સાચ્ચી બંદગી અને તેની સાથે થોડી વહેવારૂ દીની તરીકતનો જાણવાજોગ ખુલાસો

ખરેખરી બંદગીના ત્રણ પ્રકાર છે

1) તનની 2) મનની 3) રવાનની બંદગી

મનની બંદગી: તનની બંદગી પુર બહારમાં પળાતી હોવાને લીધે આપણે અહુ યાને તરીકત પાળી અશોઈથી ખીલવેલાં બાતેની અંત:કરણનો જાતી સ્વભાવ ખીલે છે અને તે ખીલવાના સબબે બાતેની અંત:કરણનો જાતી સ્વભાવ ખીલે છે અને તે ખીલવાના સબબે કુદરતમાં જે કાંઈ સાચ્ચુ પડેલું છે એટલે કુદરતની બધી મહાન શક્તિઓ શું શું કામો કરે છે અને તેથી કેવી કેવી રીતે અસરે-રોશનીઓનું ઉતરવું થાય છે, તે અસરે-રોશનીના સંબંધમાં આવી વધુ ઉંચ ભાન યાને બસારતની શકિતઓ આપણામાં ધીમે ધીમે ખીલવા માંડે છે અને આપણા અચારવિચારો એટલા તો સરસ બનતા જાય છે કે આપણે કોઈબી બુરા યા ખોટા કામો કરવા લલચાતા નથી અને હમેશા સારૂં અને ખરૂંજ કામ કરવામાં આપણું મન કુદરતી રીતે લાગેલુ રહે છે. અને તેથી કરી આપણે કુદરત અને કુદરતના સાહેબની કારીગીરી ઉપર ઘણાજ જાનફેશાન અને ફીદા ફીદા થઈએ છીએ.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *