કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ સરેાવર થયલું છે તે જગ્યા તરફ મારા બાપના રાજની રાજધાણી હતી. જેમ જેમ મારી વાર્તા કહેતો જઈશ તેમ તેમ તમને સમજ પડશે કે એ ફેરફારો કેમ થયા છે.

મારો બાપ સિતેર વર્ષની ઉંમરે મરણ પામ્યો. તેના ગુજરવાબાદ મેં નેકા કીધા. જેણીને મેં મારા રાજ્યની ભાગ્યણ કીધી તે મારી સગી હતી. તેણીના પ્યારની સાબેતી મેં જે તેની તરફથી મેળવી હતી તે ઉપર સંતોષ રાખવાને મારી પાસે પુરતા કારણો હતાં. મારો પ્યાર પણ તેની ઉપર કાંઈ ઓછો નહી હતો. અમારા એક બીજા સાથે લગ્ન થયા પછી પાંચ વર્ષ સુધી અમો એક બીજા સાથે સુખચેનથી રહ્યા હતાં. પણ તે મુદ્દતની આખરીએ મને માલમ પડ્યું કે મારી રાણી અને સગી આગળની પેઠે મને ચાહતી ન હતી.

એક દિવસે ભોજન કીધા પછી જ્યારે તે સ્નાન કરવા ગઈ ત્યારે મને આરામગાહમાં જવાનો શોખ થયો તેથી એક કોચ ઉપર હું સુતો. તે વેળા મારી રાણીની બે બાંદીઓ ઓરડામાં હતી તેથી એક મારા પગ આગળ અને બીજી મારા માથા આગળ આવી બેઠી અને પંખાથી પવન નાખવા લાગી કે મારી ઉપરથી માખોને ઉરાડી મેલે તે સાથે ઠંડા પવનની લેહેકી આવે તો મારી ઉંઘમાં ખલેલ પહોંચે નહી.

એ બાંદીઓએ મને ઉંઘમાં પડેલો જાણી એક બીજા સાથે ધીમેથી વાતો કરવા માંડી. પણ મેં મારી આંખો મિચેલી રાખી અને તેમની વાતચીત ધ્યાન દઈ સઘળી સાંભળી.

એક બાંદીએ બીજીને કહ્યું કે “આપણો પાદશાહ જે આટલો યારબાજ પુરૂષ છે તેને રાણી ચાહતી નથી એ શું અફસોસ કરવા જોગ નથી?” બીજી બાંદી બોલી “અલબતાં એમજ છે અને મને સમજ પડતી નથી કે તેને એકલો મેલી દરરોજ રાતને સમે તે શા સારૂં બહાર જતી રહેછે? શું તે શાહને માલમ પડતું નથી?  પેહેલી બાંદી બોલી કે “તેને તે કેમ ખબર પડે? કારણ કે દર રાત્રે બહાર જતી વેળા તે રાણી રાજાને કાંઈ વનસ્પતિનો રસ દોહીને પાયછે કે જેની કેફથી તે એટલોતો ચકચૂર થાયછ કે આખ્ખી રાત એક મડદાની પેઠે સુઈ રહેછે; અને તેને એવી હાલતમાં નાખીને રાણી આખી રાત જ્યાં તેને ભાવે છે ત્યાં ભટકે છે. અને પોંહો ફાટે છે કે રાણી પાછી આવે છે ત્યારે તેનાં નાક આગળ કાંઈ ખુશબો લગાડે છે કે જેથી તે જાગી ઉઠે છે.

આ વાતો સાભળ્યાથી મને કેટલી અચરતી લાગી હશે; તથા મારા મનમાં કેટલું દુ:ખ ઉત્પન્ન થયું હશે તે વિષે તમે પોતે વિચારી લેજો. તો પણ જે ગમ મારા દિલમાં ઉત્પન્ન થયો તે દાબી નાખવાની પૂરતી તાકાત હું ધરાવતો હતો. જાણે હું ઉંઘમાંથી બેદાર થયો હોવું તેમ હું જાગી  ઉઠ્યો અને તે વાતનો એક શબ્દ પણ સાંભળ્યો ન હોય એમ જાહેરમાં દેખાડ્યું.

