સફળ જીવન

એક દીકરાએ પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આ ‘સફળ જીવન’ શું હોય છે?

પિતા દીકરાને પતંગ ઉડાડવા માટે લઈ જાય છે. દીકરો પિતાને ધ્યાનથી પતંગ ઉડાડતાં જોઈ રહ્યો હતો.

થોડા સમય પછી દીકરો બોલ્યો: ‘પપ્પા, આ દોરાના લીધે પતંગ વધારે ઊંચે નથી જઈ શકતો, શું આપણે આ દોરાને કાપી નાખીએ! આ વધારે ઊંચે ચાલી જશે.’

પિતાએ દોરો કાપી નાખ્યો.

પતંગ થોડીક ઉપર ગયી અને એના પછી લહેરાઈને નીચે આવી અને દૂર અજાણી જગ્યા ઉપર જઈને પડી ગઈ.

ત્યારે પિતાએ દીકરાને જીવનનુ દર્શન સમજાવ્યું.

‘દીકરા, જીંદગીમાં આપણે જે ઊંચાઈએ છીએ, ત્યાંથી આપણને હંમેશા લાગે છે કે કંઈક વસ્તું, જેનાથી આપણે બંધાયા છીએ એ આપણે વધારે ઉપર જવાથી રોકી રહી છે.

જેમ કે, ઘર, દુકાન, પરિવાર, અનુશાસન, માતા-પિતા, ભાઈ-બહેન, શિક્ષક, અને સમાજ અને આપણે તેનાથી આઝાદ થવા માંગીએ છીએ.

વાસ્તવમાં આ લોકોેએ દોરા સમાન હોય છે જે આપણને એ ઊંચાઈ ઉપર સ્થિર રાખે છે.

‘આ દોરા વગર આપણે એકવાર તો ઉપર જઈશું પણ પછી આપણી પણ એજ હાલત થશે જે દોરા વગરની પતંગની થઈ.’

‘આથી, જીવનમાં જો તમે ઊંચાઈઓ ઉપર સ્થિર રહેવા માંગો છો તો, ક્યારેય પણ આ દોરાઓથી સંબંધ ના તોડતાં.’

દોરો અને પતંગ જેવા સંકલનથી સફળ સંતુલનથી મળેલી ઊંચાઈને જ ‘સફળ જીવન’ કહે છે.’

Similar Posts

  • હસો મારી સાથે

    જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો… વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’ આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’ સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’ *** લાલુભાઈ હજામની…

  • Destroying The BPP Legacy …One Tuesday At A Time…

    Even as it goes against my grain to speak up at variance with my fellow trustees, especially Chairperson Armaity Tirandaz, my greater loyalty lies in being transparent with the community and hence, I am putting this forth in the public domain… This Tuesday, 11th October, 2021, was the final nail in the coffin. Ten days…

  • માગી – ઝોરાસ્ટ્રિયન જાદુગરોે

    અભિવ્યક્તિ તરીકે મેજિક શબ્દના મૂળ માગીમાં છે. માગી અથવા મેગસ એ ઉત્તર-પશ્ચિમ ઈરાનમાં મેડીસ તરીકે ઓળખાતા આદિજાતિના પ્રાચીન ઝોરાસ્ટ્રિયન ધર્મગુરૂઓ હતા. ડેરિયસ ધ ગ્રેટ ઈરાનમાં આધુનિક કરમાનશા નજીક બેહિસ્તુન પર્વત પરના તેમના ઐતિહાસિક શિલાલેખમાં પણ ગૌમાતા નામના ચોક્કસ મગુસ વિશે વાત કરે છે. પશ્ચિમી વિશ્વમાં, માગી શબ્દ સામાન્ય રીતે થ્રી માગી અથવા પૂર્વના ત્રણ જ્ઞાની…

  • From the Editors Desk

    A Time For Goodbyes Dear Readers, 2020 continues to steal our Community of some of its most loved and cherished stalwarts. In a sad but not unexpected turn of events, we lost our much respected and loved BPP Trustee, Zarir Bhathena, to an ongoing ailment that he bravely fought, to its conclusion. While the community…

  • જિંદગીમાં સુખ થોડું અને દુ:ખ વધારે!!

    પયગમ્બર સાહેબની જિંદગી પરથી આપણને વિચાર આવે છે કે પહેલી પંક્તિના વ્યક્તિ તરીકે તેમનું જીવન ગુલાબના બીછાના જેવું નહોતું. આપણા વિચાર પ્રમાણે આપણને લાગે કે તેમનું જીવન ઘણું સરળ અને સુંદર હોવું જોઈએ. તેમના જન્મથી આપણું વ્યક્તિત્વ હસ્તીમાં આવ્યું છે તો તેવણ કેટલા મોટા માણસ હોવા જોઈએ. આપણે આપણા ધર્મ પ્રમાણે તેમને મોટા ગણીએ છીએ…