કમ્યુનીટી ન્યુઝ

જીમી એન્જિનિયર હબીબ જાલિબ પીસ એવોર્ડ મેળવશે

વૈશ્ર્વિક સ્તરે જાણીતા કલાકાર, શાંતિ કાર્યકર અને સામાજિક ઝુંબેશ ચલાવનાર પાકિસ્તાન સ્થિત જીમી એન્જિનિયરને આર્ટ અને સોશિયલ વર્ક ક્ષેત્રે તેમની પ્રશંસનીય સેવાઓ માટે 2019 માટે હબીબ જાલિબ ‘પીસ પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે. હબીબ જાલિબ પીસ એવોર્ડ કમિટી 30 એપ્રિલ, 2019 ના દિને પાકિસ્તાનના કરાચીમાં આવેલ આર્ટસ કાઉન્સિલમાં થનાર કાર્યક્રમમાં જીમી એન્જિનિયરને ‘પીસ એવોર્ડ’ પુરસ્કારથી સન્માનવામાં આવશે. અગાઉ, ડિસેમ્બર 2018માં જીમી એન્જિનિયરને જીનાહ સોસાયટી દ્વારા જીનાહ એવોર્ડના ગોલ્ડ મેડલ સાથે પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

*****

 

વાહ વાહ મેળવતી લીયા દિવેચા

13 એપ્રિલ, 2019 ના રોજ એનસીપીએની સિમ્ફની ઓર્કેસ્ટ્રા ઓફ ઇન્ડિયાઝ (એસઓઆઈ) મ્યુઝિક એકેડેમીએ પાંચ અકાદમી વિદ્યાર્થીઓના ગ્રેજ્યુએશન સમારંભની ઉજવણી કરી હતી, જેમાંની એક આપણી પોતાની 15વર્ષીય લીયા દિવેચા હતી. તેણીએ છ વર્ષની ઉંમરે વાયોલિન શીખવાનું શરૂ કર્યું અને જ્યારે તેણી આઠ વર્ષની હતી ત્યારે એનસીપીએના પશ્ર્વિમી ક્લાસિકલ મ્યુઝિક પ્રોગ્રામના પાઇલોટ પ્રોજેકટમાં દાખલ થઈ હતી. ટાટા થિયેટરમાં એસઓઆઈ એકેડેમી ઓર્કેસ્ટ્રાએ સ્નાતક વિદ્યાર્થીઓ દ્વારા સોલો પર્ફોમન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ જૂથમાં લીયા એકમાત્ર પારસી છે અને છેલ્લા નવ વર્ષમાં આપણા દેશમાં યુવાનોએ આપેલી શ્રેષ્ઠ સંગીતની પ્રતિભા વચ્ચે પોતાનું સ્થાન મેળવવા તેણે સખત મહેનત સાથે કામ કર્યું છે.

*****

પરવીન તાલ્યેરખાનને એબીએના એવોર્ડથી નવાજવામાં આવ્યા

10 એપ્રિલ, 2019 ના રોજ, મિશિગન, યુએસએના પરવીન તાલ્યેરખાનને પ્રતિષ્ઠિત અમેરિકન બાર એસોસિયેશનના ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લોના વિભાગ દ્વારા ‘ઉત્કૃષ્ટ નેતૃત્વ યોગદાન માટે માન્યતા’ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરવીન તાલ્યેરખાન એ મિશિગનના બેન્ટન હાર્બરમાં વર્લપૂલ કોર્પોરેશન માટે કાનૂની સલાહકાર છે. તે એબીએના પ્રકાશન ‘લેન્ડસ્લાઈડ’ના સહાયક ઇસ્યુ એડિટર તરીકે પણ સેવા આપે છે અને ઇન્ડિયાના હેલ્થ લો રિવ્યૂના સંપાદક-ઇન-ચીફ છે, જ્યારે ઇન્ડિયાના યુનિવર્સિટીના મેકકીની સ્કૂલ ઓફ લોમાં વિદ્યાર્થી છે. (પારસીખબર.કોમના સૌજન્યથી)

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *