પેશાબ વેળા બળતરા

ઘણી વ્યકિતઓને પેશાબ વેળા પેશાબની જગ્યાએ બળતરા થાય છે અને પેશાબ પણ ખૂબ ગરમ-ગરમ આવે છે. પેશાબ વેળા બળતરાની ફરિયાદ લાંબા દિવસો સુધી સહી ન શકાય તેવી અને તાત્કાલિક ઉકેલ માગે તેવી હોય છે. વરિયાળી અને સાકરનું સમભાગ ચૂર્ણ બનાવી તે જ દિવસમાં ચારેક વાર ચાવી-ચાવીને સેવન કરવાથી પેશાબ વેળા બળતરા અને સાથે મૂત્રાવરોધની ફરિયાદ પણ મટી જાય છે. પ્રયોગ ફરિયાદ મટી ગયા પછી પણ દીર્ધકાળ પર્યત ચાલુ જ રાખવો! જેથી ફરિયાદ સમૂળ મટે.

 

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *