ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહ

આદર મહિનોને બહેરામ રોજના શુભ દિને ઘોલવડ, દહાણુ અને ઝાય બોરડીના જરથોસ્તીઓએ ઝાય બોરડી પારસી અંજુમન અગિયારી આદરિયાન સાહેબની 103મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી હતી. કાર્યક્રમની શરૂઆત ખુશાલીના જશન સાથે સવારે સ્ટે.ટા. 10.20 કલાકે કરવામાં આવી હતી. પંથકી એરવદ હોમી સેનાના માર્ગદર્શન હેઠળ ચાર એરવદોએ જશનની પવિત્ર ક્રિયા કરી હતી. જરથોસ્તીઓ હોલમાં તથા અગિયારીના ગેટ પાસે બેઠા હતા. જશનનું આતશની સુગંધ અને સાથે ચઢાવેલા ફૂલોની સુગંધ શાંતિ અને પવિત્રતામાં વધારો કરતા હતા. ત્યારબાદ હમબંદગી કરવામાં આવી હતી તથા અગિયારીમાં જશનના આતશ પરથી ચોખાના ઓવરણા લેવામાં આવ્યા હતા અને જરથોસ્તીઓએ જશનના આતશ પર ચોખાની પધરામણી કરી હતી.

ટ્રસ્ટીઓએ અગિયારી માટે ડોનેશનની વાતો કરી. પંથકી સેના સાહેબે ફિરદોશ એલાવ્યા અને અરદાવિરાફ કારભારી આ બે વોલેન્ટીયરોની તેમની મદદ માટે પ્રસંશા કરી આભાર માન્યો હતો. દરિયાની સામે આવેલા હોલમાં જરથોસ્તીઓએ નાસ્તાનો આનંદ માણ્યો હતો.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *