શેરિંગ ઈઝ કેરીંગ

‘એક દિવસ, શિરડીના સંત સાંઈ બાબાએ 7 વિવિધ પ્રકારના અનાજ પીસવાનું શરૂ કર્યું. તે ફક્ત 7 દાણા હતા પરંતુ તેમાંથી ભરપુર લોટ નીકળ્યો. તેમના અનુયાયીઓ ખુશ થઈ ગયા અને ગામની મહિલાઓ આશ્ચર્યચકિત થઈ ગઈ કે શું બાબા તેમને તેમના ઘરો માટે થોડો લોટ આપશે? પછી બાબાએ તેમને બોલાવ્યા અને બધાને થોડો લોટ આપ્યો. ત્યારબાદ તેમણે તેઓને સૂચના આપી કે આ લોટને આખા ગામની સીમા પર છાંટી દો.. તેમની સૂચનાનું પાલન તેમના ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ બધા આશ્ચર્યચકિત હતા કે બાબાએ તેમને આવું કરવા માટે શા માટે કહ્યું? ટૂંક સમયમાં એક મોટો રોગચાળો આવ્યો, લાખો લોકોએ જીવ ગુમાવ્યા અને બધા લોકો ડરથી જીવવા લાગ્યા. જો કે, શિરડી અને તેમાંના બધા લોકો સહીસલામત રહ્યા અને સાઇ બાબાની કૃપાથી આ શહેર રોગચાળામાંથી સંપૂર્ણપણે બચ્યું અને સુરક્ષિત રહ્યું. – સાંઈ સતચરિત્રની વાર્તા
આજે, આપણે તે સમયની સતત રાહ જોઈ રહ્યા છે જ્યારે આપણે બધા આપણા સામાન્ય જીવન, આપણું કામ, આપણું સામાજિક જીવન, આપણા પરિવારો, આપણા મિત્રો અને સૌથી અગત્યનું, આપણી અગિયારીમાં પાછા જઈ શકીએ. સમય-સમય પર સરકારે એક પછી એક લોકડાઉનની જાહેરાત કરી છે, અને સારા કારણોસર. આપણે એક સમુદાય તરીકે, સ્થાનિક બાગોના આપણા ઘરોમાં સલામત રીતે રહીએ છીએ પરંતુ દુર્દશા, ભયંકર વાસ્તવિકતા જે સાંભળીએ છીએ જે બાકીની વસ્તીને સામનો કરવો પડે છે.
શિરડીની સરહદ પર લોટ મુકતા, સાંઈ બાબાએ કોઈ ધર્મનું અનુસરણ કર્યુ નહીં પરંતુ તેમણે બધાની રક્ષા કરી. શું આપણે વાઇરસના ક્રોધનો સામનો કરી રહેલા બધાને સુરક્ષિત રાખવા માટે આપણા પવિત્ર સ્પંદનો, આપણા મંત્રોની પ્રાર્થના કરી શકીએ નહીં? સમયની જરૂરિયાત એ છે કે આપણે બધા સાથે મળીને ઉભા રહીને સમસ્ત માનવતા માટે પ્રાર્થના કરીએ.
આજે, હું તમને, આપણા સમુદાયના દરેક સભ્ય, એક સાથે આવવા અને પ્રાર્થના કરવા કહું છું. આપણા મંત્રોની ઉપચાર શક્તિઓ ફેલાવવા, આપણા ગ્રહને સાજા કરવા. ચાલો આપણે આ વાયરસ સામે એકતાથી ઉભા રહીએ, કેમ કે આપણા મંત્રો અને આપણી શ્રદ્ધા કોઈપણ રોગ કરતાં ઘણી વધુ મજબૂત છે.

હું નીચે શેર કરૂં છું – એક સૌથી શક્તિશાળી મંત્ર જે ડોકટરોના ડોકટર રૂસ્તમ શહેરીયાર સાહેબનો છે. તે 72 મગવ સાહેબોમાંનો એક હોવાનું મનાય છે જે હજી પણ દેમાવંદ કોહમાં રહે છે. બધી પ્રાર્થનાઓની જેમ, નીચે વર્ણવ્યા મુજબ અનુસરવા માટેનો પ્રોટોકોલ છે:
1. તમારી કસ્તી કરો
2. 2 યથા અહુ વરીયો અને 1 અશેમ વોહુ ભણો
3. પાઠ કરો: ‘હકીમો ના હકીમ નીમ રૂસ્તમ શહેરીયાર સાહેબ’ 101 વાર (જેઓ 101 વાર પાઠ કરવામાં અસમર્થ છે, તે 9 વાર પાઠ કરી શકે છે)
4. 1 યથા અહુ વરીયો અને 2 અશેમ વોહુ ભણો
ડોકટરોની સલાહનું પાલન કરો તેમણે જણાવેલ દવા લો. અને સાથે પ્રાર્થના કરો. પ્રાર્થના જે વિવિધ રોગો / સમસ્યાઓ હલ કરવા માટે કરી શકાય છે. આપણે આ સરળ પાઠ ફક્ત પોતાને જ નહીં પરંતુ સમગ્ર માનવજાતનાં ફાયદા માટે કરી શકીએ છીએ. ચાલો આપણે આ કહેવતની સાચી કરીએ – ‘પારસી, તમારૂં બીજું નામ ચેરીટી’- અને આપણો અમૂલ્ય ખજાનો, આપણી માંથ્રવાણીથી, વિશ્ર્વને સ્વસ્થપણે મુક્ત કરવામાં મદદ કરીએ.

Similar Posts

  • કમ્યુનીટી ન્યુઝ

    જીમી એન્જિનિયર હબીબ જાલિબ પીસ એવોર્ડ મેળવશે વૈશ્ર્વિક સ્તરે જાણીતા કલાકાર, શાંતિ કાર્યકર અને સામાજિક ઝુંબેશ ચલાવનાર પાકિસ્તાન સ્થિત જીમી એન્જિનિયરને આર્ટ અને સોશિયલ વર્ક ક્ષેત્રે તેમની પ્રશંસનીય સેવાઓ માટે 2019 માટે હબીબ જાલિબ ‘પીસ પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યા છે. હબીબ જાલિબ પીસ એવોર્ડ કમિટી 30 એપ્રિલ, 2019 ના દિને પાકિસ્તાનના કરાચીમાં આવેલ આર્ટસ…

  • Caption This – 2nd January

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 6th January 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…