તેટલામાં રાણી હમામખાનામાંથી પાછી આવી. અમે રાતનું ખાણું સાથે ખાધું અને જ્યારે આરામગાહમાં જવાનો વખત થયો ત્યારે ત્યાં ગયા આગમચ તેણીએ પાણીનું એક પ્યાલુ મને પીવા માટે પ્યારથી આપ્યું. પણ તે પીધા વગર, આગળ એક બારી ઉઘાડી હતી તે વાટે તે જોય નહી એવી રીતે મેં બહાર નાખી દીધું. પછી તે પ્યાલું તેને પાછી આપ્યું કે તે જાણે કે મેં તે માહેલું પાણી પીધું હોય. આ પછી અમે સુવા ગયાં. થોડો વખત રહી રાણીએ સદાની પેઠે થાર્યું કે હું ભર ઉંઘમાં પડેલો હોઈશ તેથી કાંઈ પણ સાવચેતી રાખ્યા વિના ઉઠી ઉભી થઈ અને મોટે અવાજે બોલી કે “તું ઉંઘ અને હું ઈચ્છું છું કે તે ઉંઘમાંથી કદીપણ પાછો ઉઠતો ના.”

તેણીએ પોતાનો લેબાશ પહેર્યો અને ઓરડામાંથી જલદીથી બહાર ગઈ.

(ક્રમશ)

Similar Posts

  • Vatchagandhy Dar-e-Meher Celebrates 164th Salgreh

    On 30th December, 2020, (Sarosh Roj), Seth Sorabjee Bomanji Vatchagandhy Dar-e-Meher celebrated its 164th salgreh with much fervour. The Agiary was adorned with lights and flowers. In the morning, a thanksgiving Jashan, organised by the Trustees, was performed by fifteen mobeds, while the evening Jashan was performed by the Agiary staff. After the evening Jashan, Er. Darayesh Katrak…

  • દારાયસ સુરતીએ ફરીથી ગોલ્ડ મેળવ્યું!

    11 થી 17 નવેમ્બર, 2019 દરમિયાન બેંગલુરૂમાં આયોજીત, માસ્ટર નેશનલ બેડમિંટન ચેમ્પિયનશીપમાં બરોડાના માસ્ટર શટલર, દારાયસ સુરતીએ મેન્સ ડબલ્સ વેટરન્સ (70+ વય જૂથ) વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. દારાયસ સુરતીએ આ વર્ષમાં ચાર સોનાના ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગુજરાતના પ્રખ્યાત બેડમિંટન કોચ, દારાયસે ઓગસ્ટ, 2019માં પોલેન્ડમાં યોજાયેલી સિનિયર વર્લ્ડ માસ્ટર્સ બેડમિંટન ચેમ્પિયનશીપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ…

  • આજની વાનગી

      ચીઝ ગાર્લિક બોલ્સ સામગ્રી: બટેટા પ00ગ્રામ, અમેરિકન મકાઈ 1બાઉલ, કોર્નફલોર-1બાઉલ, બ્રેડ ક્રમ્સ 1બાઉલ, ગાર્લિક પેસ્ટ 1 ચમચો, લીલા મરચા બારીક સમારેલા, ચીલી ફ્લેકસ, મીઠું, ચીઝ જરૂરિયાત મુજબ તેલ તળવા માટે. રીત: કોર્નફલોરનું પેસ્ટ બનાવી સાઈડ પર મુકી રાખો. સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા. પછી તેમાં મકાઈ, ચીલી ફ્લેક્સ, મીઠું, ગાર્લિક પેસ્ટ,…

  • SII Collaborates To Provide Equal Healthcare Rights To Trans Community

    Adar Poonawalla, the CEO of Serum Institute of India (SII), the world’s most voluminous producer of vaccines, has said that SII would be collaborating with the transgender activist – Laxmi Narayan Tripathi, to ensure that the community is vaccinated.  “I have always believed that healthcare and dignity should be fundamental human rights. I look forward…

  • Republic Day Reminisce

    I remember the first Republic Day of India quite vividly, rather as vividly as then a boy of five could. It was frenzied – I could not understand what the hullaballoo was all about. The word ‘Republic’ meant very little, rather almost next to nothing to me, but I found the mood every-where jubilant. It…