યાસ્મિન પાવરીએ સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડ મેળવ્યો

અમેરિકાના ન્યુ જર્સીના યાસ્મિન પાવરીને ન્યુ યોર્ક સિટી હિમોફીલિયા ચેપ્ટર (એનવાયસીએચસી) દ્વારા 2019 સુસન ગેલિગન વોલેન્ટીયર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. સુસન ગેલિગન વોલેન્ટીયર એવોર્ડ, ચેપ્ટર અને સમુદાય – બંને પર સૌથી વધુ પ્રભાવ પાડનારા સ્વયંસેવકને આપવામાં આવે છે. ન્યુ જર્સીના એલેનડેલના રહેવાસી, યાસ્મિન જે પતિ સાયરસ અને બાળકો – ફરાહ અને પોરસ સાથે રહે છે, તે એનવાયસીએચસીમાં સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપે છે. પાવરી કુટુંબ ઝેડએજીએનવાય (ઝોરાસ્ટ્રિયન એસોસીએશન ઓફ ગ્રેટર ન્યુ યોર્ક) ના સક્રિય સભ્યો છે.
યાસ્મિન તેના 2 વર્ષના પુત્ર પોરસ સાથે 2006માં યુએસ સ્થાયી થઈ હતી, જેને ગંભીર હિમોફીલિયા એ ડિટેકટ થયો હતો. તેણી તેના પુત્રની તબીબી સ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે એનવાયસીએચસી સાથે જોડાઈ જેથી તેને શ્રેષ્ઠ સંભાળ આપવામાં આવે. એનવાયસીએચસી તરફથી મદદરૂપ ટીપ્સ અને ટૂલ્સ પ્રાપ્ત કર્યા પછી, યાસ્મિને આ પ્રકારના આગાહીઓથી પસાર થઈ રહેલા અન્ય પરિવારોને મદદ કરવા માટે ચેપ્ટર સાથે સ્વયંસેવા કરવાનું નક્કી કર્યું. યાસ્મિનના શબ્દોમાં, ચેપ્ટરે આપણા માટે સારુ કામ કર્યું, અને તે માટે આપણે ચેપ્ટરને પાછું સારૂં આપવું જોઈએ.
યાસ્મિને હવે એનવાયસીએચસીમાં આઠ વર્ષથી સ્વયંસેવા આપી રહી છે. યાસ્મિને જણાવ્યું કે સ્વયંસેવકની સેવા કેમ આપવી તે મે મારી મમ્મી પાસેથી શીખ્યું છે જે આપણા સમુદાયમાં વૃધ્ધો અને જરૂરતમંદ લોકોને મદદ કરવા માટે જાય છે અને જેમ તેની મમ્મી સેવા આપી રહી છે તેમ તે પણ જ્યાં સુધી શકય હશે ત્યાં સુધી સ્વંયસેવકની સેવા આપવાનું ચાલુ રાખશે.
– પારસી ખબર

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *