બંદગીને લગતા થોડાક કાયદાઓ

ભણતી વખતે માંથ્રવાણી સિવાય વચમાં કાંઈપણ બોલવું નહીં. એકજ શાંત જગાએ રહી ધ્યાન આપી દીલથી ભણવું. કાંઈબી કામકાજ કરતાં, ઘેરમાં ફરતાં, રસ્તે ચાલતા ગાડીમાં કે બસમાં જતાં કદીપણ ભણવું નહીં. બદંગી અવાજ કાઢીને તેના કુશાદે અને બીસ્તા ભણવાના કાયદા પ્રમાણે કરવી. બનતાં સુધી ભણતી વખતે તમામ સફેદ સુતરાઉ પોશાક પહેરવો કારણ સફેદ રંગ પહેલવહેલો રંગ છે. આપણી આસપાસની બધી દરૂજી શકતીની ખરાબ અસરોને તોડી નાંખવામાં સફેદ રંગ ઘણી કીંમતી મદદ કરે છે. તથા ખુરશેદ યા ને સુરજના બધા કિરણો બધા રંગોને એકસરખી અસ્પંદીમાં રાખે છે તેથી સફેદ રંગનો પોષાક આપણી જરથોસ્તી દએનમાં સૌથી સરસ ગણેલો છે. બીજું ભણતી વખતે માથાપરના બાલો બધી બાજુથી ઢંકાય તેમ રૂમાલ માથા પર (મરદોએ ટોપી તેમજ બાનુઓએ માથાબાના ઉપર)  મુકવો, કારણ કે માથા પર બાલો છેક કપાળ વેરથી સફેદ રૂના કપડાંની ટોપી તેમજ માથાબાનથી ઢાંકી તેની પર બીજે કટકો મુકી તેને પેવંદ આપી ભણવાનું અસલ જરથોસ્તી ફરમાન છે. તેમ કીધાથી બાલમાંથી ચાલુ નીકળતા ખરાબ પ્રવાહો ધીમે ધીમે બહાર ખેંચાય છે અને આપણી અઈપીને યાને મેગ્નેટીઝમને અડચણ આવતી નથી. વાસ્તે માથુ હમેશા છેક કપાળવેરથી ચાલુ આખો વખત ઢાંકેલું રાખ્યાથી માથામાંથી નીકળતા ખરાબ પ્રવાહોને ગરમી લાગ્યાથી તે પ્રવાહો નીર્મૂળ અસરગ વગરના થાય છે. જેથી શુભ ખોરેહ કપાઈ જતું અટકે છે. આવી રીતે કુદરતના આવા ઉંચ કાયદાનો આપણે ભંગ કરતા નથી કારણ કે આપણી અઈપી-મેગ્નેટીઝમની જાળવણી વગર ઉરવાન કદી આગળ વધતું નથી તેમજ શરીર સુખી રહેતું નથી. આપણા પેગામ્બર સાહેબે અઈપી(મેગ્નેટીક વાતાવરણ)ની જાળવણી માટે ઘણી મોટી ફરજો આપણાં માથે મૂકી છે તે ખુબ ધ્યાનમાં રાખવું. બીજું ભણતી વખતે હાથમાં તેમજ પગમાં સફેદ મોજા પહેરવા કારણ કે હાથ-પગના નખોમાંથી નીકળતા ખરાબ પ્રવાહો બંદગી કરતી વખતે તેના ખોરેહમાં ખલલ કરતી નથી.

Similar Posts

  • પીડા અને પ્રાર્થના

    ભૂલશો નહીં કે પૃથ્વી તમારા ખુલ્લા પગ અને ખુલ્લા વાળ સાથે રમવા માંગે છે. વૃક્ષો એ કવિતાઓ છે જે પૃથ્વી આકાશ પર લખે છે, અને તે નીચે પડી ગયા છે અને તેમને કાગળમાં ફેરવી દીધા છે કારણ આપણે આપણું ખાલીપણું તેમાં રેકોર્ડ કરી શકીએ. હું પર્વતની ટોચને પસાર કરી ગયો છું અને મારો આત્મા સંપૂર્ણ…

  • Letters To The Editor

    Re: Dokhmenashini Plea Rejected When the Gujarati High Court has dismissed the community plea to allow Dokhmenashini, it is probable that the Bombay High Court will follow suit. There’s no doubt that the life and safety of citizens is more important than religious sentiments. But it’s painful to watch our dearest ones proceeding on their…

  • Centre Asks Gujarat HC For Time Regarding Plea To Allow Dokhmenashini For Covid Victims

    – High Court Hearing Scheduled For 9th June, 2021 – On 27th May, 2021, the Central Govt. asked the Gujarat High Court for more time to file its reply to the Parsi petition seeking the right to perform Dokhmenashini (customary burial) for Parsi/Irani Zoroastrians who had succumbed to Covid. Currently, community members who have passed…

  • જલેબી

    સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, તળવા માટે ઘી, કેસર, એલચી પાવડર. જલેબી પાડવા કાણાવાળી બોટલ અથવા સોસ ભરવા માટે વપરાતી કાણાવાળી બોટલ વાપરી શકો છો. રીત : મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું ખીરું બનાવી આખી રાત રાખી મૂકો. બીજા દિવસે તેમા…