માણસે અખત્યાર કરવો જોઈતો કાયદો

આપણ માણસજાતે પણ કુદરતનાં પ્રગટીકરણનો એ કાયદો ધ્યાનમાં રાખી અમલ કરવાનો છે. આપણામાં જે ભલુ હશે તે બાકી રહી બીજાં વધુ ભલાને જન્મ આપશે માટે આપણા ભલા સદગુણો ખીલવી તેઓને વધારે ભલા સર્વથી ભલા બનાવવા જોઈએ. બીજાઓને પણ એમ ભલા બનવાને આપણે મદદ કરવી જોઈએ.
લાયક રીતે પ્રગટી નીકળવા કાજેનો એક સદગુણ ઉદ્યોગ
જયારે અહુરમજદની પેદાયશમાં આપણે ઉપર મુજબ જોઈએ છીએ કે ભલી, પેદાયશ પ્રગટી નીકળે છે અને એમ પ્રગટી નીકળવાનાં કામમાં આપણે બધે ચપળતા જોઈએ છીએ ત્યારે આપણ માણસજાતે આપણા સદગુણો ખિલવવા કાજે ચપળતા અખત્યાર કરવી જોઈએ. એ ચપળતા ઉદ્યોગ અને ઉદ્યોગથી જ પ્રાપ્ત થાય છે.
અહુરમજદનું ખોરેહ વધારવા કાજે તેની સાથના સંબંધનું ત્રીજુ સાધન મોહોબત
અહુરમજદનું ખોરેહ જીઆદે કરવા કાજે તેની સાથના સંબંધનું જે ત્રીજુ સાધન આપણે અખત્યાર કરવાનું છે તે સર્વ વ્યાપક મોહોબત છે.
આપણા ધર્મ પુસ્તકોમાં તેમ બીજી પ્રજાઓના લખાણોમાં આપણને શિખામણ દેવામાં આવે છે કે આપણે અહુરમજદના જેવા થવું. તે શિખામણ કહેછે કે આપણે ખુદાતાલાની નકલ કરવી. એ નકલ કેમ કરવી? તે નકલ કરવાનો એક માર્ગ આ કે આપણે બીજાઓ તરફ માયા મહેરબાની ભર્યા થવું. એ બાબે એક શાએર કહે છે કે તમો દેવતાઓની ખાસીએત પહોંચવા માંગો છો? માયાળું થઈને તેમની નજદીક પહોંચો. મીથ માયા એ ઉમદા ખવાસની સાચ્ચી નિશાણી છે.
એક દોજખી તવંગર અને બહેશ્તી ગરીબની બહમન યશ્તની વાર્તા
ગરીબને મદદ કરવાના ભલાં કામથી ખુદાનું ખોરેહ વધે છે અને બેહશ્ત મળે છે, તેનો દાખલો આપણને આપણી બહમન યશ્તની એક વાર્તામાં મળે છે. જે વાર્તા બાઈબલમાં વિગતે જણાવી છે.
મેં એક જાણીતા તવંગરને જોયો કે જે શરીરે કદરૂપો હતો અને જેનુ રવાન ભુખુ અને નબળુ દોજખમાં હતું. તે મને બુલંદ મરતબાનો માલુમ પડયો નહીં. મેં એક દર્વિશ જેની પાસે પૈસા હતા નહીં અને જે લાચાર હતો તેને જોયો. તેનું ફર્બેરવાન બેેહશ્તમાં હતું તે મને બુલંદ મરતબાનો દેખાયો.
આ વાર્તાની મતલબ આ કે બેહેશ્ત ભલાઈનો બદલો છે. એક માણસ ગમે તેવો તવંગર હોય પણ તે બીજાઓનું ભલું કરતો નહીં હોય તેના કરતા એક ગરીબ જે પોતાની ગરીબી છતાં આજુબાજુનાંઓ તરફ માયા મહોબત દેખાડી તેઓનું ભલું કરતો હોય તે વધારે ભલો ગણાય છે અને બેહેશ્તનો બુલંદ દરજ્જો પામે છે.
આવી માયા મહેરબાની આપણે આજુબાજુનાઓ તરફ કેમ દર્શાવીએ તે માટેનો એક જગપ્રસિધ્ધ નિયમ ઘણીક પ્રજાઓનાં લખાણોમાં જણાવેલો છે. તે આ છે કે આપણે આડોશીપાડોશીઓ તરફ એટલે આપણી આજુબાજુના માણસ ભાઈબંધો તરફ એવી રીતે વર્તવું કે જેવી રીતે આપણે ઈચ્છીએ કે તેઓ આપણ તરફ વર્તે.
એક સાસાનીઅન દસ્તુર કહે છે કે ‘જે કાંઈ તારે માટે નેક નહી ગણાય તે તું બીજા કોઈને માટે પણ ના કરતો.’
‘જો તું ઈચ્છે કે કોઈથી અપસુખન નહી સાંભળે તો તું કોઈ બીજાને પણ અપસુખન ના કહેતો.
આવા શિખામણના શબ્દો આપણને બીજી કેટલીક પ્રજાઓમાં મળે છે. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મપુસ્તકમાં આ જાણીતા શબ્દો છે કે જેમ તમો ઈચ્છો કે બીજાઓ તમારી સાથે વર્તે તેમ તમો પણ બીજાઓ સાથે વર્તો.’
તમારા પડોશીને તમારા પોતા માફક ચાહો.

