શહેનાઝ બિલિમોરિયાને ડોક્ટરેટનો એવોર્ડ મળ્યો

નવસારીના દિનશા દાબુ લો કોલેજના પ્રિન્સીપાલ શહેનાઝ પૌરૂષ બિલિમોરિયાને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત તરફથી પીએચ.ડી. ડીગ્રીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એમણે ફેકલ્ટી ઓફ લોમાં ડોકટરેટ પૂર્ણ કર્યુ, એમના થીસીસનું ટાઈટલ હતું, ‘એર્બીટ્રેશન એઝ વન ઓફ ધ ઈફેકટીવ મોડસ ઓફ ઓલ્ટરનેટ ડિસ્પ્યુટ રીઝોલ્યુશન’. ડો. શહેનાઝે સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના ફોરમર ડીન ડો. જેટી દેસાઈના માર્ગદર્શન હેઠળ ડોકટરેટ પૂર્ણ કર્યુ.
ડો. શહેનાઝ બિલિમોરીયા બોર્ડ ઓફ સ્ટડીઝ, લો ઓફ ક્રાઈમ એન્ડ ઓબ્લીગેશમાં ચેરપર્સન અને સુરતના વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં આરએસી એન્ડ એકઝામીનેશન કમીટીમાં મેમ્બર છે. નવસારીના ટ્રાફીક એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે ફરજ બજાવે છે.
તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના સેમિનારો અને જર્નલોમાં તેમના સંશોધન પત્રો રજૂ કર્યા અને પ્રકાશિત કર્યા છે. ડો. શહેનાઝનો ઉત્તમ શૈક્ષણિક રેકોર્ડ છે અને તે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એલએલબીમાં પ્રથમ ક્રમ મેળવવા બદલ ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ, સ્વ. ડો. એ પી જે અબ્દુલ કલામ દ્વારા ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો. તેણે તેની જીએસએલઈટી પરીક્ષાઓ પણ ક્લિયર કરી દીધી છે.
શહેનાઝ ભારપૂર્વક માને છે કે ‘સખત મહેનત એ સુખ છે’ અને ‘ભગવાન પોતાને મદદ કરનારાઓને મદદ કરે છે’. ડો. શહેનાઝ, અરશાન અને અનાયશા એમ જોડિયા બાળકોની માતા છે, તેણીએ તેમના માતાપિતા – બખ્તાવર અને મેહરનોશ તોદીવાલા અને તેના સાસુ-સસરા સુન્નુ અને ધનજીશા બિલિમોરિયાને સતત પ્રોત્સાહન અને સહાયતા માટેનો શ્રેય આપ્યો હતો.

Similar Posts

  • SPORTS ROUNDUP 19th October 2019 to 25th October 2019

      CRICKET  India Win 2nd Test To Clinch Series: An outstanding, unbeaten double ton from Virat Kohli (254), coupled with Mayank Agarwal’s (108), helped India win their second Test Match in style, by an innings and 137 runs against rivals South Africa. Batting first, India declared their first innings at 601-5 in 156.3 overs. En…

  • Irani-American Zoroastrian Priest Killed in Kerman

    Mobed Arash Kasravi, a practicing US-based Zoroastrian priest, was tragically murdered on July 24, 2020, in the city of Mahan, in Kerman, Iran, according to the Iranian state news agency, IRNA. Mobed Kasravi was a respected member and religious leader of the Zarathushti community in Southern California.   As per Iranwire news agency, Mobed Kasravi was…

  • Parsee Gymkhana Crowned T10 Cricket Champs!

    The Late Maneck Golvala T10 Cricket Tournament organized by the Vice President and Cricket Secretary of Parsee Gymkhana (PG), Khodadad Yazdegardi, from 14th to 16th April, 2017, at the PG grounds, commenced with Chief Guest for the opening ceremony, ex-Indian cricketer, Aavishkar Salvi, encouraging the teams to play hard and fair while competing. The eight…

  • ધન તેરસની કથા

    દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે.  દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    05 January, 2019 – 12 January, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. રાહુની દિનદશા ચાલુ હોવાથી તમારી નાની ભુલને તમારા શત્રુઓ મોટી પહાડ જેવી બનાવી દેશે. તમારા કામથી તમને આનંદ નહીં મળે. નાણાકીય બાબતમાં સારાસારી નહીં રહે. ખોટી જગ્યાએ ખર્ચ કરવો પડશે. રાહુની દિનદશા તમારા દિવસનો ચેન અને રાતની ઉંઘ ઉડાવી દેશે. ફેમિલીમાં નાની…

  • ઉદવાડા રેલ્વે સ્ટેશનનો ઉદ્ઘાટન સમારોહ

    7મી સપ્ટેમ્બર, 2019ના દિને નવા સુધારેલા ઉદવાડા સ્ટેશનનું ઉદઘાટન સાથે આપણા સૌથી પવિત્ર સ્ટેશનનું પુન:સ્થાપન માટે કરેલા પ્રયત્નો અને વ્યક્તિગત ધ્યાન માટે તેમજ ઉદવાડા ગામના કલ્યાણ માટે ઇરાનશાહ આતશ બહેરામના વડા દસ્તુરજી ખુરશેદ કેકોબાદ દસ્તુરજીનો સન્માન સમારોહ કરવામાં આવ્યો હતો. ઉદવાડાને હવે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર સ્ટેશન તરીકે ગણવામાં આવે છે. પ્રવાસને સરળ બનાવવા અને…