|

હોળી રંગબેરંગી રંગોનું પર્વ!

ફાગણ મહિનો આવતા જ વાતાવરણ જાણે કે રંગીન બની જાય છે. કારણ છે હોળી. ફાગણ પૂર્ણિમાએ હોળીના તહેવાર નિમિત્તે રંગોમાં ઉત્સાહ, મસ્તી અને ઉલ્લાસ પણ ભળે છે. આ તહેવાર ગરીબ-તવંગર અને નાના-મોટાના ભેદભાવથી બાકાત છે. આ દિવસ તો દુશ્મનો માટે પણ ગળે મળવાનો દિવસ છે.

દુ:ખ અને નિરાશા દૂર કરીને જીવનમાં રંગો ભરનાર આ તહેવાર સદભાવના, મિત્રતા અને એકતાનો સંદેશો આપે છે. આ એક સામાજીક પર્વ તો છે જ સાથે સાથે એકતા અને બંધુત્વનો તહેવાર પણ ખરો. ભારતીય ઉત્સવોમાં કોઈકને કોઈક રીતે રંગો જોડાયેલા હોય છે. દિવાળીને રંગ અને પ્રકાશના તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.

ઉતરાયણે આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાય છે. તો હોળી તો રંગોના તહેવાર તરીકે જ ઓળખાય છે. વાસંતી વાયરા અને ફાગણની મસ્તીમાં જનસમૂહ હિલોળે ચઢે છે.

ફાગણ સુદ આઠમથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક મનાવવાં આવે છે, તેની સાથે હોળીના પર્વની શરૂઆત થાય છે. વૈદિક કાળમાં આ તહેવારને નવાન્નેષ્ટી તરીકે ઓળખવામાં આવતો હતો. હોળીના દિવસે હોળા તરીકે ઓળખાતા કાચાપાકા અનાજને યજ્ઞમાં હોમીને પ્રસાદ ગ્રહણ કરવાનો રીવાજ છે. યજ્ઞમાં હોળાનું દહન કરવામાં આવે છે તેના પરથી આ તહેવાર હોળી તરીકે ઓળખાવવા લાગ્યો.

હોળીને નવસંવત્સરના આગમન કે વસંતના ગમનના તહેવાર તરીકે ઉજવવાની પણ માન્યતા છે. હોળીને લઈને પ્રહલાદ, હિરણ્યાકશ્યપ અને હોલીકાની કથા તો જગપ્રસિદ્ધ છે જ, સાથે સાથે એવું પણ માનવામાં આવે છે કે શંકર ભગવાને ક્રોધિત થઈને કામદેવને ભસ્મ કરી નાંખ્યા ત્યારથી આ તહેવાર ઉજવવામાં આવે છે.

જો કે હોળી બાબતે હોળીકાની જ કથા એક બીજી માન્યતા પણ ધરાવે છે. તે માન્યતા અનુસાર હિરણ્યાકશ્યપની બહેન જેને અગ્નિનું વરદાન હતું તે અગ્નિમાં રહીને પણ બળતી નહોતી. જ્યારે હિરશ્યાકશ્યપનો દીકરો પ્રહલાદ વિષ્ણુનું નામ જપ્યા કરતો હતો. તેને માટે તેના ભગવાન વિષ્ણુ હતા. જ્યારે હિરણ્યાકશ્યપ પોતાને ભગવાન માનતો હતો. હિરણ્યાકશ્યપે પ્રહલાદને મારવાની ભરપુર કોશિશ કરી પણ તે હમેશા બચી જવા પામ્યો છેલ્લે હોળીકા પ્રહલાદને ખોળામાં લઈ બેસી અને અગ્નિ પગટાવવામાં આવી પરંતુ તે પોતેજ બળી ગઈ. આ રાક્ષસીના પતન નિમિત્ત પણ આ તહેવાર ઉજવાતો હોવાની માન્યતા છે. ઘણા લોકોને એવો પ્રશ્ર્ન થાય છે કે જે હોળીકાએ પ્રહલાદ જેવા પ્રભુ ભક્તને બાળવાનો પ્રયત્ન કર્યો તેની શા માટે આપણે હજારો વર્ષોથી પૂજા કરીએ છિએ? જે દિવસે હોળીકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસવાની હતી, તે દિવસે નગરના બધા લોકોએ પોતપોતાના ઘરમાં અગ્નિ પ્રજવલિત કરીને પ્રહલાદની રક્ષા કરવા અગ્નિદેવને પ્રાર્થના કરી હતી. પ્રહલાદ કઈ રીતે સામાન્ય જનમાનસમાં છવાઈ ગયો હતો તે આ વાત પરથી જણાય છે. અગ્નિદેવે લોકોની પ્રાર્થના સાંભળી. પરિણામે હોળીકા નષ્ટ થઈ અને અગ્નિ પરીક્ષામાં પાર ઉતરેલો પ્રહલાદ નરશ્રેષ્ઠ સાબિત થયો. પ્રહલાદને બચાવવા માટે પ્રારંભાયેલી અગ્નિ પૂજા કાળક્રમે સામુદાયિક પૂજામાં પરિવર્તિત થઈ અને તે રીતે હોળીકા પૂજાની શરૂઆત થઈ. એવું કહેવાય છે કે ફાગણ પૂર્ણિમાના દિવસે જે લોકો ચિત્તને એકાગ્ર કરીને હિંડોળામાં ઝૂલતા ભગવાન વિષ્ણુના દર્શન કરે છે તે ચોક્કસપણે વૈકુંઠમાં જાય છે.

Similar Posts

  • Beat The Wheat!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    08 December, 2018 – 14 December, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે તમારા ધારેલા કામો કરવામાં સફળ થઈને રહેશો. દરેક બાબતમાં તમારા ધારેલ કરતા વધુ સારા રીઝલ્ટ લાવશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ધન માટે બીજાની મદદ લેવાનો સમય નહીં આવે. અચાનક ધનલાભ મળવાના…

  • Ratan Tata Says Future Tata Trusts Head May Not Be A Tata

    In a submission to the Supreme Court on (date), the Tata Trust’s current Chairman, Ratan Tata said that the future head of Tata Trusts could be a non-Tata. “I happen to be the current chairman of these trusts. It could be somebody else, not necessarily with the surname ‘Tata’, in the future. An individual’s life is…

  • Mani Mulla Wins ‘Dignity Dance Icon 2018’

    78-year-old, Mani Mulla recently bagged the ‘Dignity Dance Icon 2018’ title at the ‘Dignity Icon’ competition held at Ravindra Natya Mandir, Mumbai on 14th August, 2018. Orchestrated to celebrate the singing and dancing talent among the senior citizens of Mumbai, the competition witnessed over three hundred and fifty participants, with only twenty-four contestants reaching the…

  • Darabsha On Diet

    ‘Diet’ is a four letter word. It is almost as bad as the word which, when we used to utter it, our dear mothers would threaten to scrub our tongue with soap and butara (a stick broom)! It is a different matter now, with the offending word becoming almost an accepted part of our vocabulary,…

  • હસો મારી સાથે

    કૌન બનેગા કરોડપતિમાં મને 5 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો. દુનિયામાં સૌથી ખતરનાક સ્ત્રી કઈ? મેં 5 કરોડ જવા દીધા, પણ એ સ્ત્રીનું નામ ના આપ્યું તે ના જ આપ્યું! તેલ લેવા ગયા 5 કરોડ રૂપિયા સાંજે પાછું ઘરે પણ જવાનું હતું ને? *** મારો પાપનો ઘડો એટલા માટે નથી ભરાતો કે, ઘડામાં નીચે કાણું કરવાનું…