નેમાઝ-ઓ-અશો ફરોહર (મુકતાદનો નમસ્કાર)

આ ટૂંકી પ્રાર્થના આપણાથી દૂર ગયેલા આપણા વહાલા ફ્રવશીઓ માટેની આ પ્રાર્થના છે જે મુકતાદ નજીક આવતા પહેલા ભણવી જોઈએ:

Muktad No Namaskar:
As hama gunah
patet pashemanum;
Ashaunam vanguhish
surao spentao
Fravashayo yazamaide!
Ashaone Ashem Vohu
(Recite thrice)
Ahmai Raescha, Hazanghrem,
Jasa me avanghe
Mazda, Kerfeh Mozd.

કિશ્ર્ચિયનો લોકો ‘સોલ ડે’ અને હિન્દુઓ શ્રાધ્ધની ક્રિયા કરે છે તેમ આપણે મુકતાદ કરીએ છીએ. મુકતાદ એ આપણા બધા જરથોસ્તીઓનો વર્ષનો સૌથી મહત્વનો આધ્યાત્મિક સમયગાળો છે. આ સમય દરમિયાન, આપણે આપણા વહાલાઓ માટે પ્રાર્થના મોકલીએ છીએ અને આગામી નવા વર્ષ માટે તેમના આશીર્વાદ માંગીએ છીએ. અગિયારીમાં ઝગઝગતા વાઝ, ગુલાબ, ડેફોડિલ્સ, લીલીઓ અને ગુલછડીના સુગંધથી અગિયારીનું વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે ચંદન આતશ સાથે ભળી જતા વાતાવરણને આદરથી ભરી દે છે.
આપણા સૌથી કૃપાળુ મોબેદો વર્ષના આ સમયે તેમની અમૂલ્ય સેવા પ્રભાત થતાની સાથેજ પ્રદાન કરે છે. આ બધુ તેમના અમુલ્ય મંત્ર અને શાસ્ત્રો વગર અધુરૂં હોય છે. ખરેખર, તેઓ એક વાહક છે જેના દ્વારા આપણે આપણા નજીકના અને પ્રિયજનોની પવિત્ર આત્માઓ સુધી પહોંચી શકીએ છીએ. આ સમય દરમ્યાન અગિયારીમાં યુવાનો સ્વૈછિક સેવા આપતા હોવાથી અગિયારીમાં ઘણીજ હલચલ જોવા મળે છે. ત્યાં સમર્પિત કામદારોનું જાણે એક સૈન્ય જોવા મળે છે જે પૃષ્ઠભૂમિમાં કાર્ય કરે છે, તેઓ વાઝ સાફ કરે છે, ફૂલો અને ફળોને ચોખ્ખા પાણીથી ધોઈ નાખે છે, મલીદો બનાવે છે. અગિયારીને ચોખ્ખી કરે છે. અને ખાતરી કરે છે કે ચાસની ભરવા થેલીઓની કમી નહીં થાય! આપણે ખરેખર આપણા ચાસનીવાલાઓના ઋણી છીએ.
કૃપા પ્રાપ્ત કરવા અને પ્રાર્થના કરવાની સાથે, આપણે આપણા જોડાણની ભાવના પણ જોઈએ છીએ. સમુદાયની લાગણી જે થોડા સમય માટે પણ સવારના સમયે આપણે બધાને સાથે લાવે છે. હું આપણા સમુદાયના યુવાનોને નમ્રતાપૂર્વક વિનંતી કરૂં છું કે તેઓ તેમની નજીકની કોઈપણ અગિયારીમાંતેમની સ્વૈચ્છિક સેવા આપે. આપણે પણ, સૌથી વધુ ચોક્કસપણે મુક્તાદના બધા દિવસોમાં અગિયારીની મુલાકાત લેવી જોઈએ. મારાી અંત:કરણની પ્રાર્થના છે કે આ પૃથ્વી પરના તમામ માણસોને વોહુ મનો – સારા મન – પ્રાપ્ત થાય, અને હું આ વરદાન આપવા માટે આપણા પવિત્ર આત્માઓનો આશીર્વાદ માંગું છું.

Similar Posts

  • Parsi Theater Bids Adieu To Its Most Precious Gem

    Goodbye, Ruby Patel 12th May, 2020 marked the sad passing of our community’s foremost, veteran stage actor – Ruby Patel, a name synonymous with quality Parsi-Gujarati-English theatre and extraordinary talent. The noted theatre personality passed away in Mumbai, at the age of 86. Her passing adds immeasurably to the loss of brilliant Indian acting talents,…

  • હસો મારી સાથે

    જે પતિ પત્ની સવારે સાથે ઉઠીને એક સાથે ચાય પીએ છે એને જોઈને જ વાઘ બકરી ચાયનું નામકરણ થયું છે. *** ડોકટર: તમારા શરીરમાં પાણીની કમી થઈ ગઈ છે. છોકરી: હા બહુ દિવસ થયા પાણીપુરી નથી ખાધી એટલે જ પાણીની કમી થઈ. *** પત્ની: તમે મને 500 રૂપિયા આપો હું તમને લાખો રૂપિયાની વાત કહીશ!…

  • ભગવાન મળી ગયા!

    ભાવેશ એક ડોકટર હતો. અને કોઈવાર તેને દવાખાનેથી મોડું પણ થતું તે જે રસ્તેથી આવતો ત્યાં એક મંદિર હતું અને તેના પગથિયા પરની લાઈટના પ્રકાશમાં એક સાધારણ પંદરેક વર્ષનો છોકરાને હંમેશા અભ્યાસ કરતો ભાવેશ જોતો. ભાવેશને એ છોકરો ફકત રાત્રેજ દેખાતો સવારે દવાખાનામાં જતા કયારે પણ તેને તે દેખાતો નહીં. એક વાર રાતે દવાખાને ખૂબ…