મેકર ઓફ મોર્ડન કરાંચી જમશેદ નશરવાનજીનું સન્માન

27મી જાન્યુઆરી, 2020 માં, પાકિસ્તાન સ્થિત પરોપકારી અને કરાચીના પ્રથમ ચૂંટાયેલા મેયર જમશેદ નશરવાનજી (1379-1952) ની 134મી જન્મજયંતિ નિમિત્તે કરાચી થિયોસોફિકલ સોસાયટીએ જમશેદ મેમોરિયલ હોલના સભાગૃહમાં શ્રદ્ધાંજલિ આપવા માટે એક મેળાવડાનું આયોજન કર્યુ હતું. મેયર તરીકે નશરવાનજીની પરોપકાર અને આર્કિટેક્ટ તરીકેની તેમની વિવિધ સિદ્ધિઓની અને વિકાસલક્ષી યોગદાનથી તેમને મેકર ઓફ મોર્ડન કરાંચીનું બિરૂદ મળ્યું હતું.
ઘણા વક્તાઓએ બિન-મુસ્લિમ સમુદાયોના યોગદાનને સમજવા અને સ્વીકારવાની જરૂર પર ભાર મૂક્યો, ખાસ કરીને પારસીઓ. મોટી સંખ્યામાં પારસીઓ નશરવાનજીને શ્રધ્ધાંજલિ આપવા ભેગા થયા હતા.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *