સુની તારાપોરનું ‘યે બેલે’ પ્રીમીયર નેટફિલિક્સ પર

પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને વખાણાયેલ ‘લિટલ ઝિઝો’ (2008)ના ડિરેકટર; ‘સલામ બોમ્બે!’ (1988)ના રાઈટર, ‘સચ અ લોન્ગ જર્ની’ (1998) અને ‘ધ નેમસેક’ (2006) – ના પ્રતિભાશાળી અને ગતિશીલ સુની તારાપોરેવાલા – બીજીવારના ડિરેકટર ‘યે બેલે’ સાથે ફરી આવ્યા છે. ‘યે બેલે’ શીર્ષકવાળી ટૂંકી દસ્તાવેજીનું એક કાલ્પનિક સંસ્કરણ, બે મુંબઇના છોકરાઓની સાચી વાર્તાથી પ્રેરિત છે, જેમણે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બેલે શાળાઓમાં વિપરિત સંજોગોમાં પોતાનો માર્ગ બનાવી વિજય મેળવે છે.
આ ફિલ્મમાં બે ડાન્સરો છે નીશુ (મનીશ ચૌહાન) જે ડાન્સ શોમાં વિજયી નીવડે છે, અને આસીફ (અચિન્ત્ય બોઝ) એનો હરીફ એનો મિત્ર બને છે. નિશુ અને આસિફના જીવનમાં નાટ્યાત્મક વળાંક આવે છે, જ્યારે શાઉલ (જુલિયન સેન્ડસ), એક બેલે શિક્ષક છે, તેઓને મુંબઈની નોનડેસ્ક્રિપ્ટ ડાન્સ એકેડમીમાં શોધે છે.
રોય કપૂર ફિલ્મ્સ દ્વારા નિર્માણિત, ‘યે બેલે’ તા. 21મી ફેબ્રુઆરી, 2020 ના રોજ નેટફ્લિક્સ પર રજૂ કરવામાં આવ્યું હતું.
યે બેલે એવી અદભુત અને લગભગ અવિશ્વસનીય વાર્તા છે કે જેનાથી તમે તમારા લક્ષ્યો તરફ જુસ્સો સાથે કામ કરવામાં વિશ્ર્વાસ કરો છો. વિવિધ સંભવિત વિષયોમાંથી, મેં આ એક પસંદ કર્યો છે કારણ કે હું મારા યુવાનીમાં બેલેટ શીખી હતી. ‘યે બેલે’ જેવી ફિલ્મ આશા છે કે કુતુહલ ફેલાવશે, સાથે એ પણ દર્શાવશે કે સપના કેવી રીતે સાકાર કરી શકાય છે.

Similar Posts

  • GBRWA Presents All-Parsi Sports Event

    Godrej Baug Residents Welfare Association (GBRWA) announces the long awaited All-Parsi Floodlit Sports event comprising Throwball, Sepak, Direct and Indirect Volleyball Tournament, from 3rd – 12th December, 2021. Cash prizes will be given to the Winning Team and Runners-Up as well as the Best Player and Best Upcoming Player, for each sport. The Winning team…

  • Professor Zenobia Nadirshaw MBE Elected President – WZO (UK)

    On 7th February, 2021, Professor Zenobia Nadirshaw MBE was elected President of The World Zoroastrian Organisation – UK. A Consultant Clinical Psychologist and with 3 Honorary Doctorates and 2 Professorships at 2 different Universities in the UK, Nadirshaw commands over four decades of experience in the English National Health Services, Social Services Sector,  Voluntary and…

  • સ્વર્ગ જેવું મંદિર

    ખુશરૂ મોબાઇલ ગેમનો ભારે વ્યસની માણસ. નવી નવી ગેમ ડાઉનલોડ કરી તેના બધા લેવલ પાર કરવાનો તેને ગાંડો શોખ હતો. ઘર હોય કે ઓફીસ તેના એક હાથની આંગળીઓ તો મોબાઇલના ડિસ્પ્લે પર ગેમ જ રમતી હોય…! હમણાં જ માર્કેટમાં નવી આવેલી ‘સ્વર્ગનું મંદિર’ એ  ગેમ પર ખુશરૂનું મન લલચાયું અને મોબાઇલમાં ડાઉનલોડ કરી નાખી. ‘સ્વર્ગનુ…

  • સગપણ એટલે સંસારનો તાલમેળ

    મારો અદી છેે તો બહુ પ્રેમાળ. અમારાં લગ્નને દસ વર્ષ થયાં. અમારો ઘરસંસાર સરસ ચાલે છે. પણ દરેક માણસના સ્વભાવની કેટલીક ખાસિયત હોય છે. તે ખાસિયત પકડીને તેને એડજેસ્ટ થઈ જઈએ તો ગાડી સરખી ચાલે અને આપણું સગપણ ટકી રહે. લગ્ન બાદ થોડા વખતના સહવાસે મેં જોયું કે અદીને સ્વચ્છતાનો, વ્યવસ્થિતતાનો બહુ જ આગ્રહ છે….

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 October – 15 October 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તમે જે ધારશો તેના કરતા કામ ઉલટા થશે. શનિને કારણે નાણાકીય મુશ્કેલીમાં આવી જશો તેવા ગ્રહ છે. તમારા પોતાના જ પૈસા મેળવવા બીજા પાસે હાથ લાંબો કરવો પડશે. જ્યાં કામ કરતા હશો ત્યાં તમને કોઈ સાથ…