|

તંત્રીની કલમે

જમશેદી નવરોઝ મુબારક

વ્હાલાં વાંચકો,

દર વર્ષે, આપણે જમશેદી નવરોઝના શુભ પ્રસંગની ઉજવણી કરવા શું કરવું તેની સુચિ સાથે તૈયાર હોઈએ છીએ. આપણા ઘરોની સફાઈ, સજાવટ, નવા કપડા ખરીદવા, પ્રિય લોકોને આપવા મીઠાઈના ઓર્ડર કરવા, નાટકની ટિકિટ બુક કરાવવી અને રાત્રિના જમણ માટે ટેબલો બુક કરાવીએ છીએ વગેરે વગેરે. મોટાભાગે, આપણે આ બધા બાહ્ય દેખાવામાં એટલા બધા આકર્ષિત થઈ જઈએ છીએ કે, આ શુભ પ્રસંગના વાસ્તવિક સારને આપણે ગુમાવી દઈએ છીએ કે આપણ તોે ઉત્સાહપૂર્વક ઉજવણી માટે નીકળ્યા હતા. જમશેદી નવરોઝ, બીજા બધા કરતાં, આપણને યાદ અપાવે છે આપણા પ્રખ્યાત પેશદાદિયન શાસક, રાજા જમશેદની તેમણે તેમના જીવન દરમિયાન નમ્રતાનું મહત્વ દર્શાવ્યું હતું અને જેમના નામ પરથી આ તહેવારને નામ આપવામાં આવ્યું છે.

‘કાયાનીયન ખોરેહ’ (દૈવિક ઉર્જા) એક દૈવીક શક્તિ પ્રાપ્ત કરેલ રાજા જમશેદના શાસનને લગભગ ત્રણ હજાર વર્ષ પહેલાં પ્રાચીન ઇરાનના

ઇતિહાસમાં સુવર્ણ યુગ માનવામાં આવતો હતો. જમશેદી નવરોઝને દિને તેમને સિંહાસન પ્રાપ્ત થયું તે દિવસનો પ્રસંગ છે જે પ્રાર્થના અને ઉત્સાહથી ઉજવવામાં આવ્યો હતો. વિજ્ઞાન, કળા અને હસ્તકલા, દવા, વાઇન અને કૃષિ ક્ષેત્રે વિશ્ર્વને વ્યવહારૂ બનાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. તેમના વિષયો તંદુરસ્ત અને ખુશ હતા. ત્યાં કોઈ વૃધ્ધત્વ, નબળાઈ અને રોગ નહોતો. પરંતુ તેમનામાં ગોૈરવનો જ્યારે ઘમંડથી મેળાપ થયો અને એમણે પોતાની જાતને ભગવાન સમજવવા માંડયા ત્યારે બધુ ખરાબ થવા લાગ્યું. જ્યારે તેમને તેમની ભુલનો અહેસાસ થયો ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું હતું.

આપણા ઇતિહાસમાંથી આત્મસાત કરવા અને શીખવા માટે ઘણું છે. નમ્રતા એ દરેક સદગુણોના પાયાનો આધાર છે કે જેની ઝોરાસ્ટ્રિયનીઝમ હિમાયત કરે છે. – સરળતા, કરૂણા, દાન, કૃતજ્ઞતા, સુખ, સચ્ચાઈ, ન્યાયીપણું, ક્ષમા અને તેથી વધુ. ચાલો આપણે સુનિશ્ર્ચિત કરીએ કે આપણે આ પ્રણાલીનો અભ્યાસ અને ઉજવણી કરીએ, જે જમશેદી નવરોઝની ભાવનાને સમાવે છે,  આપણે તે ઉત્સવની વિધિઓને પૂરી કરીએ છીએ. આપણા સભાન પ્રયત્નો અને આપણી પ્રાર્થનાઓથી આપણને દૈવીક સહાયક મળે, આપણને ગૌરવ અને ઘમંડના પ્રલોભનને દૂર કરવામાં મદદ કરે અને છેલ્લે ચર્ચિલના કહ્યા પ્રમાણે ‘ઈતિહાસથી નહીં શીખો તો તે ભૂલ વારંવાર કરશો.’

હું આશા રાખું છું કે તમે અમારા જમશેદી નવરોઝ વિશેષ અંકનો આનંદ માણશો – તમારો પ્રતિસાદ શેર કરજો જેથી અમે સપ્તાહના-વાંચનનો અનુભવ સુધારવાનું ચાલુ રાખી શકીએ. પારસી ટાઇમ્સ ટીમ તરફથી અમારા બધા જાહેરાતકારોને અમને સતત ટેકો અને અમારામાં રાખેલા વિશ્ર્વાસ માટે હાર્દિક આભાર; અમારા તેજસ્વી લેખકોની ટીમમાં જેણે અમારી ખૂબ પ્રશંસનીય સામગ્રીની ગુણવત્તાને વધારવામાં મોટો ફાળો આપ્યો છે, અને સૌથી વધુ, અમારા વાચકો માટે –

તમારા સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન માટે, જેના વિના પારસી ટાઇમ્સને સમુદાયમાં પ્રિય પ્રકાશન બનાવી શકયા નહીં હોત.

બધાને એક સુંદર સપ્તાહ, સૌને જમશેદી નવરોઝ મુબારક!!

– અનાહિતા

anahita@parsi-times.com

Similar Posts

  • Inspiring Parsis In Sports

    [otw_shortcode_info_box border_style=”bordered” border_color=”#d09c2c” background_color=”#f0e0c3″] “Elite careers in sport are exciting and fun, But the Champion’s mind believes there’s lots to be done. Carving a niche for themselves, looking to garner success abundant, Breaking norms, raising standards, they’re second to none, As they constantly endeavour to be crowned as Number One!”  It is always important to…

  • Kudos To DPYA High School’s Winning Streak!

    The Dadar Parsee Youths Assembly (DPYA) High School has indeed much to celebrate in terms of its achievements in the academic year – 2022-2023! In September 2022, DPYA participated in ‘Showcase’, an inter-school competition organized by the Bai Ruttonbai Panday Girls’ High School, commemorating its quasquicentennial anniversary (125 years). Alongside students from schools all across…

  • ફાડા લાપસી

    સામગ્રી: એક કપ ઘઉંના ફાડા અથવા ઘઉંનું થૂલું, એક કપ સાકર, બે કપ પાણી, ચાર ટેબલ-સ્પૂન ઘી, એક ટી-સ્પૂન એલચીનો ભૂકો, 12થી 15 દાણા કિસમિસ, બદામ અને પિસ્તાં લાંબા સમારેલાં. રીત: એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં દ્રાક્ષ તેમ જ ઘઉંના ફાડા શેકો. ફાડા હલકા ગુલાબી રંગના શેકાતાં એમાં બે…

  • ફરવર્દીનનો ખુશાલ (ફરોખ) મહિનો!

    ફરવર્દીન મહિનો ફ્રવશી અથવા ફરોહરને સમર્પિત છે, જે તમામ સર્જનનો નમૂનો છે. ઝોરાસ્ટ્રિયન પરંપરામાં, ફરવર્દીનને બોલાવતી વખતે, આપણે એપિટાફ ફરોખનો ઉપયોગ કરીએ છીએ, જેનો અર્થ થાય છે ભાગ્યશાળી અને સુખી. આમ, આપણે નવા વર્ષની શરૂઆત સારા નસીબ અને ખુશીઓ માટે કરીએ છીએ! આપણી પ્રાર્થનામાં, આપણે પાઠ કરીએ છીએ, માહ ફરોખ ફરવર્દીન, એટલે કે ફરવર્દીનનો ખુશ…