હસો મારી સાથે
1) દુધ પીવાથી શરીરનો વિકાસ થાય?
ના રે ના… બિલાડી જુઓ ને વર્ષોથી એવી ને એવી છે.
2) વોકીંગ કરવાથી ચરબી ઘટે?
શું વાત કરો છો… કોઇદી ઘટે? હાથીનું ક્યાં વજન ઘટે છે?
3) તરવાથી શરીર સ્લિમ થાય?
રે’વા દ્યો ને હવે… તો તો વ્હેલ કે’દિની પાતળી થઇ ગઇ હોત…
4) દરરોજ વહેલા ઉઠવાથી ધનમાં સમૃદ્ધી આવે?
તો તો છાપા વેંચવાવાળા બીએમડબલ્યુમાં ના ફરતા હોય?