Similar Posts

  • |

    લવ મેરેજ

    આજે હું ખૂબ જ ખુશ છું. એવું લાગે છે કે જીવન ખુશીનું બીજું નામ છે. રોશનીનાં સપનાઓને સાચાં થતા જોઈ મળતી ખુશી તેની આંખોમાં છલકાતી ચેરાગ જોઈ રહ્યો. નમનગમતા જીવનસાથી જીવનભરને માટે એકબીજાને મળી જાય એનાથી વિશેષ ખુશી બીજી શી હોઈ શકે?થ રોશનીની આંખો ચેરાગની આખોમાં મળેલી હતી. દરિયા કિનારાની ભીની માટી ઘૂઘવતા પાણી લહેરાવતો…

  • સર રોન કલિફા હર મેજેસ્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઓનર્સ લિસ્ટમાં નાઈટેડ

    બ્રિટિશ ઉદ્યોગસાહસિક – સર રોહિન્ટન મીનુ અથવા રોન કલિફા ઓબીઈને નાણાકીય સેવાઓ ઉદ્યોગમાં યોગદાન માટે હર મેજેસ્ટીની પ્લેટિનમ જ્યુબિલી ઓનર્સની યાદીમાં નાઈટની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડિજિટલ અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં જાણીતા વ્યૂહાત્મક અને ઓપરેશનલ લીડર, સર રોન કલિફા હાલમાં નેટવર્ક ઇન્ટરનેશનલ (એક એફટીએસઈ કંપની)ના અધ્યક્ષ તેમજ ફ્યુચરલર્નના અધ્યક્ષ છે. તે ઝોરોસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ…

  • Uber Driver Sharukh Engineer Assaulted For Refusing Invalid Ride

    On 23rd July, 2018, at around 11:15 pm, 46-year-old, Sharukh Engineer, resident of Bharucha Baug and a registered Uber driver, was assaulted with an iron rod by an accomplice of the lady commuter who boarded his cab, at Antop Hill, with Kalina entered as the destination. Having completed his daily quota, Sharukh decided to retire…

  • મદદ

    અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. આ યોગાનંદ સ્ટ્રીટ નું 8મું મકાન અને તમે…

  • Popular Parsi Myths – Part IV

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Parsi Times brings you the continuation of yet another interesting series titled, ‘Popular Parsi Myths’, written by our Community luminary, Zoroastrian scholar and visionary, and a writer par excellence – Noshir H. Dadrawala. The object of this series is to shed the light of truth on myths and fables and sift the facts…