તને કયાં પ્રકારનું મોત ભાવે છે?

બીજી સદીમાં એજ પ્રમાણે મેં સોગંદ લીધા કે તે સદી વિત્યા આગમચ જે શખસ મને છોડવશે તેને આખી જગતનો ખજાનો હું લાવી આપીશ. તો પણ મને કશી મદદ મળી નહીં. ત્રીજી સદીમાં મેં માનતા લીધી કે હરેક શખસ જે તે સદીની આખેરી અગાઉ મારો છુટકારો કરશે તેને હું તરત મારી નાખીશ અને તેને મારી નાખવાની એક સરત કરીશ કે જે મોતે તે મરવા માગશે તે પ્રમાણે તેને મરવા દઈશ. આજ રોજે તું અત્રે આવ્યો અને મને આ પિત્તળના વાસણમાંથી બહાર કાઢયો છે તો તું હવે બોલ કે તારો જાન કઈ રીતે તું બરબાદ કરવાને રાજી છે?’

આ નરમ ઘી જેવું ભાષણ સાંભળીને તે માછીને ઘણુંજ દુ:ખ ઉત્પન્ન થયું. તે બોલ્યો કે ‘અત્રે આવીને આ બેવફા ખવીસની આટલી મોટી સેવા બજાવી એ મારા હિણા નસીબની કેવી કહાણી છે. આ અબલીશ તારા આ ગેરવાજબી ઠરાવ ઉપર તુ કંઈ વિચાર કર અને તારા અવિચારી સરતને પાછી ખેંચી લે. તું મને માફી બક્ષ અને ખોદા તને પણ માફ કરશે. અગરજો તું મને જીવતદાન બક્ષીશ કરશે તો ખોદા તારી આફતની વખત તને નિભાવી લેશે.’ તે જીને કહ્યું ‘નહીં! તને મારી નાખ્યા વગર ચાલનાર નથી તું આટલું નકકી કર કે કઈ રીતે હું તને પહોંચતો કરૂં.’ જીનને તેનો જીવ લેવાને એટલો ખંતી જોઈ તે માછી મોટા સંતાપમાં પડયો. તે પોતાના જીવને માટે નહીં પણ પોતાના ત્રણ બાળકોને માટે ફિકરમાં હતો કારણ કે તેના મરણથી તેઓ ઉપર કેવો ભૂખમરો અને કેવી આફત ગુજરશે તેની અટકળ તેનાથી થઈ શકી નહીં. પેલા અબલીશને ઠંડો પાડવાની ફરીથી તેણે  તજવીજ કીધી. તે બોલ્યો કે ‘અફસોસ છે તારે માટે મેં શું કીધું છે તેનો વિચાર રાખી તું મારી પર કાંઈ પણ દયા કરતો નથી.’ તે જીને જવાબ દીધો કે ‘મેં તને કહ્યું તો  ખરૂં કે એજ કારણને લીધે તારો જાન લીધા વગર હું રહેનાર નથી.’ તે માછી બોલ્યો કે ‘ભલાઈનો બદલો ભલાઈ સાથે નથી.’ હું તને કહું છું કે તે કહેવત મેં માની નહીં કારણ કે તે આપણી વિચાર શક્તિથી બિલકુલ ઉલટી છે અને મંડળીના હકોને ઉંધા વાળે તેવી છે. જો કે હું તો એમ ધારતો હતો પણ હાલ મારી ઉપર આવી પડેલી આફતથી મારી ખાતરી થઈ છે કે એ કહેવત ખરી છે.’ તે અબલીશે કહ્યું કે ‘વખત ખોવો દુરૂશ્ત નથી. તારી તકરાર સાંભળ્યાથી મારો ઠરાવ કાંઈ ફરનાર નથી માટે શેતાબી કર અને મને કહે કે તને કયાં પ્રકારનું મોત ભાવે છે?’ (ક્રમશ)

Similar Posts

  • Caption This – 24th July

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 28th July 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…

  • Meheryan Parabh Celebrated At M J Wadia Agiary

    After a 3-year hiatus, the Meheryan Parabh was celebrated at MJ Wadia Agiary, Lalbaug, with much gusto, celebrating fifteen glorious years of the Structured Religious Course. Panthaki Er. Kersi Bhada performed a 12-Mobed Jashan, after which the young and old joined hands in Humbandagi. The programme, themed: ‘Happiness… A way of Life’ was compered by…

  • નવા વર્ષની ભેટ

    શાયાન 12 વરસની હતી. તે નવસારીમાં તેના પપ્પા-મમ્મી-ગ્રેની અને તેનાથી મોટી બહેન ફ્રીયા સાથે રહેતી હતી. તે જ્યારે નાની હતી ત્યારે તેને તાવ આવ્યો અને તેના પગને પોલીયો થઈ ગયો. તે સરખી રીતે ચાલી નહોતી શકતી તેના પગમાં મેટલનું પગને સપોર્ટ આપવા પહેરેલું એક સ્ટેન્ડ હતું. તેની સાથે તે ધીમે ધીમે ચાલતી હતી. શાયાન ખુબ…

  • Third Global Webinar Featuring Ba Humata

    A Prayer, Leadership and Entrepreneurship Global Webinar Series on Prayer With Action And Action With Prayers by our Thoughtful Priests, Insightful Leaders and Thinking Entrepreneurs Theme: A Prayerful Life Is More Meaningful Than A Life Full Of Prayers (Yasna 12.2 And 12.3) When: Sunday, March 7, 2021 at 8:00 AM Pacific Time / 11:00 AM  Eastern…

  • |

    Travel Like Royalty With Empress Worldwide Travelz

    Earlier this year saw the launch of Empress Worldwide Travelz, a leading Destination Travel Advisory based out of Mumbai, offering full service operations across Europe, USA, UAE, Australia, New Zealand, South Africa, Japan, China, Hong Kong, Singapore, Malaysia, Thailand and Sri Lanka. Conceptualised and headed by travel expert, Kashmira Dumasia, who brings in over thirteen…

  • Nature’s Nasty Nudge

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Veera is a published Author (‘Endured’ and ‘#LoveBitesLifeHacks’) and Columnist; a passionate Educator and Counsellor; Poet and Philosopher… but most of all, a lover of all things literary.[/otw_shortcode_info_box] Welcome, dearest world, to 2020! Fearful, anxious, panic stricken – are we? Think back, to how long we have been plundering, corrupting and marauding it!…