એક વજીર કે જેને તેના કરતુક માટે સજા થઈ હતી

વજીરના ઉપર તેનો પૂરતો ઈતબાર હોવાથી પાદશાહે તેની હકીકત ખરી માની વધુ શોધખોળ કીધી નહી. સારા ભાગ્યે શાહજાદાને પાધરો રસ્તો જડ્યો, તેથી પોતાનો મકાન તે સલામત જઈ પહોંચ્યો અને તે વજીરની ગફલતીથી તેની ઉપર જે જફા આવી પડી હતી તેનો ટુલોટવિલ હેવાલ પોતાના બાપ આગળ કહી સંભળાવ્યો. તે પાદશાહે પોતાના વજીર ઉપર એટલો તો રીસે ભરાયો કે તેને મારી નાખવાનો તુરતજ હુકમ કીધો.

યુનાની પાદશાહના વજીરે કહ્યું કે “રે પાદશાહ હું હકીમ દુબાન વિષે બોલવા માગું છું, અગર જો તમે સંભાળ રાખશો નહી તો તમે જે તેની ઉપર ઈતબાર રાખો છો તેમાં તે તમને ફસાવશે. હું સારી પેઠે જાણું છું કે તે કોઈ ભેદુ છે અને તમારા મુદ્દઈઓએ તમને ઠાર મારવાને એને મોકલ્યો છે. તમે કહો છે કે તેણે તમારૂં દરદ કાઢ્યું, પણ તે કોણ જાણે છે? વખતે બહારથી સારા કીધા હોય પણ અંદરખાનેથી જેમનું તેમ હશે ત્યારે? અને એજ ઈલાજ કીધેલો કોઈ દિવસે પાછો ફાટી નહી નિકળશે એમ કોણ કહી શકશે.”

તે યુનાની રાજા કુદરતથી પોચા મનનો હતો અને તેનામાં વજીરની બુરી નિષ્ઠા પકડી કાઢી શકે એટલી તીક્ષ્ણ બુદ્ધિ ન હતી. તે સાથે જે પહેલાં તેણે એ બાબતમાં જે પોતાનો વિચાર આપ્યો હતો તેને વળગી રહેવા લાયક તેનામાં મનશક્તિ હતી નહી. પોતાના વજીરની વાત ઉપરથી તેના મનમાં તરેહવાર ભ્રાંતીઓ આવી. તેણે કહ્યું કે “ઓ વજીર! તું ખરો હશે. તે હકીમ મારો જાન લેવા માટે આપણી દરબારમાં આવ્યો હશે, અને તે કામ મને તે કાંઈ એક દવાની ચીજો સુંઘાડીને પણ આસાનીથી કરી શકશે. આ કઠણ સમયમાં શું કરવું તે  વિષે આપણને વિચાર કરવો દરૂસ્ત પડશે.”

જ્યારે તે વજીરે જોયું કે જે વળણ ઉપર પાદશાહને તે લાવવા માગતો હતો તે વળણે રાજા આવ્યો છે ત્યારે તેણે રાજાને કહ્યું કે “ઓ બુઝર્ગ પાદશાહ! તમારા સુખ અને શાંતિને પકડી રાખવા જોગ ઈલાજ એજ છે કે તે હકીમને તમોએ તુરત તમારી હજુરમાં બોલાવવો અને જેવો તે આવે કે તેને ગરદન મારવાનો હુકમ કરવો.” પાદશાહે જવાબ કીધો કે “ખરેખર! તેની બુરી ધારણાનો મારે અટકાવ કરવો ઘટે છે.” એટલું બોલીને તેણે પોતાના એક અમલદારને બોલાવ્યો અને તેને હુકમ કીધો કે દુબાન હકીમને બોલાવી લાવવો. તે હકીમના મનમાં કાંઈ પણ ભ્રાંતી આવી નહી કે રાજા તેને મારી નાખવા માટે બોલાવે છે તેથી તેનો પેગામ સાંભળતાંનેવાર તે મેહેલ તરફ દોડ્યો.

જેવો તે પાદશાહની હજીરમાં આવ્યો તેવોજ તે બોલ્યો કે “ઓ દુબાન હકીમ! તું જાણે છે કે મેં તને શા માટે મારી પાસે બોલાવ્યો છે?” દુબાને કહ્યું કે “નહી સાહેબ! તમો નામદાર પાદશાહના હુકમની હું રાહ જોઉં છું.” પાદશાહે કહ્યું કે “મેં તને બોલાવ્યો તેનું કારણ એ છે કે મને મારી નાખવાને તે જે જાળો પાથરી છે તેમાંથી મોકળો થવા માટે હું તને મારી નાખવાનો હુકમ કરૂં છું.”

દુબાન હકીમે પોતાને માટે એવા સખુનો પાદશાહને મોહોડેથી સાંભળ્યા ત્યારે તે એટલો તો ઘભરાટ અને અચરતીમાં પડ્યો કે તેનું બ્યાન કરી શકાતું નથી. તેણે કહ્યું કે “ઓ નામદાર પાદશાહ! તું મને શા માટે મારી નાખવા માગે છે? મેં એવો તે શું ગુનાહ કીધો છે?” પાદશાહે કહ્યું કે “મને ભરોસો રાખવા જોગ સત્તાથી ખબર મળી કે તું કોઈ ભેદુ છે અને મારી દરબારમાં મારો પ્રાણ લેવામાટે તું આવ્યો છે. પણ તેમ કરવાથી તને અટકાવવા માટે હું તારો જાન લેવાને ખંતી છું.” એક અમલદાર જે ત્યાં હાજર હતો તેને પાદશાહે ફરમાવ્યું કે “આ ચંડાળને ઠાર માર! કે જે ચંડાળ આ દરબારમાં આવી દગલબાજીથી મારો જીવ લેવાની યુક્તિ કરે છે તેમાંથી મારો છુટકો થાય.”

દુબાન હકીમ વિચારવા લાગ્યો કે “પાદશાહે તેની ઉપર દ્રવ્યનો તથા મરતબાનો વરસાદ વરસાવ્યો તે ઉપરથી અદેખાઈ થયાથી શાહને કોઈએ ભમાવ્યો હશે અને પાદશાહ પોતે મૂર્ખ છે તેથી તેવા બુરા લોકોનું ખરૂં માન્યું હશે.” અને ખરેખર તેમજ થયું હતું.

(ક્રમશ)

Similar Posts

  • યતુ જી જરથુસ્ત્ર (હપ્તન યશ્તમાંથી)

    આપણને તકલીફો ઘણી બધી રીતની આવે છે. કેટલાકને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ હોય છે, કેટલાકને શૈક્ષણિક તકલીફ હોય છે, કેટલાક બાળકો અથવા માતાપિતા સાથે મુશ્કેલીઓનો સામનો કરે છે, કેટલાકને કાર્યસ્થળના દબાણનો સામનો કરવો પડે છે અને તેથી વધુ … સૂચિ અનંત છે. જો કે, આપણે બધાં, આપણા જીવનના કોઈક સમયે, એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો હોય…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    15 December, 2018 – 21 December, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 25મી ડિસેમ્બર સુધી ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા વિચારો પોજીટીવ રાખી શકશો. નાણાકીય મુશ્કેલી જરાબી નહી આવે. દરેક બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. ઉતરતી ગુરૂની દિનદશા તમારા હાથથી ચેરીટીના કામો કરાવી દેશે. કોઈ પણ જાતની આફતમાં ગુરૂ તમને બચાવી લેશે. કુટુંબીઓનો સાથ…

  • Oops, He Did It Again!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Embarrassing habits of your pooch that you’ve been mortified to ask anyone about![/otw_shortcode_info_box] Our relationship with our dogs go back over time immemorial. Yet, when it comes to understanding our canines’ crazy quirks, we are often left stumped! With all the love and joy dogs bring us, they also manage to baffle us…

  • Zermesh Patel Shines In Open Karachi Championship

    On January 24th, 2021, Karachi-based Zermesh Patel did the tiny Parsi community in Pakistan, and its larger counterpart in India and across the world, very proud, by winning the title – ‘Mr. East Atheletic Physique’ as well as securing third position in the category – ‘Mr. East Model Physique’, in the 5th Allama Iqbal Open…

  • વાત્સલ્યની મૂર્તિ એટલે માં!!

    ઈશ્ર્વરે પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે! અનન્વય અલંકારમાં કહીએ તો વાત્સલ્યની મૂર્તિ એટલે મા, મા એટલે વાત્સલ્યની મૂર્તિ. એના જેવી વ્યકિત આ જગતમાં કયાંય મળે એમ નથી! બાળકને જન્મ આપનાર અને એનું લાલનપાલન કરી જીવનનું સુયોગ્ય ઘડતર કરનાર માતાની મૂલ્યવાન સેવાનો બદલો કોનાથી વાળી શકાય એમ છે? બાળક ઉદરમાં…

  • |

    5 Things To Do At The Start Of The New Financial Year

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] It is that time of the year when we look ahead to new beginnings, new strategies and renewed hopes and aspirations. Here are five essential aspects that are recommended at the beginning of the financial year, for the continuous improvement of your financial well-being: [/otw_shortcode_info_box] (I) Review Your Portfolio: While long-term investing…