થોડો સમય કુટુંબ માટે…

એક પિતા એ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાધ્ધ કરવામાં પાંચ કલાક. તો હું એમ કહું છુ કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરૂં છું.

મારી બોડીનું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ 8 કલાકનો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે અને 8 દિવસ સુધી રોજ 1 કલાક મારી પાસે બેસ…

કડવું સત્ય છે પ્રમાણિક પણે સ્વીકારવા જેવું છે. આપ ગમે તેટલા વ્યસ્ત હો, ઓફીસ ના સમયમાંથી માત્ર એકાદ બે મિનીટ નો સમય કાઢી ને ઘરે ફોન કરો મમ્મી-પપ્પા જમ્યા? દવા લીધી? કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ.. (માતા પિતાનો જવાબ મળશે નિરાંતે આવજે બેટા ) અને ઘરે આવી, ટીવીનું બટન અને છાપુ છોડી મમ્મી-પપ્પા પાસે બેસી ખબર પૂછો તો તેજ કહેશે, બેટા થાકી ગયો હોઈશ, જા હાથ-મો ધોઈને જમી લે અને આરામ કર.

માત્ર વડીલોને 1 કલાક આપવાથી તેમના 23 કલાક સારા જશે.

અને અડધી બીમારી દવા વગર સારી થઇ જશે…

પછી તસ્વીર લાગણી નહિ સમજી શકે અને ફૂલ ગયું ફોરમ રહી ગઈ તેમ પેપરમાં આપવાની જરૂર નથી..

તેના કરતા, તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધ ને અને જરૂરિયાત વાળા ને આપો. પિતા ને રસ્તો ક્રોસ કરવો છે.

તમે એકદમ ફ્રી છો હવે પિતા ને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે  તેમ વિચારી નોકર ને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતા ને નોકરના સ્પર્શમાં દીકરાના સ્પર્શ નો આનંદ અને સંતોષ નહિ મળે તમે જો ઉભા થશો તો પિતા જ કહેશે તું બેસ, કામ કર રામુ ક્રોસ કરાવી આપશે અહી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી તરફ કામ કરશે વડીલોની જરૂરિયાત સીમિત હોય છે.

કોઈ વખત માતા પિતા ને તેની જરૂરી ચીજ ચુપ ચાપ લાવી સર પ્રાઈઝ આપી છે?

 એક વખત ટ્રાય કરો તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે. ઉમર થતા વડીલોનો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું હું પણ વૃદ્ધત્વની હરોળમાં ઉભો છુ..

Similar Posts

  • આશા પુન:પ્રાપ્તિની

    ગુજરાતના એક નાના ગામમાં રહેતો હોશંગ અમલસાડીવાલા પોતાની મુશ્કેલીઓથી કંટાળી ગયો હતો. આય લોકડાઉન ક્યારનુંયે પતી ગયું હતું પરંતુ તેમની જિંદગીનું લોકડાઉન પત્યું નહોતું. પહેલા નોકરી ગઇ અને પછી ઘરની આર્થિક સ્થિતિ નબળી બની ગઇ હતી. જીવન રોજે રોજ નવી ઉપાધિઓ લઇને આવતું હતું. બાકી રહી ગયું હતું તેમ હોશંગને કોરોના થયો અને શરીરનું જોમ…

  • SII Vaccine Update: ‘Covishield’ To Be Available By January 2021

    The COVID-19 vaccine being developed by Oxford University and British firm – AstraZeneca, named Covidhield, could well be available in India within a couple of months – by January 2021, said Adar Poonawalla, the CEO pf Pune-based Serum Institute of India (SII) Adar Poonawalla said on 4th November, 2020. The vaccine is currently undergoing Phase…

  • Chomp And Cheers: Goan Prawn And Squid Curry

    Ingredients: 2 Grated Coconuts, 15gms Whole Coriander, 3gms Jeera, 1gm Methi Seeds, 3gms Black Pepper, 15gms Garlic, 10gm Ginger, 50gm Kashmiri Chilli, 2.5gm Curry Leaves, 400gm Onion, 2.5gm Turmeric Powder, 75ml Oil, 10gm Salt, 500ml Water, 500gm Prawns, 300gm Clean Squid, 500gm Coconut Milk, 50gm Lady Finger Fry, 25gm Kokam. Method: In a sauce pan…

  • અંતે, એક ઠરાવ!

    12મી ઓક્ટોબરના રોજ યોજાયેલી છેલ્લા સપ્તાહની બીપીપી બેઠક દરમિયાન, બીપીપીની ચૂંટણીઓ ફરીથી મુલતવી રાખવાનો ઠરાવ, આ વખતે ઓક્ટોબર 2022 સુધી, માત્ર બે ટ્રસ્ટીઓ દ્વારા પસાર કરવામાં આવ્યો હતો, જેના પરિણામે સમુદાય વધુ અને સતત દૂર થઈ શકે છે. ચેરપર્સન આરમઈતી તિરંદાઝ અને ટ્રસ્ટી વિરાફ મહેતાએ આ ઠરાવ પસાર કર્યો, ટ્રસ્ટી ઝર્કસીસ દસ્તુરની ગેરહાજરીમાં, ચેરપર્સનના વધારાના…

  • માં તે માં

    કાળ બદલાયો, કાળજું બદલાયું કે કિસ્મત બદલાયું… જે કહો તે, પણ.. જે સંસ્કૃતિમાં પિતાના એક વચને ’રામ’ રાજ્ય છોડી દે. એ જ દેશમાં, દીકરાએ બાપને રેમન્ડ છોડાવી દીધું. 12000 કરોડથીય વધુ રૂપિયાના રેમન્ડ ના વિરાટ સામ્રાજ્યને ઊભું કરનારા, વિજયપત સિંઘાનિયાને એમના દીકરાએ ઘર બહાર રખડતા, ને લારી પર પાઉંભાજી ખાતા, ને 300 રૂપિયાની ઓરડીમાં રહેતા…