વિશેષ અદાલત પારસી દંપતીઓને છૂટાછેડા અપાવશે

સુરતના 65 કિલોમીટર દૂર આવેલા ગુજરાતના વ્યારા શહેરના એક પારસી દંપતીને 26 નવેમ્બર, 2019 ના રોજ સ્પેશિયલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે છૂટાછેડા આપ્યા હતા. પારસી ડિસ્ટ્રિક્ટ મેટ્રિમોનિયલ કોર્ટના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર. કે. દેસાઇ અને સમાજના અંદરના પાંચ પ્રતિનિધિઓના સહાયથી આ કાર્ય થયું હતું. છ વર્ષની પુત્રીની કાનૂની કસ્ટડી માતાને આપવામાં આવી હતી.
પારસી લગ્ન અને છૂટાછેડા (પીએમડી) એક્ટ 1936 એ એક ખાસ કાયદો છે જે ભારતમાં બે ઝોરોસ્ટ્રિયન (પારસી) વચ્ચે વૈવાહિક સંબંધોનું સંચાલન કરે છે. પારસી યુગલો અંગેના વૈવાહિક પ્રશ્ર્નોના સમાધાન માટે એકલા પીએમડી એક્ટ હેઠળ સ્થાપિત કોર્ટનો અધિકારક્ષેત્ર છે. બન્ને જણા બેન્કમાં નોકરી કરતાં હોવા ઉપરાંત વર્ષ 2011માં પારસી કાયદા અનુસાર નવસારીમાં લગ્ન કર્યાં હતાં. જોકે, પતિ જે પત્ની પર શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ પત્ની એ પતિ અને તેના પરિવાર મૂકયો હતો. અને તેને પુત્ર સંતાન ન હોવાથી તેઓ છૂટા છેડા માટે ગયા હતા. પત્નીના વકીલ, પ્રીતિ જોશીના જણાવ્યા મુજબ, આ દંપતી પૈસૈ ટકે સુખી છે. જ્યુરીના પ્રતિનિધિઓએ તેમના મતભેદોને સમાપ્ત કરવા માટે મનાવવા પ્રયાસ કર્યા હોવા છતાં તેઓ છૂટાછેડા લેવાની બાબતમાં અડગ હતા. આ જ પ્રક્રિયા દ્વારા 2010થી અત્યાર સુધીમાં પંદરથી વધુ પારસી યુગલોએ છૂટાછેડા લીધા છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *