ગણતંત્ર દિવસનો ઈતિહાસ, મહત્વ અને તથ્ય

ગણતંત્ર દિવસ દેશભરમાં દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ ઉજવાય છે. 26 જાન્યુઆરી, 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું. જેના ઉપલક્ષ્યમાં આપણે 26મી જાન્યુઆરીને ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવીએ છીએ.
એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા માટે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર, 1949ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યુ હતુ. પણ તેને લાગુ 26મી જાન્યુઆરી, 1950માં કરવામાં આવ્યુ હતુ. ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે સંવિધાનને બે વર્ષ 11 મહિના અને 18 દિવસમાં તૈયાર કરીને રાષ્ટ્રને સમર્પિત કર્યુ હતુ.
આપણુ સંવિધાન દુનિયાનુ સૌથી મોટું સંવિધાન માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે સંવિધાનને બનાવનારી સંવિધાન સભાના અધ્યક્ષ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા. જ્યારે કે જવાહરલાલ નેહરૂ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સભાના મુખ્ય સભ્ય હતા.
ગણતંત્ર દિવસનો ઈતિહાસ
ગણતંત્ર દિવસનો ઈતિહાસ ખૂબ જ રોચક છે. એક સ્વતંત્ર ગણરાજ્ય બનવા અને દેશમાં કાયદાનુ રાજ સ્થાપિત કરવા માટે સંવિધાનને 26 નવેમ્બર 1949ના રોજ ભારતીય સભા દ્વારા અપનાવવામાં આવ્યુ અને 26મી જાન્યુઆરી, 1950 ના રોજ તેને એક લોકતાંત્રિક સરકાર પ્રણાલી સાથે લાગુ કરવામાં આવ્યુ હતુ, વર્ષ 1929માં ડિસેમ્બરમાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનુ અધિવેશન પંડિત જવાહરલાલ નેહરૂની અધ્યક્ષતામાં થયુ. આ અધિવેશનમાં પ્રસ્તાવ પારિત કરી આ વાતની જાહેરાત કરવામાં આવી કે જો અંગ્રેજ સરકાર દ્વારા 26 જાન્યુઆરી, 1930 સુધી ભારતને ડોમીનિયનનો દરજ્જો ન આપવામાં આવ્યો તો ભારતને પૂર્ણ રૂપથી સ્વતંત્ર દેશ જાહેર કરવામાં આવશે.
26મી જાન્યુઆરી, 1930 સુધી જ્યારે અંગ્રેજ સરકારે કશુ ન કર્યુ ત્યારે કોંગ્રેસે એ દિવસે ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ર્ચયની જાહેરાત કરી અને પોતાનુ સક્રિય આંદોલન શરૂ કર્યુ. એ દિવસથી 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત થતા સુધી 26મી જાન્યુઆરી ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવાતુ રહ્યુ.
ત્યારબાદ સ્વતંત્રતાની પ્રાપ્તિના વાસ્તવિક દિવસ 15 ઓગસ્ટના રોજ ભારતનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવવા લાગ્યો. ભારતના આઝાદ થયા પછી સંવિધાન સભાની જાહેરાત થઈ અને તેણે પોતાનુ કાર્ય 9 ડિસેમ્બર 1947થી શરૂ કરી દીધુ. સંવિધાન સભાના સભ્ય ભારતન રાજ્યોની સભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા પસંદ કર્યા હતા.
ભારતીય ગણતંત્ર વિશે કેટલું
જાણો છો?
ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, જવાહરલાલ નેહરૂ, ડો રાજેન્દ્ર પ્રસાદ, સરદાર વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ વગેરે આ સભાના મુખ્ય સભ્ય હતા. સંવિધાન નિર્માણમાં કુલ 22 સમિતિઓ હતી જેમા પ્રારૂપ સમિતિ (ડ્રાફ્ટિંગ કમિટી) સૌથી મુખ્ય અને મહત્વપૂર્ણ સમિતિ હતી અને આ સમિતિનુ કાર્ય સંપૂર્ણ સંવિધાન લખવું કે નિર્માણ કરવું હતુ. પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર હતા. પ્રારૂપ સમિતિએ અને તેમા વિશેષ રૂપથી ડો. આંબેડકરજીએ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં ભારતીય સંવિધાનનુ નિર્માણ કર્યુ અને સંવિધાન સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદને 26 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સોંપ્યુ હતુ.
જ્યારબાદ અનેક સુધારા અને ફેરફાર પછી સભાના 308 સભ્યોએ 24 જાન્યુઆરી 1950ના રોજ સંવિધાનની બે હસ્તલિખિત કોપીઓ પર હસ્તાક્ષર કર્યા. ત્યારબાદ બે દિવસ પછી સંવિધાન 26 જાન્યુઆરીના રોજ દેશભરમાં લાગુ થઈ ગયુ. 26 જાન્યુઆરીનુ મહત્વ કાયમ રાખવા માટે આ દિવસે સંવિધાન નિર્માત્રી સભા (કાસ્ટીટ્યુએન્ટ અસેમ્બલી)દ્વારા સ્વીકૃત સંવિધાનમાં ભારતના ગણતંત્ર સ્વરૂપને માન્યતા પ્રદાન કરવામાં આવી. તેથી 26 જાન્યુઆરીના રોજ દર વર્ષે ગણતંત્ર દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે.
ગણતંત્ર દિવસ સાથે જોડાયેલ તથ્ય
1. દેશમાં રાજપથ પર ગણતંત્ર દિવસની પરેડ આયોજીત થાય છે. આ પરેડ આઠ કિમીની હોય છે અને તેની શરૂઆત રાયસીના હિલથી થાય છે. ત્યારબાદ રાજપથ, ઈંડિયા ગેટથી થઈને આ લાલ કિલ્લા પર સમાપ્ત થાય છે.
2. 26 જાન્યુઆરી, 1950ના રોજ પ્રથમ ગણતંત્ર દિવસ પરેડ રાજપથને બદલે તત્કાલીન ઈર્વિન સ્ટેડિયમ (હવે નેશનલ સ્ટેડિયમ)માં થઈ હતી. એ સમયે ઈર્વિન સ્ટેડિયમની ચારેય બાજુ ચાર દિવાલ નહોતી અને તેની પાછળ લાલ કિલ્લો સ્પષ્ટ દેખાતો હતો.
3. 26 જાન્યુઆરી 1950 ના રોજ સવારે 10.18 મિનિટ પર ભારતનું સંવિધાન લાગુ કરવામાં આવ્યુ.
4. પૂર્ણ સ્વરાજ દિવસ (26 જાન્યુઆરી 1930) ને ધ્યાનમાં રાખતા ભારતીય સંવિધાન 26 જાન્યુઆરીના રોજ લાગુ કરવામાં આવ્યુ હતુ.
5. રાષ્ટ્રગાન દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવે છે. 21 તોપોની આ સલામી રાષ્ટ્રગાનની શરૂઆતથી શરૂ થાય છે અને 52 સેકંડના રાષ્ટ્રગાનના ખતમ થવાની સાથે પૂરી થઈ જાય છે.

Similar Posts

  • LIC Holds Press Meet for Western Zone

    On 1st September, 2019, LIC entered 64th year of incorporation. LIC has played a significant role in spreading the message of Life Insurance amongst masses across the country and mobilized People’s Money for People’s Welfare. LIC has grown from strength to strength – be its Customer Base, Agency Network, Branch Office Network or New Business…

  • I See: XYZ

    To celebrate XYZ’s 5th Foundation Day, a contest was conducted with XYZ members sending in pictures of various day-to-day items that contain the ‘XYZ colours’, i.e. Red, Yellow and Blue. Having received over 96 entries, XYZ supporter, Farzin Shroff, declared three winners and numerous runners-up. Speaking to Parsi Times, Founder, XYZ, Hoshaang Gotla said, “The…

  • શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો

    નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન…

  • સ્પ્રાઉટેડ બીન્સ સલાડ

    સામગ્રી: ત્રણસો ગ્રામ કોબીજ, સો ગ્રામ ફણગાવેલા મગ, સો ગ્રામ ફણગાવેલા મઠ, એક ચમચો ઝીણી સમારેલી ડુંગળી, એક ચમચો ઝીણા સમારેલા ટામેટાં, એક ચમચી મરચાના પીસ, અડધી વાટકી કોથમીર સમારેલી, પચાસ ગ્રામ ફણગાવેલા સોયાબીન, પચાસ ગ્રામ બાફેલી મકાઇના દાણા, બે ચમચી લીંબુનો રસ, મીઠું સ્વાદાનુસાર, મરચું, જીરૂં. રીત: સૌ પ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને…