શાહનામાની સુંદરીઓ: બેજનની બાનુ મનીજેહ

જંજીરમાં સીકડાઈને પડેલો તે રાત દહાડો આવાં દુ:ખ કરતાં મોત માંગે છે. મારૂં દિલ તેની આ હાલતથી બહુ દુ:ખી થાય છે. માટે જો તું ઈરાન જાય તો કેશવાદના છોકરા ગોદ્રેજને એ હકીકત કહેજે. જો શાહ કએખુશરૂની દરબારમાં તું ગેવ અથવા રૂસ્તમને જોય તો તેઓને બેજનની હકીકત કહેજે, અને જણાવજે કે જો તેને છોડવવામાં ઢીલ થશે તો તે મરી જશે. જોં તમો તેેને જીવતો જોવા માંગતા હો તો વખત ખોવાનું કામ નથી.”

આ સાભળી રૂસ્તમ બોલ્યો કે “તું તારા બાપ આગળ બીજા મોટા માણસોને વચમાં કેમ નાખતી નથી? જો તારા બાપના ગુસ્સાથી મને બીહવાનું નહિ હતે, તો હું તને હાલ ઘણીક ચીજો આપતે.” એમ કહી, તેણે બાબરચીઓને ફરમાવ્યું, કે જે ખાણું તૈયાર હોય તે હાજર કરે, તે ખાણામાંથી એક ભુંજેલી મરઘી તેણે લીધી, અને તેની આજુબાજુ એગ નાન વિટાળ્યું, અને પછી મનીજેહ જોય નહિ તેમ છુપી રીતે, તે મરઘીના પેટમાં પોતાની એક વિંટી ખોસી દીધી. તે પછી મનીજેહને કહ્યું કે “આ લઈ બેજન જે ગારમાં બંધ પડ્યો છે તે તરફ જા અને તેને એ ખાણું આપ.”

મનીજેહ આ ખાણું લઈ દોડતી બેજનના બંધીખાનાના ગાર આગળ ગઈ અને તે ખાણું તે ગારમાં નીચે બેજન આગળ ઉતાર્યું. બેજને તે લઈને અંદરથી પોકાર માર્યો કે “ઓ મારી મેહરબાન બાનું! આ ખાણું તું ક્યાંથી લાવી? તું મારે કાજે રાત દહાડો કેટલી બધી રંજ ખેંચે છે!” મનીજેહ ઉપરથી જવાબ કીધો કે “એક ભલો ઈરાની વેપારી વેપાર અર્થે આવ્યો છે, અને તેણે અહીં પડોશનાં શેહરમાં વણજાર સાથે પડાવ નાંખી પોતાનો વેપાર ખુલ્યો છે. તેણે મને એ ખાણું આપ્યું છે અને કહ્યું છે કે જો બીજું જોઈએ તા લઈ જવું.”

આ સખુનો સાંભળી ચિંતા અને ફિકર વચ્ચે બેજને તે ખાણું ખાવા માંડ્યું. ખાતા તેને પેલી મરઘીમાં ખોસેલી વિંટી મળી. તેણે તપાસીને જોયું; તે તેની ઉપર રૂસ્તમનું નામ હતું. તે બહુ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે તેના દુ:ખના દહાડા અંતે તમામ થવા આવ્યા છે. ખુશીમાં ને ખુશીમાં તેને હસવું આવ્યું અને આ તેનો હસવાનો અવાજ મનીજેહને ઉપર સંભળાયો. તેણી અજબ થઈ ગભરાવા લાગી કે એમ તો દીવાના આદમીએ પોતાના કામથી હસે.

આથી તેણીએ બેજનને સાદ મારી પુછ્યું કે, “ઓ નેકબખ્ત! તું જે આ ઉંડા ગારમાં બંદ પડ્યો છે, કે જ્યાં તને  રાત કે દહાડો માલુમ પડે નહિ તે શા કાજે એમ હસે છે? શું તારો શીહા દહાડો કાંઈ રોશન થયો છે?” બેજને અંદરથી જવાબ દીધો કે “હા, મારૂં નસીબ ફરે એવું દેખાય છે. માટે જો તું સોગંદ લે, કે જેહું તને કહું તે તું કોઈને કહે નહિ, તો હું તને સઘળી હકીકત જણાવું. કારણ કે ઓરતજાતની જબાનને જો સીવી હોય તો પણ તે બંધ રહે નહિ.” મનીજેહ અફસોસ કરવા લાગી કે “બેજન માટે મેં આટલું દુ:ખ ખમ્યું છે, તે છતાં તે મારે માટે શક રાખે છે!”

