શાહ ઝેના પાસે શેહરીયારે માગ્યો ખુલાસો

પણ એક નવુંજ કોતક તેની નજરે પડયું. એકાએક તે મહેલને લગતો એક છુપો દરવાજો ઉઘડી ગયો અને તે રસ્તેથી આશરે વીસ સ્ત્રીઓ નિકળી આવી. તેઓની વચમાં સુલતાના પોતે હતી. જે બાંદીઓ સુલતાના સાતે હતી તેઓએ પોતાના મોઢાં ઉપરનો બુરખો ઉઠાવી લીધો તથા જે મોટા ઝભા પહેરેલો હતા તે તેઓએ કાઢી નાખ્યા. શાહ ઝેનાન જોઈ અચરત થયો કે તેઓમાં દસ ગુલામો હતા અને તેઓ દરેકેે એકેક સ્ત્રી પસંદ કરી લીધી. સુલતાના પોતાના હાથની તાળી વગાડી મશૌદ! મશૌદ! એ રીતે પોકાર કરવા લાગી. તેજ વેળા એક ગુલામ તેની આગળ દોડી આવ્યો અને તેઓ ત્યાં સર્વે એક બીજા સાથે છુટથી વાતચીત અને ગમત કરવા લાગ્યા!
શાહ ઝેનાને આ કૌતુક જોયું ત્યારે બોલવા લાગ્યો કે મે મારા મનમાં વિચાર્યુ હતું કે મારા સરખો કમબખ્ત બીજો કોઈ હશે નહીં પણ આ હિસાબે તો મને એમ વિચારવાને કાંઈ પુરતો સબબ રહેતો નથી કારણ દુનિયાજ પાપમાં ગિરફતાર છે’ પછી તેને પોતાના દિલમાંથી ગમગીની કાઢી નાખી. તેને પ્રથમની પેઠે ખાવા પીવા માંડયું અને ઘણોજ સારો સ્વભાવ અખત્યાર કીધો અને જ્યારે સુલતાન વિશકાર કરી પાછો ફર્યો ત્યારે તે પોતાના ભાઈને હસ્તે મુખે એસ્તેકબાલ લેવા ગયો.
સુલતાન પોતાના ભાઈને ખુશ જોઈને ઘણોજ રાજી થયો અને કહેવા લાગ્યો કે ફ્યારા બીરાદર હું જોતો આવ્યો છું કે જે દિવસથી તમે મારી દરબારમાં આવ્યા છો તે દિવસથી ઉદાસીથી તમે હેરાન છો પણ હાલ હું તમને ઘણાજ ખુશ મિજાજમાં જોઉં છું. તેથી મને કહો કે તમો પહેલા એટલા ઉદાસ કેમ હતા અને હા ખુશ મિજાજમાં છો તેનું કારણ શું?’
એ ઉપરથી તે સમરકંદનો શાહ કેટલો વખત સુધી મોટા વિચારમાં પડયો કે પોતાના બીરાદરને કયા પ્રકારનો જવાબ આપવો પણ અંતે તેણે આ મુજબ જવાબ આપ્યો કે ‘પ્યારા બિરાદર તમને મને જવાબ આપવો પડશે. હું કોઈબી બાહનું બતાવી મુંગો રહેનાર નથી. તેણે વિચાર કર્યો કે ભાઈને ખુલાસો આપીશ તો તેનું દિલ જરૂર દુ:ખી થશે. પણ જ્યારે તેણે જોયું કે તેના ભાઈની જીંદની સામે તે થઈ શકતો નથી ત્યારે સમરકંદની રાણીની દગલબાજીની સર્વે હકીકત તેની આગળ તેણે કહી સંભળાવી અને બોલ્યો કે મારા દિલમાં જે ગમે મુકામ કીધો હતો તે આ સબબથી હતો તેથી પ્યારા બીરાદર તમેજ વિચાર કરો કે ગમગીન રહેવાને મારી પાસે પુરતો સબબ હતો કે નહીં? એટલું બોલી તે પાછો ખામોશ રહ્યો.
પણ શાહ શેહરીયાર આટલા ખુલાસાથી સંતોષ પામ્યો નહીં અને બોલ્યો તમારી ગમગીનીનું મૂળ તો મેં જાણ્યું પણ તે ગમગીની એકાએક કેમ જતી રહી તેનો સબબ જાણવાનો હું ઘણો આતુર છું માટે પ્યારા બીરાદર કાંઈબી બાબત છુપાવ્યા વગર તમો પૂરતો ખુલાશો કરશો એવી મને આશા છે.
(ક્રમશ)

Similar Posts

  • The Perfect Time For Fudge: ‘NINE 15’!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]‘PT Push’ is Parsi Times’ endeavour to promote and encourage the spirit of entrepreneurship in our Community. This column is dedicated to furthering the cause of all our budding entrepreneurs – immaterial of age or any other considerations. We do this by sharing their efforts with our readers, to gain your support in…

  • Atashgah: The Hillside Agiary In Isfahan, Tehran

    Iran, the home of ancient Zoroastrian sites, still retains otherworldly charm in many of its structures. One such is the ‘Atashgah’ – an ancient fire temple in Isfahan Province, located between the city of Isfahan and Najaf-Abad. Currently, the remains of the ruined temple on the top of a rocky mountain draw the attention of…

  • Caption This – December 16, 2017

    Calling all our readers to caption this picture! The wittiest caption will win a fabulous prize! Send in your captions at mail.parsitimes@gmail.com by 20th December, 2017. [otw_shortcode_info_box border_type=”bordered” border_color_class=”otw-blue-border” border_style=”bordered” rounded_corners=”rounded-10″ background_color=”#c4dbff”] Winning Caption “Amit Shah: ‘G’ for? Modi: ‘G’ for Gujarat! Amit Shah: No! ‘G’ for ‘Gone’gress!!” – By Piran C. Tarapore [/otw_shortcode_info_box]

  • Your Moonsign Janam Rashi This Week –
    16 December, 2017 – 22 December, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી તમે ચેરિટી સોશિયલ કામો સારી રીતે કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. થોડીઘણી બચત કરીને સારી જગ્યાએ રોકાણ કરજો.  ગુરૂની કૃપાથી કોઈ મિત્રના મદદગાર બનશો. ચાલુ કામમાં તમને આનંદ મળશે. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે એકસ્ટ્રા કામ કરવામાં…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07th December – 13th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ચેરીટી કે કોઈને મદદ કરવાનું મન થતું હશે. મિત્રોમાં કોઈને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરની અંગત વ્યક્તિને દરેક બાબતમાં ખુશ રાખી શકશો. જયાં જશો ત્યા માન-પાન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    16 June, 2018 – 22 June, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધીમાં મનને શાંત રાખીને અગત્યના કામો કરવામાં સફળ થશો. ઉતરતી ચંદ્રની દિનદશા નાની મુસાફરીનો ચાન્સ અપાવી દેશે. મિત્રોથી કોઈબી વાત  છુપાવા કરતા મનની વાત કરી દેશો તો બોજો ઓછો થઈ જશે. ઘરની વ્યક્તિની ડિમાન્ડ પહેલા પૂરી કરી લેજો. બાકી 25મીથી…