વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

ઈશ્ર્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં હોય ત્યારથી માંડીને એ મોટું ને સમજણું થાય ત્યાં સુધીમાં, અનેક કષ્ટો વેઠનાર અને પોતાના શરીર-સુખના ભોગે પોતાના બાળકની માવજત કરનાર માતાને જો ઈશ્ર્વરે પેદા જ ના કરી હોય તો આપણું શું થાત? કોણે લાલન પાલન કર્યુ હોત, કોણે આપણને સંસ્કાર આપ્યા હોત. કોણે આટલો પ્રેમ લૂટાવ્યો હોત. માતાનુ મહત્વ તો તમે એકવાર જઈને અનાથાશ્રમમાં રહેતા બાળકોને જોઈને કે તેમની સાથે વાતચીત કરીને જોશો તો સમજાશે.

 ખુદ ઈશ્ર્વર પણ એની જોડે બેસી શકે તેવો નથી! સાચે જ, જગતમાં સૌ સગા સ્નેહીજનો વચ્ચે માતાની ત્યાગનીમૂર્તિ, પૂનમના ચાંદ જેવી ઝળહળે છે?

જગતમાં સર્વપ્રથમ અને બાળકના મુખમાંથી નિકળતો પ્રથમ જો શબ્દ હોય તો તે ‘મા’ ‘મમ્મા’છે. કવિઓએ માતૃપ્રેમનો મહિમા મુકતકંઠે ગાયો અને બિરદાવ્યો છે. કવિ પોતાની કવિતામાં કહ્યું છે કે, જનનીની જોડ સખી નહિ જડે રે લોલ !

માતા એ માતા જ છે. ભલે એ આઠ બાળકોની માતા હોય કે એકના એક સંતાનની! માતાને મન એનુ પ્રત્યેક બાળક કાળજાનો કટકો છે. માતા ગરીબ ઘરની હોય કે શ્રીમંત ઘરની. એના વાત્ય્સલયનુ ઝરણું તો અખૂટપણે વહ્યા જ કરે છે.

વળી બાળક દેખાવડુ જ હોય એ કાઈ જરૂરી નથી. માતાને મન તો એનુ લુલુ લંગડુ કે બહેરુ બોબડુ બાળક પણ ગુલાબના ખીલેલા ગોટા જેવુ જ હોય છે. માતાને ઘડીને ઈશ્ર્વરે હાથ ધોઈ નાખ્યા છે એમ કહીએ તો જરાય ખોટુ નથી.

બાળક માંદુ પડે. નિશાળેથી આવતા થોડુ મોડુ થાય કે કોઈ ચીજ મેળવવા માટે ધમપછાડા કરે ત્યારે માતા લાખ કામ પડતા મુકીને કેવી બેબાકળી અને ચિંતાતુર બની જતી હોય છે! બાળકના સુખે સુખી અને બાળકના દુખે દુ:ખી થનારી, રાત દિવસ તેના હિતની પ્રાર્થના કરનારી માતા જેવી ત્યાગમૂર્તિ જગતમાં બીજી કોઈ છે ખરી? જીવન નૈયાનુ સુકાન માતા છે. મા વિનાના બાળકોની સ્થિતિ અત્યંત દયાજનક હોય છે. જીવનનુ સબરસ મા છે, એનો ત્યાગ એનુ વાત્સલ્ય એનુ માઘુર્ય એ તો સંતાનના જીવનની અણમોલ અદ્વિતીય મુડી છે.

આખા જગતનો આધાર માતાની આગળી છે. એની આંગળીમાં અભય છે. સામે વાઘ આવીને ઊભો હોય પણ દીકરાએ જો માની આંગળી ઝાલી હશે તો એને બીક નહી લાગે ! એની આંગળી નિર્ભય છે. ‘મા’ શબ્દ જ મમતાથી ભરેલો છે. પશુ હોય કે પક્ષી હોય માતાનો પ્રેમ એના પોતાનાં બચ્ચાં માટે અપાર હશે, ગાય પોતાના વાછરડાંને, કૂતરી પોતાનાં ગલૂડિયાંને. ચકલી પોતાનાં બચ્ચાંને,વાદરી પોતાનાં બચ્ચાને પ્રેમ કરતાં થાકતી નથી. કેવાં સાચવે છે,ચાટે છે અને ખવડાવે છે. અબોલા પ્રાણીમાં જો આટલી માયા ને લાગણી હોય તો માનવ-માતાની તો વાતા જ શી કરવી?

