જા અને સીઆવક્ષને મારી આગળ તેડી લાવ.
(ક્રમશ)

Similar Posts

  • શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

    આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 February – 03 March 2023

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે સમયનો સદઉપયોગ કરી શકશો. ગામ પરગામ અવારનવાર જવું પડશે. તમારી સાથે કામ કરનારનું દિલ જીતી લેશો. અપોજીટ સેકસ સાથે મળીને તમારા કામ સહેલાઈથી પૂરાં કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી કરવા દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો. શુકનવંતી તા….

  • Caption This! – April 15, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 19th April, 2017. . . . . .[otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Ghadeda jaldi chal! Mumbai Indians ni match chalu thai gai!” – by Pakzan Khodaiji [/otw_shortcode_info_box]

  • શિરીન

    પછી એક નિસાસા સાથ તેણીએ જણાવી દીધું. ‘વેલ અનતુન, મને મોટા બાઈએ તારી સાથ ગાડી ધોવા મોકલાવી છે, તેથી આપણે કામ ચાલુ કરી દઈએ.’ એ સાંભળી તેણીના વરસોનાં જૂના ડ્રાઈવરનો મુખડો રાતો મારી ગયો, ને તેને મકકમતાથી કહી સંભળાવ્યું. ‘મીસી, તમો બાજુ થાઓ, હું એકલો ધોઈ નાખશ.’ ‘પણ અનતુન, જો મોટાબાઈ જાણશે તો ગુસ્સે થઈ…

  • ભારતમાં પારસીઓનું આગમન

    સંજાણ ડે દર વર્ષે સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે, આપણાં સમુદાયના ઐતિહાસિક મૂળને યાદ કરવા માટે, પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, ભારત પ્રત્યેની આપણી વફાદારી અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે. પ્રારંભિક પારસીઓના ભારતમાં આગમન વિશે બહુ ઓછું જાણીતું અથવા દસ્તાવેજીકૃત છે. સૌથી જૂનો રેકોર્ડ 1599 એ.સી.માં લખાયેલ કિસ્સે-સંજાણ છે….