સીઆવક્ષની બાનુ ફીરંગીઝ

કસરેવઝ સીઆવક્ષ આગળ ગયો અને શાહનો પેગામ કહ્યો. સીઆવક્ષ અફ્રાસીઆબ આગળ આવવા તૈયાર થયો. ત્યારે કસરેવઝે ફરેબથી તેને તેમ કરતો અટકાવવાની કોશેશ કરી, તે ઢોંગ કરી આંખમાંથી આંસુ રેડી રડવા લાગ્યો. સીઆવક્ષે કારણ પૂછતાં કહ્યું કે મને તારી ઉપર દયા આવે છે. મારો ભાઈ અફ્રાસીઆબ ઘણો બૂરો છે. તું તેને ભોળાઈથી પિછાનતો નથી. તે તુંને મારી નાખવાની ગોઠવણ કરે છે કારણ કે તું ઈરાનનો શહેજાદો છે અને ઈરાન અને તુરાન વચ્ચે અસલથી વેર છે. માટે તું બચવાને માટે કોઈ ઉપાય શોધ. એવી ઘણીક ખોટી વાતોથી સીઆવક્ષ ઠગાઈ ગયો અને કસરેવઝની શીખવણીથી શાહ પર એવો જવાબ લખ્યો કે હું ખુશીથી આવતે અને ફીરંગીઝ પણ આવતે પણ તેણીની તબીયત ઠીક નથી માટે તેણી સાજી થશે ને હું આવીશ.

જ્યારે અફ્રાસીઆબે સીઆવક્ષનો આ જવાબ જાણ્યો અને જોયું કે તે તેડાવ્યા છતાં આવતો નથી ત્યારે તેનો શક મજબૂત થયો અને કસરેવઝે તેને જે કહ્યું હતું તે તેણે ખરૂં માન્યું. વળી કસરેવઝે તેને ખોટું કહ્યું કે જ્યારે આફત આવે ત્યારે નિરાંતે બેસવાનું કારણ નથી. સીઆવક્ષ તો નહીં મને લેવા આવ્યો કે નહીં તેણે મારા સખુનો સાંભળ્યા. કે નહીં તારૂં કાગળ વાંચ્યું તખ્ત પછવાડેની છેલ્લી જગ્યા તેણે મને આપી. ઈરાનથી તેના ઉપર એેક કાગળ આવ્યું છે અને ચીન અને રૂમથી થોડાક વખતમાં તેને માટે લશ્કર આવશે. માટે જો તું કાઈપણ ધીલ કરશે તો ખરાબ થશે.

આ સઘળાથી અફ્રાસીઆબ ઉશકેરાયો અને સીઆવક્ષ ઉપર ચઢાઈ લઈ જવાની તૈયાર કીધી. પેલીગમ સીઆવક્ષે સઘળી હકીકત ફીરંગીઝને કહી. તેણીએ વાતથી દિલગીર થઈ પણ સીઆવક્ષે દિલાસો કીધો કે ફીકર નહીં. કસરેવઝ મારો મિત્ર છે. તે પાદશાહને થંડો પાડશે. એ પછી ત્રણ દહાડે, રાત્રે સીઆવક્ષ ઉંઘમાં એક સ્વપ્નો જોઈ બિહિ ઉઠયો અને ચીચ્યારી પાડી. ફીરંગીઝે તેને પેટમાં દાબ્યો અને તુરત આતશ ઉબર ખુશબો મૂકી અને તેને બિહિવાનું કારણ પૂછયું. સીઆવક્ષે કહ્યું કે મેં સ્વપ્નામાં અફ્રાસીઆબને લશ્કર લઈ આવતો અને આપણા શેહર સીઆવક્ષ ગર્દને બાળી નાખતો જોયો છે. ફીરંગીઝે દિલાસો દીધો કે કાંઈ નહીં એ તો કાંઈ સારૂ થશે તેની નિશાની છે.

હવે પાદશાહ અફ્રાસીઆબ લશ્કર લઈ આવ્યો ત્યારે કસરેવઝે સીઆવક્ષ પર પાછો એક છુપો પેગામ મોકલ્યો કે હવે તું તારો બચાવ કરવાના ઉપાય લે કારણ અફ્રાસીઆબ ઉપર મારી સમજાવટ ફોકટ ગઈ છે. ફીરંગીઝે સીઆવક્ષને કહ્યું કે તું મારી ફીકર ના કર, પણ તારો જાન બચાવવાની કોશેશ કર.

