અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણ

પારસી સેનેટોરિયમના ગ્રાઉન્ડમાં તા 28મી એપ્રિલ 2019ના દિને અમદાવાદના સુનામાઈ અને ફિરોઝ દાવર ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી શેરીનું જમણનું આયોજન કરવામાં આવ્યું હતું. એપીપી (અમદાવાદ પારસી પંચાયત) ના ભૂતપૂર્વ ટ્રસ્ટી, પ્રોફેસર આરમઈતી ફિરોઝ દાવર દ્વારા 2017માં સ્થપાયેલા, તેમના માતા-પિતા, સુનામાઈ અને વિદ્વાન પ્રોફેસર ફિરોઝ દાવરની યાદમાં સ્થાપવામાં આવેલું ટ્રસ્ટ, પારસી અને કોસ્મોપોલિટન પરિવારોની જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક સહાય પૂરી પાડે છે. શૈક્ષણિક સપોર્ટ આપવા ઉપરાંત ટ્રસ્ટે અમદાવાદ શહેરના હમદીનો માટે વાર્ષિક ‘શેરીનું જમણ’ રાખ્યું હતું. સાંજના જશનમાં હમદીનોની સારી એવી સંખ્યામાં હાજરી હતી, ત્યારબાદ એનાજિકના અધિકારીઓએ ટૂંકી રજૂઆત કરી હતી, જેમણે મેડિકલ ડિવાઇસ લોન્ચ કર્યો છે. જે તેના હેલ્થ બેનિફિટ્સ માટે જાણીતા કાન્જેન પાણીને આલ્કલાઈન અને આયોનાઈઝડ બનાવે છે. કેટલાક વપરાશકર્તાઓએ તેમના અનુભવો શેર કર્યા હતા. અધિકારીઓએ 350-પ્લસ પ્રેક્ષકોને તેમણે પૂછેલા પ્રશ્ર્નોના ધીરજપૂર્વક વિગતવાર જવાબ આપ્યા હતા. બ્રિગ. જહાંગીર અંકલેસરિયા વીએસએમ (રીટાયર્ડ),એપીપીના પ્રસિડન્ટે કંપનીના અધિકારીઓને ડેમો દેખાડવા બદલ આભાર માન્યો હતો અને ભીડને જાણ કરી કે એપીપી કાન્જેન પાણીનું એક મશીન ખરીદવાનું નક્કી કર્યું છે અને રસ ધરાવતા હમદીનોને મફત પાણી પૂરૂં પાડવામાં આવશે. તેમણે ટ્રસ્ટ શરૂ કરવામાં પ્રોફેસર આરમઈતી દાવરના પ્રયત્નો અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવેલા સારા કાર્યોની પ્રશંસા કરી હતી. વેજીટેરિયન જમણબાદ કાર્યક્રમ સમાપ્ત થયો હતો.

Similar Posts

  • XYZ’s TT Holds Parents’ Talent Contest

    Xtremely Young Zoroastrians’ (XYZ) Tehmurasps Titans (Andheri group) organized a fun evening on 17th September, 2017, with ‘Adla Badli’ as the theme, where parents played the role of XYZ members, and vice-versa. Commencing with a game of Housie, the highlight of the evening was ‘The Talent Contest’ that saw parents participate with playing the violin…

  • ભોપાલ પારસી અંજુમને નવરોઝની ઉજવણી કરી

    ભોપાલ પારસી અંજુમને તા. 12મી ઓગસ્ટ 2017ને દિને પારસી નવા વર્ષની ઉજવણી કરી. છ કુટુંબોએ સાથે મળીને હોટલમાં જઈ આ પ્રસંગની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં હાજર રહેનાર લોકોએ રમતો રમી તથા મજા ભરેલી પ્રવૃતિઓ કરી નવરોઝ ઉજવી હતી. આ પ્રસંગે ભોપાલ પારસી પંચાયતના પ્રમુખ રોહિન ગાંધી, સેક્રેટરી ગેવ ધનજીભોય અને ખજાનચી (કર્નલ રિટાયર્ડ) ફિરોઝ…

  • ચંદનનો બગીચો

    એકવાર એક રાજાએ ખુશ થઇને એક લુહારને ચંદનનો એક મોટો બગીચો ઉ5હારમાં આપી દીધો. આ લુહારને ચંદનના વૃક્ષોની કિંમતનું જ્ઞાન ન હતું, તેથી તે ચંદનના વૃક્ષોને કાપીને તેના કોલસા બનાવી વેચતો હતો. ધીમે ધીમે બગીચો ખાલી થઇ ગયો. એક દિવસ અચાનક રાજા આ લુહારના ઘર પાસેથી 5સાર થયા ત્યારે તે વિચારતા હતા કે અત્યાર સુધીમાં…