|

બનાના પિનવ્હીલ

સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, 6 કાચા કેળા, 2 ચમચી ખાંડ, આદું, મરચાની પેસ્ટ, અર્ધો કપ કોથમીર સમારીને, 2 લીંબુનો રસ, 1 ચમચી તજ, લવિંગનો ભૂકો,મીઠું, 1 ચમચી તલ, અર્ધુ નાળિયેરનું ખમણ, 2 ચમચી શિંગદાણાનો ભૂકો, તળવા માટે તેલ.
રીત: કેળા બાફી લઈ છાલ ઉતારી છુંદી આંદુ લસણ મરચા, ખાંડ, લીંબુ, કોથમીર, મીઠું, તજલવિંગનો ભૂકો નાખી બરાબર મિક્સ કરવું શિંગદાણાનો ભૂકો ને તલ નાખવા. ઘઉંના લોટમાં મીઠું, તેલનું મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો. બરાબર મસળી લુઆ કરી લઈ પાતળી રોટલી વણવી. એક રોટલી ઉપર માવો પાથરવો. ઉપર બીજી રોટલી મૂકી બરાબર બંધ કરવું. ટાઈટ ગોળ પીનવ્હીલ (રોલ) વાળવો. સ્લાઈસ કટ કરવી ગરમ તેલમાં તળી નાળિયેરનું ખમણ, કોથમીર ભભરાવવા. દહી અને ગળી, લીલી ચટણી સાથે પીરસવા.

Similar Posts

  • કમળો

    કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…

  • પીડા અને પ્રાર્થના

    બીજા જ દિવસે, હું મારા સ્કુલના રીયુનીયનમાં જોડાઈ. સાંજ થતા એકે નોટીસ કર્યુ કે આપણામાંના દરેક ખુરશી પરથી ઉભા થઈ ચાલતી વખતે ડગમગાવતા હતા. ખુરશી પરથી ઉભા થતા લગભગ બધાના જ મોઢામાંથી આઉચ જેવો શબ્દ નીકળતો હતો. અમે બધા આ નિરીક્ષણની ચોકસાઈથી હસી પડ્યા. એક ઉમર પછી શરીર ખરાબ થવાનું શરૂ થાય છે. આપણા એવા…

  • ઝોચાઈલ્ડ ડેની પંદરમી અદભુત આવૃત્તિ

    3 ડિસેમ્બર 2017ના રોજ પંદરમી એન્યુઅલ ‘ઝોચાઈલ્ડ ડે’ ની ઉજવણી ફાઉન્ડિંગ ટ્રસ્ટી વિસ્પી કાપડીયા દ્વારા સનમુખાનંદ ઓડિટોરિયમમાં કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત સુરતના ‘સ્વિંગર’ દ્વારા થઈ હતી. ત્યારબાદ એનજીઓ ઉડાનના વિદ્યાર્થીઓ દ્વારા દિયા પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ‘ઝોચાઈલ્ડ ડે’ના ટ્રસ્ટીઓ વિસ્પી અને શિરાઝ  કાપડીયા અને પેરિન બગલીએ ‘જ્વેલ ઓફ કમ્યુનીટી’નું સન્માન કર્યુ….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    03rd October – 09nd October, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારેબાજુથી પરેશાન રહેશો. ઘરવાળા તમને માન નહીં આપે તેનાથી તમને દુ:ખ થશે. બીજાની સેવા કર્યા પછી પણ તમને જશ નહીં મળે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત ખરાબ થવાના ચાન્સ છે. સાંધાના…