જગતમાં દરેક મહાન પુરુષોના જીવન ઘડતરમાં તેમની માતાનો ફાળો અનન્ય અને અનમોલ રહ્યો છે. તે બાળકની પ્રેરણાદાત્રીની છે. નેપોલિયન જેવાને કહેવું પડેલું કે,  એકમાતા એ સૌ શિક્ષકની ગરજ સારે છે. માતા સંતાનના ચારિત્ર્યનું ઘડતર કરે છે, તે થકી સમાજનું અને રાષ્ટ્રનું ઘડતર થાય છે. આ મા બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને

શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે…..!!

આટલુ જતન કરીને વખત આવે તો પેટે પાટા બાંધીને બાળકનું જતન કરનાર માતાને ઘડપણમાં જો પુત્ર તરફથી પ્રેમને બદલે તિરસ્કાર, સહારાને બદલે અપમાન મળે અને મદદને બદલે કુવચનો સાંભળવા મળે તો એ પુત્રને પુત્ર કહેવો કે પત્થર? આટલુ થવા છતા માતા કાયમ પોતાના દીકરાને આશીર્વાદ જ આપતી રહે છે. તેથી જ તો કહેવાય છે કે “છોરૂં કછોરૂં થાય પણ માતા કુમાતા ન થાય.

Similar Posts

  • કમળો

    કમળો થયો હોય ત્યારે લોકો કુદરતી ઉપચારો પણ જરૂર પસંદ કરે છે. જો, કે એક નૈસર્ગિક ચિકિત્સા કમળો મટાડવા માટે બહુ જ પ્રભાવકારક અને અકસીર છે. દર્દીએ દરરોજ નિરંતર તાજા મૂળા ખાતા રહેવું. કંદ (મૂળાના) ખાતા રહેવું અને મૂળાની ભાજીનું શાક ખાતાં રહેવું. શેરડી ચાવી-ચાવીને ખાતાં રહેવું. ફકત આટલું જ કરતા રહેવાથી પણ કમળો ધીમે-…

  • PT Push – Khushnuma Dubash

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]PT Push endeavours to promote and encourage the spirit of entrepreneurship and is dedicated to furthering the cause of all budding entrepreneurs in our community who wish to share their efforts with our readers, to gain your support for their ventures. PT Push presents the young, dynamic, go-getter Khushnuma Dubash, an independent Digital…

  • Bodybuilding Champs – Jehangir And Yohan Randeria

    Father and son duo – 50-year-old Jehangir and 24-year-old Yohan Randeria – brought much pride to the community, having won the Silver and Bronze medals, respectively, in the Amateur Bodybuilder’s Association Of Brihan Mumbai’s ‘Mumbai Shree Bodybuilding Competition’, which was held on 24th November, 2019, at Samaj Mandir Hall, Kalachowki. Each year, the top three…

  • મહેનત રંગ લાવી!

    ગામડાની એક સ્કૂલની આ વાત છે, સવારનો સમય છે, લગભગ દસ વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે, સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે કારણકે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદ એ નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નહોતો. વરસાદ ચાલુ જ છે અંદાજે પાંચથી સાત મિનિટ પછી એક…

  • ઘડપણનો સાચો સહારો કોણ?

    આપણે મોટાભાગે એવું સાંભળતા આવ્યા છીએ કે ઘડપણનો સહારો દીકરો હોય છે અને એટલા માટે જ લોકો પોતાના જીવનમાં એક દીકરો હોય તેવી આશા રાખતા હોય છે જેના કારણે ઘડપણમાં સહારો રહે. દીકરો ઘરમાં વહુ લાવે છે, વહુ આવ્યા પછી દીકરો પોતાની લગભગ બધી જવાબદારી તેની પત્ની ને સોંપી દે છે અને પછી પત્ની આ…

  • ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહ

    આદર મહિનોને બહેરામ રોજના શુભ દિને ઘોલવડ, દહાણુ અને ઝાય બોરડીના જરથોસ્તીઓએ ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત ખુશાલીના જશન સાથે સવારે સ્ટે.ટા. 10.20 કલાકે કરવામાં આવી હતી. પંથકી એરવદ હોમી સેનાના માર્ગદર્શન હેઠળ ચાર એરવદોએ જશનની પવિત્ર ક્રિયા કરી હતી. જરથોસ્તીઓ હોલમાં તથા અગિયારીના ગેટ…