ડો. ઝુલેકા અને ડો. માલ્કમ હોમાવઝીરને સન્માનિત કરવામાં આવ્યા

16મી ઈન્ટરનેશન કોમર્સ અને મેન્જમેન્ટ કોન્ફરન્સમાં 5મી ઓક્ટોબર, 2018 ના રોજ, મુંબઇ યુનિવર્સિટી દ્વારા ડો. ઝુલેકા અને ડો. માલ્કમ એફ. હોમાવઝીરનું ‘ગ્લોબલ ઈકોનોમી, ઈનસોલ્વન્સી અને બેન્કરપ્ટસી કોડ’ના રીસર્ચ માટે સન્માન કરવામાં આવ્યું હતું.

મુંબઈ યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન ડો. વિવેક દેવોલંકર દ્વારા વિલ્સન કોલેજ ખાતે મેનેજમેન્ટ સ્ટડીઝ વિભાગના અધ્યક્ષ ડો. ઝુલેકાને હુકમપત્ર પ્રદાન કરવામાં આવ્યું હતુંં.

જ્યારે આઇએસએમઇ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપના  એસોસિયેટ ડિરેક્ટર ડો. માલ્કમને ઉચ્ચ શિક્ષણના ડિજિટલાઇઝેશનના પ્રભાવનું મૂલ્યાંકન કરવામાં અને તેમના ઉદ્યોગસાહસિકતા, નાણાકીય ક્ષેત્રે નિપુણતા માટે સંશોધનના ક્ષેત્રે સન્માનિત કરવામાં આવ્યા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *