ગાહો વિશે

ગાહોની કુદરતમાં જગા શું છે, તેઓને ભરવાનો ફાયદો શું છે તે જોઈએ. નીસ્તી-ગેતીને હાડમંદ કહે છે એટલે તેઓ જમીન થામ, દીઠ કે અણદીઠ રીતનું રાખે છે, કે જેની ઉપર આસમાનનો ઘેરાવો છે અને જેઓની વચમાં વાતાવરણ છે અને જમીન-વાયુ-આસમાનની ઉપર વખતનો દોર ચાલુ છે. આ આખી નીસ્તીની હદ છે. આવી હદ દોરનારને એટલે નીસ્તીની સીમાના વીસ્તારને ઝરેહ વોઉરૂકષ કહે છે. ઝરેહ વોઉરૂકષ પોતે તેજ બહારની હસ્તીની જગતનું પરિણામ છે, હસ્તીની જગતની તસવ્વર (સમજ) આપણા ખ્યાલમાં આવે નહીં. ત્યાં આસમાન-વાયુ છે પણ તેઓ એકમેકમાં મળ્યાજ કરે છે. આવી હસ્તીમાં પાયા તરીકે આથ્ર પુથ્ર અહુરહે મઝદાઓમાંથી આતરે બેરેઝો સવંઘહ નીકળીને અનગ્ર રઓચાઓ ઉભું કરે છે એટલે હમેશગીની રોશનીની ઝરવાને અકરનેની ગતિ કરે છે. અહીં બેરેઝ છે, ઉંચાઈઓ છે ગોયા અલંકારીક પહાડો છે, આમાંના એકનું નામ હુકઈર્ય છે. આ હુકઈર્યમાંથી આપ કહેતા નીસ્તી રચવાના આશીર્વાદો નીકળે છે. આ અપાંમ નપાત પોતે અહુર તરીકે થઈ એટલે નીસ્તી રચવાની સાહેબીના પરવાનાવાળો થઈને પોતે પોતામાં પડેલી ગતિઓ જેઓબી આપ તરીકે જ ઓળખાય છે, તેઓને પેલા પડી રહેતા હુઈકર્યના આશિર્વાદોથી પકવી ગવ-ચીથ્ર રૂપ કરીને આગળ દોરવે છે. ઉપર આથ્ર પુથ્ર અહુરહે મઝદાઓની ગતિ જોઈ, જેમાંથી આંતરે બેરેઝો સવંઘહની આતશી ગતિ અને બીજા હસ્તીના આતશો થયા છે. આ બધા આતશો હસ્તી નીસ્તીના જગતોનો વિસ્તાર છે. તેઓ દોરાનરૂપમાં એક એકને ઘેરી રહે છે. બધું મળીને દાદાર પોતામાંથી 14 દોરાનરૂપ-વિસ્તારો કાઢે છે. જેમાના છ વિસ્તારો એટલે મીનોઈ આતશોની પહેનાઈ અને દોરન ઉપર હસ્તીનું જગત ઉભું થયું છે અને સાતમાં મીનો કરકોના  દોર ઉપર અને તે દોર પછીના બીજા આઠ દોરાનરૂપ વિસ્તાર ઉપર નીસ્તી ગેતી ઉભી થઈ છે

દાદારમાંથી નીકળેલા આથ્ર પુથ્ર અહુરમઝદના આતશી વિસ્તારમાંથી બીજા પાંચ વિસ્તારો નીકળી તેઓ ઉપર હસ્તીનું જગત થઈ રહે છે તેની નોંધ લીધી. આ છઠ્ઠા વિસ્તાર ઉપર જે હસ્તીના જગતનો ભાગ એટલે અસ્મ છે તેમાં અપામ નપાત નામની જગા છે, કુંડ છે. સાતમો દોરાન કરતો વિસ્તાર નામે મીનો કરકો, અપાંમ નપાત નામની મીનોઈ જગા-કુંડ આગળથી શરૂ થઈને દોરાન રૂપ વિસ્તારમાં નીસ્તી ઉભી થવા માટે કરીને ફરી રહ્યો છે. આ આતશ ગોયા તે આથ્ર પુથ્ર અહુરમઝદજ છે. હુકઈર્ય પહાડ જે હસ્તીની જગત કે જેમાં નવ આસમાનો છે તેવા જગતના પાયારૂપ છ આતશી વિસ્તારોમાંના બીજા આતરે બેરેઝો સવઘંડના વિસ્તાર ઉપરના બીજા અસ્મ નામે અનગ્ર રઓચાઓને લગતો એક અલંકારિક પહાડ છે તે પહાડ પરથી વરસ્તા આશિર્વાદો અપાંમ નપાતની ગતિને તેઝ કરીને આ મીનો કરકોમાં મોકલે છે જેમાંથી ઝરેહ વોઉરૂકષ થઈ રહે છે એટલે નીસ્તીની ભુગોળ થઈ રહે છે. અપાંમ નપાતનું મરકઝ હસ્તીમાં કર્યા છે તેને હસ્તીનાં બીજા અસ્મો અષ્નો સાથે શું સંબંધ છે, હસ્તીના અસ્મોનાં ફરવાથી તે અપાંમ નપાતની ગતિ કેમ ચલીત થાય છે, હસ્તીનાં અસ્મોના ફરવામાં હુકઈર્ય પહાડનું આપ શું ભાવ ભજવે છે એટલે ગરદુને ગરદાનનો ભેદ નીસ્તીને અપામ પનાતમાંથી ઉભો કરવાનો શું છે. તેની ગુહ્યા બીકટ વિગત કહેવાનો આ મોકો નથી. હયાં તો આટલું જ માની લેવાનું છે કે અનગ્ર રચનાઓના હુકઈર્ય પહાડમાંથી અપ=આશીર્વાદનું પાણી અપામ નપાતમાં પડીને અપામ નપાતમાંથી ગતિને કાઢીને મીનો કરકોમાં મોકલે છે, જેમાંથી ઝરેહ વોઉરૂકષ=કુલ નીસ્તીને ઘેરતો ઉભો કરતો આસ્માનનો ચકરાવો ઉભો થાય છે. આ ઝરેહમાંથી નીસ્તી ઉભી થાય છે, જે હાડમંદ છે, ઝમાન-જમીનવાલી છે, ઝરેહ વોઉરૂકષની બહાર રહેલી હસ્તીમાં આવો બનાવ જમીન-ઝમાનનો નથી. આવો બનાવ તો મીનો કરકોની ગતિથી ઉભો થાય છે. ત્યારે મીનો કરકોમાં એવી ગતિ છે કે હસ્તીના આશીર્વાદોમાંથી થયેલા અપામ નપાતના પાણીમાંથી જ એટલે ગતીમાંથી જ નીસ્તી એવી કરે છે કે જે હસ્તીથી તદ્દન જુદી હમેશગી બદલાય અને તેથી હસ્તીના સીધા સંબંધ વગરની થઈ શકે છે.

(વધુ આવતા અંકે)

Similar Posts

  • Happy Woman’s Day!

    [otw_shortcode_info_box border_type=”border-top-bottom” border_style=”bordered” border_color=”#020e7a” css_class=”a”] Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary. [/otw_shortcode_info_box] . Ah yes! Every year March 8th is celebrated as International Woman’s Day, solely dedicated to the more or less 3.82…

  • Caption This – 25th March

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 29th March 2023. . [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and…

  • Jio MAMI Film Festival Coming Soon!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Jio MAMI (Mumbai Academy of Moving Image), Mumbai’s premier Film Festival in its 19th year, graces Mumbai film enthusiasts, from 12 to 18 October, 2017. Parsi Times film critic Hoshang K. Katrak brings you exciting details shared at the press conference, on 14th September. [/otw_shortcode_info_box] Partnered by Star, with co-sponsors including Govt. of…

  • Parsi Gate To Be Temporarily Shifted For Building Coastal Road

    After having secured the Heritage Committee’s clearance for taking a kilometre of the Marine Drive stretch for its Coastal Road project, the Bombay Municipal Corporation discovered that the Parsi Gate, which is located on this stretch, will need to be temporarily relocated, for the construction of the coastal road. The Parsi Gate, situated opposite the…

  • Unlocking The Lockdown

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Our community’s leading medical luminary, Dr. Keki Edulji Turel commands 47 years of expertise in neurosurgery and is a Consultant Neurosurgeon, Prof. Emeritus, Dept of Neurosurgery at the Bombay Hospital Institute of Medical Sciences. Known for his compassionate outlook towards his patients, Dr. Keki Turel is the Managing Trustee at Mumbai Institute of Neurosciences…