સમાજમાં ક્ધયા કેળવણીનું મહત્વ

11મી ઓકટોબર, વિશ્ર્વ બાલિકાદિન તરીકે ઉજવવામાં આવે છે અને કોઈ પણ દેશની પ્રગતિનો મુખ્ય આધાર છે દીકરીની સારી કેળવણી. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી છીપમાં પાકતું અણમોલ રત્ન હોય તો તે સ્ત્રી છે. પણ હીરાની પરખ તો ઝવેરી જ કરી શકે ને! સમાજનો રૂઢિચુસ્ત વર્ગ તો એમ જ માને છે કે ‘સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ.’

સ્ત્રીઓના ઉધ્ધાર માટે આજે સ્ત્રી કેળવણી મહત્વની છે સ્વામી દયાનંદે લખ્યું છે કે, એક પુરૂષ શિક્ષિત અને સુસંસ્કૃત હોય તો માત્ર તે એકલો જ ઉપયોગી બને છે, પરંતુ એક સ્ત્રી શિક્ષિત, સમજદાર અને સુયોગ્ય હોય તો સમગ્ર કુટુંબ સુદૃઢ બનાવે છે.

હાલના સામાજિક દૂષણોને ઓછા કરવા સ્ત્રી કેળવણી જરૂરી છે ત્યારેજ સમાજ સાચા અર્થમાં સમાજ બનશે. આજના યુગમાં સ્ત્રી કેળવણી પામેલ હશે તો સાક્ષરતા અભિયાનની જરૂર રહેશે નહિ, કારણકે બાળકો શરૂઆતની કેળવણી પોતાની માતા પાસેથી મેળવે છે. સૃષ્ટિનું એક પણ ક્ષેત્ર એવું નથી કે જયાં સ્ત્રીઓએ પગલાં ન પાડયા હોય. સિદ્ધિનાં સોપાનો જે સ્ત્રીઓએ સર કર્યા હોય તો તે આજની કેળવણીને આભારી છે. કેળવણીના કસબને કારણે જ આજના સમાજમાંથી બાળ લગ્ન, દેહ વિક્રિય, દીકરી જન્મતાની સાથે જ દૂધ પીતી કરવા જેવા દૂષણોનો અંત આવ્યો છે. પુરૂષપ્રધાન સમાજમાં સ્ત્રી એ હવે પુરૂષના હાથનું રમકડું રહ્યું નથી કે જેને ઘરની ચાર દીવાલોમાં પૂરી જેમ નચાવવું હોય એમ નચાવી કે રમાડી શકે. કારણ સ્ત્રી હવે પુરૂષ સમોવડી બની છે. કેળવણી પામેલ સ્ત્રી આજના સમાજના અને રૂઢિચુસ્ત વર્ગના કરતૂતો બહાર પાડવા મેદાને પડી છે અને તેની યશ કલગી કેળવણી છે.

ગઈકાલની સ્ત્રી દહેજની આગમાં સળગતી, ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહેતી હતી. પરંતુ આજે, આજે આ સ્થિતિ રહી નથી. આજની સ્ત્રી વિજ્ઞાન અને સાહિત્યથી માંડીને રાજકારણ સુધીના ક્ષેત્રે પહોંચી ગઈ છે. ઈન્દિરા ગાંધી, માર્ગરેટ થ્રેચર, મધર ટેરેસા વગેરેના દ્રષ્ટાંતો આપણી આંખ સામે જ છે. પોતાનું વ્યકતિત્વ અલગ પાડીને કીરણ બેદી જેવી સ્ત્રીઓ સારી લેખિકા પણ બની શકી છે. આ બધાનું મૂળ કારણ શું? કેળવણી જ ને! ક્ધયા કેળવણીના વિકાસ અને પ્રચાર-પસાર માટે વર્તમાન સરકાર અનેક સારી યોજનાઓ અમલમાં મૂકી રહી છે.

આમ આજના યુગમાં સ્ત્રી કેળવણીનું અનેરૂ મહત્વ છે. જો સ્ત્રીઓને ઉચ્ચ કેળવણી આપવામા આવે તો આપણને વધુ સમજદાર પુત્રીઓ, વધુ પ્રેમાળ પત્નીઓ અને વધુ સુશીલ માતાઓ મળી શકે તેમ છે અને તેઓ જ વધુ સારા નાગરિકો ઘડી શકે જેમાં શંકાને સ્થાન નથી.

અંતમાં એટલું જ કહેવાનું કે ક્ધયા માટેના કેળવણીના રથ દરેકે દરેક મા બાપે ખેંચવો જરૂરી છે. દીકરીઓને ભણાવવી પડશે અને એની ચિંતા સમાજે કરવી પડશે.

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 July – 15 July 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 24મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તબિયતની ખાસ દરકાર લેજો. ખાવાપીવામાં ખુબ કાળજી રાખજો. નહીં તો તબિયતને બગાડતા વાર નહીં લાગે. જ્યાં કામ કરતા હશો ત્યાં ઉપરી વર્ગ તમને નાની બાબતમાં ઈરીટેટ કરશે. ખર્ચનું પ્રમાણ વધી જશે. રોજ ‘તીર યશ્ત’ ભણજો. શુકનવંતી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    17 November, 2018 – 23 November, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામ વીજળીવેગે પૂરા કરી શકશો. તમારી સાથે કામ કરનારના મદદગાર બની શકશો. ગુરૂ તમને મુસીબતમાં બહાર નીકળવાનો સીધો રસ્તો બનાવી દેશે. નાણાકીય બાબતમાં ધારશો તેના કરતા વધુ કમાવી શકશો. ફેમિલી પાછળ ખર્ચ કરવામાં કોઈ કસર નહીં…

  • જાલેજરની બાનુ રોદાબે

    પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું…

  • Hosi! Pesi! Rusi! Alamai! Pilamai! Colamai! Where Are Your Umbrellas??

    IT IS RAINING FALSE PROMISES!!! It appears that after Parsi Times exposed the fake promises of ‘converting Licensee to Tenancy’ and the huge stamp duty involved, the Mehta father-son duo are trying desperately to disprove (or prove) the stamp duty calculations. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] IT SEEMS THAT THE SITTING TRUSTEE IS DESPERATELY TRYING TO CONVINCE…

  • આપણું શરીરશાસ્ર

    મજબૂત ફેફસા: આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. આવી કોઇ ફેક્ટરી નથી: આપણું શરીર દર સેક્ધડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર…