બાપે દીકરા પાસે ફકત તેનો સમય માંગ્યો!

દારાંએ નવરોઝને પાસે બોલાવ્યો, પાસે બોલાવીને તેની બાજુમાં બેસવાનું કહ્યું.
નવરોઝ મોટો થઇ ચૂક્યો હતો કામ ધંધે પણ ચડી ગયો હતો અને તેના પેઢી દર પેઢીથી ચાલી આવતો ધંધો બહુ સારી રીતે સંભાળી લીધો હતો. નવરોઝ પ્રત્યે દારાંને બીજી કોઈ ફરિયાદ ન હતી પરંતુ નવરોઝ તેને સમય આપતો નહોતો.
એટલે તેને પાસે બોલાવી અને કહયું મારી અંતિમ વિધિ કરવામાં જે સમય લાગશે મારી પાયદસ્ત પછી કાર્ય કરવામાં જે સમય લાગશે તે કાર્યમાંથી હું તને મુક્ત કરી આપું છું.
નવરોઝને થોડું આશ્ર્ચર્ય થયું એટલે તેને તેના બાવાજીને પૂછ્યું કે કેમ તમે આવું કહી રહ્યા છો?
દારાંએ પોતાની વાત ચાલુ રાખતાં કહ્યું તું મારું બોડી દાન કરી દેજે અને કોઈ ધાર્મિક ક્રિયા નહીં કરતો પરંતુ મારી પાસે થોડો સમય વિતાવ. મારી ધાર્મિક ક્રિયાનો સમય હું બચાવું છું તે સમય તું મને દરરોજ થોડો થોડો આપ. દરરોજ એક કલાક મારી પાસે આવીને ખાલી બેસ.
નવરોઝના મોઢામાં જવાબ આપવા માટે શબ્દો બચ્યા નહોતા.
વાત કડવી છે પ્રમાણિક પણે સ્વીકારવી અઘરી પણ છે પરંતુ એકદમ સાચી વાત છે.
તમે ગમે તેટલા તમારા કામમાં તમારા ઓફિસ વર્કમાં કે પછી કોઇપણ કાર્યમાં વ્યસ્ત હોય તમે જો માત્ર એક થી બે મિનીટ જેટલો સમય કાઢી શકો અને તમારા ઘરે ફોન કરી શકો એ પૂછવા માટે કે માયજ/બાવાજી જમ્યા કે કેમ? દવા લઈ લીધી કે નહીં?
ફોનમાં એટલું કહેશો કે ઘણું કામ છે આજે છતા હું જલ્દી આવવાની ટ્રાય કરીશ, તો માતા-પિતાનો જવાબ તમને એટલો જ મળશે કે બેટા ઉતાવળ ના કરીશ તું નીરાતે આવજે.
અને ઘરે આવીને મોબાઈલ ટીવી વગેરે બધું એક બાજુ પર મૂકીને મમ્મી તેમજ પપ્પા પાસે બેસી અને તેમના ખબર-અંતર પૂછો. તમે આવું કરશો તો તે લોકો જ કહેશે કે બેટા થાકી ગયો હશે જા પહેલા હાથ પગ ધોઈ અને થોડો આરામ કરી લે અથવા પહેલા જમી લેજે.
તમે જો તમારા માતા પિતા એટલે કે તમારા વડીલોને આખા દિવસમાં માત્ર એક કલાક આપશો તો તે લોકોની બીજી 23 કલાક એટલે કે તેઓનો આખો દિવસ સારો વિતશે.
અને હકીકતમાં તેઓની અડધી બીમારી તો દવા વગર જ સારી થઈ શકે.
આ બધું જ્યારે માણસ જીવતું હોય ત્યારેજ કામનું હોય માણસના મૃત્યુ પછી તેના ફોટા આપળ પછતાવો કરવો કે છાપામાં જાહેરાત આપી દેવી કે ફૂલ ગયું ફોરમ રહી ગઈ આવું કરવાથી લાગણી સમજાવવાની નથી.
તમારા પિતાને કે તમારા વડીલોને નાનું કામ પણ કરવું છે તો તેમને હંમેશા મદદરૂપ થવાની કોશિશ કરવી, જેમ કે પિતાને અહીંથી સામેની બાજુ રસ્તાએ જવું હોય અને તમે એકદમ કામ વગર નવરા બેઠા હોય તો નોકરને કહેવાને બદલે પોતે જ ઊભો થઈને પિતાને રસ્તો ઓળંગવામાં મદદરૂપ થવું જોઈએ.
નોકર તમારે ત્યાં નોકરી કરે છે એટલે તેને તમે કહેવાના એટલે સ્વાભાવિક વાત છે કે તે રસ્તો ઓળંગવામાં પિતાજીની મદદ કરશે પરંતુ એ વાત મગજના ખૂણે ફીટ કરી દેવી કે તમારા પિતાને નોકરના સ્પર્શમાં દીકરાના સ્પર્શનો આનંદ તેમજ સંતોષ મળવાનો નથી. અને એવું પણ બને કે જો તમે ઉભા થાઓ તો તમારા પિતા જ કહેશે કે તું બેસ તારું કામ કર મને રસ્તો ઓળંગવામાં આપણો રામો મદદ કરશે.
શું તમે જિંદગીમાં કોઈ વખત
માતા-પિતાને તેની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છાની છુપેથી લઈને તેઓને સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે આપી છે? આ વરસે ફાધર્સ ડે પર નકકી કરી જોજો!

Similar Posts

  • ફટફટ ફટાકડા ફૂટે!!

    આજથી 82 વર્ષ પૂર્વે જ્યારે હું દસ વર્ષનો હતો ત્યારે મારા બાવા ફટાકડા ફોડવાના સખત વિરોધી હતા. અમારા ઘરમાં ફટાકડા તો શું નાની અમસ્તી ફટાકડીને પણ પ્રવેશ કરવા દેતા નહી અને કહેતા કે આપણા ધર્મની વિરૂધ્ધ છે. ફટાકડા ફોડાવાથી પવિત્ર આતશ પર ‘આજાર’ પડે છે, આજાર ફારસી શબ્દ છે અને તેનો અર્થ આફત, મુસીબત થાય…

  • WGU Holds Exciting Annual Fund Raiser

    . The Women Graduates Union (WGU) held its Annual Fund Raising Program at the Garware Club, Wankhede Stadium in February 2019. Dr. (Ms.) Arnavaz M. Havewala, Vice President and Chairperson, Program and Fund-Raising Committee opened the evening’s program, by welcoming everybody, followed by a welcome song by three girls representing the NGA – ‘Apun Ka…

  • TechKnow With Tantra: Android Auto

    Android Auto is a smart driving companion that helps you stay focused, connected, and entertained with Google Assistant. With a simplified interface, large buttons, and powerful voice actions, Android Auto eases use of your favourite apps when you’re on the road. Just say “Ok Google” to Route to your next destination using Google Maps; Get…

  • Know Your Bombay

    Mani Bhavan: Located at Gamdevi, South Mumbai, Mani Bhavan is a two-storey building, which served as Gandhiji’s Bombay head-quarters for seventeen long and eventful years (1917-1934). Owned by Revashankar Jagjeevan Jhaveri, Gandhi’s friend and host during that period, the building attracts tourists globally view the room Gandhiji occupied; the Picture Gallery, Library Hall and the…

  • UNION BUDGET 2022: Impact On Personal Taxation

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Khushroo B. Panthaky is a Mumbai-based Chartered Accountant, with 37 years of professional expertise. [/otw_shortcode_info_box] The much-awaited Union Budget 2022 provides an impetus for economic growth. It emphasises on planned urbanisation, domestic manufacturing, digitization and rural upliftment, which would ultimately lead to accelerated economic growth. The fiscal deficit should eventually consolidate, given…

  • Beyond Love…

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]The bond between soul-mates is magical, inexplicable and impossible to replicate or substitute. When souls are united spiritually, then human bonds are not the reserve of mortal realms. When companionship, friendship, selflessness and fun form the essentials of a love story, it becomes immortalised as a surreal experience embodied in love that is…