સીઆવક્ષે હવે પોતાનું સેવટ આવી પહોંચેલું જોયું તેણે પોતાની વહાલી ફીરંગીઝને છેલ્લી આગાહી તરીકે નીચે મુજબ સખુનો કહ્યા. મેં જે સ્વપ્નો જોયો તે ખરો પડતા દિસે છે અને મારી કીર્તિ તમામ થઈ છે. મારી જીંદગીનો છેડો આવ્યો છે. જો મારા મહેલની ટોચ શનીશ્ર્ચર સુધી પહોંચે તો પણ મારે મરવું છે. જો હું 1200 વર્ષ જીવું તો પણ છેવટે મારે મરવું છે. હાલ તુંને હમેલ છે અને તેનો પાંચમો મહિનો છે. તારે પેટે એક નામાંક્તિ ફરજંદ અવતરશે તેનું નામ તું કેખુશરો રાખજે. તે ફરજંદથી તુ દિલાસો લેજે. ખોદાના ઈનસાફથી બુલંદ ખોરશેદથી તે શીહા જમીન તલક કોઈ છુટવાનું નથી. એક મચ્છરની પાંખથી તે એક મસ્ત હાથી સુધી શું પાણીના  મગરો કે નીલનો દર્યાવ કોઈ પણ છુટવાનું નથી.  અફ્રાસીઆબના હુકમથી મારૂં માથું કાપી નાખવામાં આવશે અને નહીં કોઈ મારૂં કફન કરશે, કે નહીં મારે માટે કોઈ રડશે. અફ્રાસીઆબના ચોકીદારો તુંને પણ રખડતી કરશે, પણ પીરાન આવી તારે માટે તારા બાપ પાસે મહેર મેળવશે. તેને ત્યાં તું કેખુશરોને જન્મ આપશે. પછી ઈરાનથી એક સરદાર આવી તુંને અને તારા છોકરાને જેહુન નદીને આ પારથી પેલે પાર, ઈરાનના મુલકમાં લઈ જશે. તે છોકરો મોટો થઈ મારો કિનો લેશે.

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    1 January – 7 January 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલું હોવાથી હાલમાં તમારું માથું ઠેકાણા ઉપર નહીં રહે. તમારા સીધા કામો બી તમે સારી રીતે નહીં કરી શકો. બીજાને મદદ કરવાની કોશીશ બી કરતા નહીં. નાણાકીય બાબતમાં બોજો ખૂબ જ વધી જશે. તબિયતમાં પેટમાં એસીડીટી, ગરમીથી પરેશાન થશો. ડોક્ટરની…

  • Your Monthly Numero-Tarot

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you Dr. Jasvi’s monthly column on her unique Numero-Tarot Readings, based on your birth month.[/otw_shortcode_info_box] . January (Lucky No. 11; Lucky Card: Justice): Happiness, success and peace is on the plate for this month. Justice is on the cards. Legal matters will get sorted out soon. Your self-confidence is the…

  • ચણાના લોટનાં ઢોકળાં

    સામગ્રી: 1 કપ ચણાનો લોટ, 1 ટી. સ્પૂન લીંબુના ફૂલ, 1 ટી. સ્પૂનખાંડ, ચપટી હળદર, 1 ટી. સ્પૂન ફ્રૂટ સૉલ્ટ અથવા બૅકિંગ પાઉડર, સ્વાદપ્રમાણે મીઠું.વઘાર માટે: 1 ટી. સ્પૂન તેલ, 1 નંગ લીલા મરચાં, 1 ટી.સ્પૂન રાઈ, મીઠો લીમડો, સજાવટ માટે કોથમીર અને લીલુંકોપરું. બનાવવાની રીત: એક બાઉલમાં ચણાનો લોટ લેવો. એક વાટકીમાં લીંબુના ફૂલ,…

  • Let Me Not Lack Will, O Mazda!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Start your weekend with positive vibes with inspirational excerpts from the acclaimed book,  ‘Homage Unto Ahura Mazda’ by Dasturji Dr. Maneckji Naserwanji Dhalla of Karachi.[/otw_shortcode_info_box] The man of character and the man of talents and the man of intellect accomplish great things in the world, but it is the man of resolute and…

  • હસો મારી સાથે

    એક ભિખારી બપોરે એક વાગ્યો એટલે ભીખનો વાડકો ઊંધો કરીને સુઈ ગયો. કોઈકે સલાહ આપી ‘તું ભલે સુઈ જાય, આ વાડકો તો સીધો રાખ. કદાચ કોઈ અહીંથી જતા જતા વાડકામાં સિક્કા નાખતા જાય.’ ભિખારીએ આંખ અર્ધી ખોલી ને જવાબ આપ્યો ‘ના રે ના! કોઈક બે પાંચ રૂપિયાનો સિક્કો નાખી જાય ને અવાજ થાય, નકામી લાખ…

  • Beat The Wheat!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…