ઉદવાડામાં અન્ય એક મકાનમાં લૂંટ

13મી નવેમ્બર, 2019ને દિને ઘરમાં કામ કરનારે જોયું કે ફરસાક કોટેજ જે ફરામરોઝ મંચેરશા ભાધાનું છે અને ઉદવાડા ગામમાં ભાધા સ્ટ્રીટમાં આવેલું છે તેનો પાછળનો દરવાજો ખુલેલો અને તૂટેલો જોતા ગભરાઈ ગયી હતી. તેણે લૂંટાયેલા ઘરની સામે સ્થિત ઉદવાડાના લોકપ્રિય ‘ઈરાની બેકરી’ ના માલિક રોહિન્ટન ઇરાનીને જાણ કરી, જેમણે શાહીન ઇરાનીને તાત્કાલિક હાજરી આપવા પારડી પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. ગયા મહિને જ 4થી ઓકટોબર, 2019ના દિને ઉદવાડામાં રોહન્ટિન ઈરાનીના ઈનલોસનું ઘર જે ભરડા પરિવારની માલિકીનું છે તેને તોડી પાડી તેમાંથી સોનાના આભૂષણ, રોકડ (રૂ. 1.5 લાખ) અને અન્ય કિંમતી ચીજો લૂંટી લીધા હતા. ભાધાના ઘરને તેજ રીતે લુંટવામાં આવ્યું હતું. જોકે આ હાલની લૂંટ ઇરાની બેકરીની ખૂબ જ નજીકમાં થઈ છે, જ્યાં સીસીટીવી કેમેરા ફીટ કરેલા છે, પણ ફૂટેજમાંથી કંઈ વધુ જાણવા મળ્યું નથી. ઉદવાડાના રહેવાસીઓ છેલ્લા કેટલાક સમયમાં દસથી વધુ લૂંટનો ભોગ બન્યા છે. પીએસઆઈ શક્તિ સિંહ ઝાલા જે હાલમાં પારડી પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થયા છે અને આ કેસનો ચાર્જ હાથમાં લીધો છે અને તેમણે ખાતરી આપી છે કે ગુજરાતમાં થઈ રહેલી લૂંટની તળિયે પહોંચવા માટે તેઓ તેમના સંસાધનોનો ઉપયોગ કરશે. કર્ટસી- પારસી ખબર

Similar Posts

  • SWA Celebrates First Anniversary

    Salsette Welfare Association (SWA), which was established with the objective of creating infrastructure and promoting welfare activities for all residents recently completed a year in March 2022. The Managing Committee of SWA, with the help and support of the trustees of Salsette Parsis Association (SPA), and donations from its residents, have restored two large sports…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    28 April, 2018 – 04 May, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. છેલ્લું અઠવાડિયું જ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા વડીલ વર્ગની તબિયતનવ સંભાળ રાખજો. ઉતરતી સુર્યની દિનદશા તમને હાઈ પ્રેશર જેવી માંદગી કે માથાના દુ:ખાવાથી પરેશાન કરશે. તમે તમારા ઉપર સેલ્ફ કોન્ફિડન્સ નહીં રાખો. બને તો કોઈ દસ્તાવેજી કામ કરતા…

  • શિરીન

    એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો. એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો. શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું…

  • UP Govt. To Spruce Up Parsi Cemetery

    Uttar Pradesh’s government under Yogi Adityanath has decided to spruce up the Parsi cemetery in Mumfordganj (at Prayagraj) as it contains the grave of Feroze Jehangir Gandhi, grandfather of Congress Chief, Rahul Gandhi. Confirming the move with the media, UP’s Minority Affairs Minister, Mohsin Raza expressed that Parsis too were a minority and hence this…