દશેરામાં શમી પૂજનનું મહત્વ

રધુ રાજાને પણ સીમાઉલ્લંગન કરવાનો પ્રસંગ આવ્યો હતો. રધુ રાજાની પાસે વરતંતનો શિષ્ય કૌત્સ આશ્રમને માટે ગુરૂદક્ષિણાના રૂપમાં સુવર્ણની ચૌદ કરોડ મુદ્રાઓ લેવા આવ્યો હતો. બધી દક્ષિણા દાન આપી શરદના મેઘની જેમ રધુ રાજા ખાલી થઈ ગયો હતો. રધુ રાજાને લાગ્યું કે એક વેદવિધિવત સ્નાતક ગુરૂદક્ષિણા માટે આવીને ખાલી હાથે મારા આંગણેથી પાછો જાય તો મારી સાત પેઢી લજ્જિત થઈ જાય. આવો અપયશ હું નહી લઉ.
રધુએ કુબેર, જે હંમેશા ધનસંગ્રહ કરીને બેસ્યા છે. તેમને સીમાઉલ્લંગનનું અલ્ટિમેટમ આપ્યુ. ગભરાઈને કુબેરે શમી વૃક્ષ પર સુવર્ણ મુદ્રાઓની વર્ષા કરી. શમી વૃક્ષે વૈભવ આપ્યો. તેથી તેનું પૂજન થવા માંડ્યુ. પાંડવોએ પોતાના દિવ્ય અસ્ત્રો પણ શમીના વૃક્ષ પર જ સંતાડી રાખ્યા હતા. તેને કારણે પણ શમીનું મહત્વ વધ્યુ છે.
રધુ રાજાએ શમી વૃક્ષ પર વર્ષાના રૂપમાં પડેલી સુવર્ણ મુદ્રાઓ કૌત્સને આપી. કૌત્સે કહ્યુ કે હું ચૌદ કરોડથી વધારે નહી લઉ. ત્યારે રધુ રાજાએ કહ્યુ કે-બાકીની મારા ભંડારમાં નહી રાખુ. વૈભવ નહી લેવાનો આગ્રહ કદાચ ફક્ત ભારતમાં જ જોવા મળશે. બાકીની સુવર્ણ મુદ્રાઓ લોકો દ્રારા લૂંટાવી દેવામાં આવી.
સુવર્ણ મુદ્રાઓના પ્રતીકના રૂપમાં આજે પણ શમીની પૂજા કરવામાં આવે છે. શમીના પત્તા એકબીજાને આપવામાં આવે છે. આ પત્તા આપવા પાછળ એવી ભાવના છે કે જે વૈભવ મને મળ્યો છે તે હું એકલો નહી ભોગવુ. અમે બધા હળી-મળીને ભોગવીશુ. અમે વહેંચીને ખાઈશુ.
દશેરાના દિવસે એટલે સમાજમાં વ્યાપેલી ગરીબી, લાચારી અને ભોગની વૃત્તિનો નાશ કરવા માટે કટિબંધ થવાનો દિવસ. ધન વૈભવને વહેંચવાનો દિવસ. દશેરા એટલે વીરતાનો વૈભવ, શોર્યના શ્રૃગાર અને પરાક્રમની પૂજા. દશેરા એટલે ભક્તિ અને શક્તિનું પવિત્ર મિલન.

Similar Posts

  • શાહનામાની સુંદરીઓ: ગુસ્તાસ્પની બાનુ કએતાયુન

    તેમ યજત હુતઓસ…. અઓમ જઈધ્ધત અવત આયપ્તેમ દજદિ મે વયુશ યો ઉપરો કઈર્યો, યત ખવાની ફ્રય ફ્રિથ પઈતિજન્ત, ન્માને કવોઈશ કવોઈશ વીશ્તાસ્પહે. (રામ યશ્ત ફ. 35-36) અર્થ: તે (એટલે રામ યજદ)ને હુતઓસ એ આરાધ્યો… અને તેનાથી મોરાદ ભાગી કે ઓ કૌવતમંદ વાએ યજદ! આ બખરોશ અને આપ કે ગુશ્તાસ્પનાં ઘરમાં હું પ્યારી, પ્યાર પામેલી અને…

  • ધાર્મિક જીંદગી એટલે સંપૂર્ણ જીંદગી

    પહેલાં આપણે સંપુર્ણ જીંદગી તે શું, તે સમજીએ. સંપુર્ણ જીંદગી એટલે આપણી જીંદગીમાં આપણે જે જે ફરજોથી બંધાયા હોઈએ તે તે ફરજો બજા લાવવા સાથની જીંદગી. તે ફરજો કોણના તરફ? તે ફરજો સર્વ તરફ. સર્વ તરફ એટલે શું? તમારી આંખો ઉઘાડો, વધુ ઉઘાડો અને વધુ ઉઘાડો. તમારી આંખો બંધ કરો, વધુ બંધ કરો અને વધુ…

  • Diwali – A Festival Of Light, Not Noise

    Parsis as a community love to celebrate. Not just our own feasts and festivals, even Diwali and Christmas are celebrated with equal gusto. However, often in our enthusiasm, we end up violating certain fundamental precepts of our own religion. Take for example the misuse of firecrackers during the festival of Diwali. Not only are firecrackers…

  • બીપીપી અનલોક 1

    મુંબઈ હવે મહિનાઓથી અનલોકની સ્થિતિમાં હોવાથી અને રોજિંદા જીવનમાં સામાન્ય રીતે રોગચાળાથી બચાવવાની ફરજિયાત કલમો હોવા છતાં, સમુદાયના સભ્યો અવિરત રીતે બી.પી.પી. ટ્રસ્ટીઓ સાથે બેઠક માટે અસંખ્ય મુદ્દાઓને ઉકેલવાની રાહ જોઈ રહ્યા છે, જે મહિનાઓ સુધી રોકી રાખવામાં આવી હતી, જ્યારે શહેર લોકડાઉન હેઠળ હતું. જોકે, બીપીપી બોર્ડ દ્વારા કોઈ શારીરિક બેઠક થઈ નથી, અનલોક…

  • આપણી પ્રાર્થનાની શક્તિ

    જીવનના રહસ્ય અંતર્ગત તે અદ્રશ્ય શક્તિ પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ માણસની આરાધનાથી જન્મે છે. દરેક ધર્મ આરાધના અથવા ઉપાસનાના સાધન તરીકે અથવા નમ્રતા અને શરણાગતિને પ્રોત્સાહિત કરવા માટેના પોતાના વ્યવહાર સૂચવે છે, પરિણામે આંતરિક વિકાસ માટે જરૂરી આધ્યાત્મિક શુદ્ધિકરણ થાય છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ એક ધર્મને એક એવું માધ્યમ પ્રદાન કરે છે કે જેના…