સુરત પારસી પંચાયત સંચાલીત ગર્લ્સ અને બોયઝ ઓર્ફનેજના સાત બાળકોની સમુહ નવજોત કરવામાં આવી

સુરત પારસી પંચાયત હસ્તકની નરીમાન ગર્લ્સ ઓર્ફનેજની છ દીકરીઓ જેનીફર ગેવ ડેહનુગરા, મોનાઝ રૂસી પીઠાવાલા, પીનાઝ રૂસી પીઠાવાલા, ફરઝાના મહેર અવારી, શેનાઝ શાપુર ગોલે, આરમીન જેમી ગોલે તથા સુરત પારસી બોયઝ ઓર્ફનેજનો એક દીકરો દીનયાર જેમી ગોલે એમ કુલ સાત બાળકોની શુભ નવજોત સુરત પારસી પંચાયત હસ્તક તા. 14/01/2019, માહ શહેરેવર, રોજ હોરમઝદના શુભ દિને 9.45 કલાકે નરીમાન ગર્લ્સ ઓર્ફનજના મકાનમાં કરવામાં આવી હતી. નવસારીના મોબેદ એરવદ ફ્રેડી પાલ્યાની આગેવાની હેઠળ કુલ પાંચ મોબેદ સાહેબોએ નવજોતનું શુભ કામ પાર પાડયું હતું. આ સાત બાળકોના માતા પિતા તથા કુટુંબીજનો મીજલસમાં હાજર રહ્યા હતા.
સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદ દોટીવાલા, ટ્રસ્ટી યઝદી કરંજીયા તથા ટ્રસ્ટી કેશ્મીરા દોરડી તથા સુરત પારસી પંચાયતના અને બન્ને ઓર્ફનેજના સ્ટાફના સભ્યો પણ નવજોતમાં હમશરીક થયા હતા. અને નવજોતના બાળકોને પહેરામણી તેમજ આશીર્વાદ આપ્યા હતા. બાળકોને નવજોતના કપડા, બુટ, ચંપલ, જણસ વિગેરે કરવામાં આવ્યા હતા. નવજોત તથા બપોરના જમણ સાથનું ખૂબ સુંદર આયોજન સુરત પારસી પંચાયત દ્વારા બન્ને ઓર્ફનેજના સુપ્રીન્ટેન્ડન્ટ, સ્ટાફ તથા બાળકોએ સાથે મળીને કરવામાં આવ્યું હતું.
સુરત પારસી પંચાયત દ્વારા આ બન્ને ઓર્ફનેજના બાળકોને સ્કુલ શીક્ષણ, ટયુશન, યુનીફોર્મ, કપડાં, સ્ટેશનરી, ટોઈલેટરીઝ, પૌષ્ટીક જમવાનું વિગેરે તરફે કોઈપણ જાતની ફી લીધા વગર ઓર્ફનેજમાં રહેવાની સગવડ મળે છે. પરંતુ એમને એમના ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થઈ પડે એ હેતુથી સુરત પારસી પંચાયત તથા એની સંસ્થાના અમુક શુભેચ્છકોએ થોડી રકમ ડોનેશનમાં આપી છે. આ ડોનેશનની રકમ તથા બાળકોને મળેલી પહેરામણીની રકમ મળીને આ બાળકોને સરખે ભાગે આવતી રકમ હવે એમના ભવિષ્ય માટે રોકાણ કરવામાં આવશે.

Similar Posts

  • હસો મારી સાથે

    આ વેલેન્ટાઈન ડે પર અ્રેક હાથમાં ગુલાબ અને એક હાથમાં સકકરિયું લઈને જવાનું હા પાડે તો ગુલાબ નઈ તો સકકરિયું આપીને આવતું રેવાનું. *** પ્રેમિકા: વેલેન્ટાઈનને દિવસે.. શું તું મારા માટે ચંદ્ર તોડી લાવીશ? પ્રેમી: પછી પૃથ્વીની આજુબાજુ કોણ, તારો બાપો આંટા મારશે?? *** ચાર પાંચ મિત્રો સાથે બાપુ ચોકમાં રાતનાં બેઠા હતા… ત્યાં જીવલો…

  • સમર વેકેશન કોચીંગ કેમ્પની શનિવારે પુર્ણાહુતિ

    તાજેતરમાં જ સુરત પારસી પંચાયત સંચાલિત સુરતની શાળાઓના વિધાર્થી તથા વિધાર્થીનીઓ માટે બે અઠવાડીયાના કોચીંગ કેમ્પનું આયોજન સુરત પારસી પંચાયત દ્રારા કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં સુરત પારસી પંચાયત સંચાલિત શાળાઓ ઉપરાંત શહેરની અન્ય શાળાના સ્ટુડન્ટસો સહિત દોઢસોથી પણ વધુ તાલીમાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્કેટીંગ, ડાન્સ, ફટબોલ, જીમ્નાસ્ટીક, વોલીબોલ તેમજ ટેબલ ટેનીસ જેવી રમતો…

  • ‘Dudh Ma Sakar’ Bags Two GSSA 2019 Nominations

    The Transmedia 18th Annual Gujarati Screen and Stage Awards (GSSA) has nominated Frohar Foundation’s Parsi Television serial, ‘Dudh Ma Sakar’ in two categories, under ‘Best Serial’ as well as ‘Best Director’ – Cyrus Dastoor. Frohar Foundation has been doing series on Parsi culture, tradition and heritage since the last seventeen years. It is reckoned to…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    1 October – 7 October 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. હાલમાં શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી પરેશાન થઈ જશો. તમારા ઘરવાળા તમારી વાત માનવા તૈયાર નહીં થાય. ઘરવાળા પાછલ ખર્ચ કરશો તો પણ તમારી કદર નહીં કરે. તમે નોકરી કરતા હશો તો તો સાથે કામ કરનાર પણ તમને સપોર્ટ નહીં કરે….