(ક્રમશ)

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    25 March – 01 April 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી ઘરવાળા પાછળ ધારેલ કરતા વધુ ખર્ચ કરવો પડશે. ખર્ચ કર્યા પછી તમને કોઈપણ જાતનો અફસોસ નહીં થાય. શુક્રની કૃપાથી નાણાકીય મુશ્કેલીમાં નહીં આવો. ગામ પરગામ જવાથી મનને વધુ આનંદ મળશે. મનગમતી વ્યક્તિને તમારા મનની વાત કરી શકશો. દરરોજ…

  • |

    તંત્રીની કલમે

    જમશેદી નવરોઝ મુબારક વ્હાલાં વાંચકો, દર વર્ષે, આપણે જમશેદી નવરોઝના શુભ પ્રસંગની ઉજવણી કરવા શું કરવું તેની સુચિ સાથે તૈયાર હોઈએ છીએ. આપણા ઘરોની સફાઈ, સજાવટ, નવા કપડા ખરીદવા, પ્રિય લોકોને આપવા મીઠાઈના ઓર્ડર કરવા, નાટકની ટિકિટ બુક કરાવવી અને રાત્રિના જમણ માટે ટેબલો બુક કરાવીએ છીએ વગેરે વગેરે. મોટાભાગે, આપણે આ બધા બાહ્ય દેખાવામાં…

  • હસો મારી સાથે

    રોજ સવારે બેગ માંથી લેપટોપ, ચાર્જર, માઉસ, યુએસબી કેબલ, હેડફોન, મોબાઈલ ચાર્જર કાઢીયે ત્યારે… સાલુ મદારી જેવું ફીલ થાય હો… *** પતિ 45ના થાય એટલે પત્નીના શક કરવાના ત્રાસમાંથી માંડ છુટકારો મળતો.પણ આ અનુપ જલોટા એ એવો દાટ વાળ્યો છે કે હવે 60એ પણ ત્રાસ રહેવાનો.. *** રાહુલ ગાંધીએ કહ્યું: પેટ્રોલની કીંમતનો વિરોધ સૌથી વધારે…

  • પાયોનિયર ડાન્સ માસ્ટ્રો – આસ્તાદ દેબુનું અવસાન

    પદ્મશ્રી પ્રાપ્તકર્તા, આસ્તાદ દેબુ, ભારતમાં આધુનિક નૃત્યના પ્રણેતા તરીકે માનવામાં આવતા, 10મી ડિસેમ્બર, 2020 ના રોજ 73વર્ષની વયે અવસાન પામ્યા. નવેમ્બરમાં તેમને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેઓની પાછળ તેમની બહેનો – કમલ દેબુ અને ગુલશન દેબુ છે. રોગચાળાના બંધનને કારણે માત્ર એક જ પરિવારના સભ્યો હાજર રહેવા સાથે વરલી ખાતે એક ખાનગી અંતિમ સંસ્કાર…

  • નવરોઝના સગનવંતા દિવસે!!

    ગયા અઠવાડિયે હું રોશન આન્ટીની બર્થ ડે પાર્ટીમાં ગઈ હતી. એમના બે દીકરા હતા એક ડોક્ટર અને બીજો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બંને જમાઈઓ, દીકરીઓ અને તેમના પૌત્રા પૌત્રીઓ. ફાઈવ સ્ટાર હોટેલમાં સમારોહનું આયોજન કર્યું હતું. રોશન આન્ટીની જીવનની સ્ટોરી તેમના બન્ને દીકરાઓએ રજૂ કરી અને તે સાંભળી મારી આંખમાં આંસુ આવી ગયા. રોશન આન્ટીને ટીવન્સ હતા….

  • જીવનની પુન:પ્રાપ્તિ સાથે નવરોઝનુ આગમન

    કેટલીકવાર આપણે આપણી પોતાની પીડામાં એટલા ફસાઇ જઈએ છીએ કે આપણે આ બધામાંથી છૂટકારો મેળવી શકતા નથી. છેલ્લાં બે વર્ષ મારા માટે એક સમાન રહ્યા છે. હકીકતમાં, મેં બાળપણથી જ આખી દુનિયા જોઈ છે કે હું મારી જાતને નાના તોફાનોથી ડરવાનું ના પાડું છું, પરંતુ નિયતિએ તેને મંજૂરી આપી ન હતી. આટલું મોટું સંકટ મને…